મિથ્યાભિમાન/અંક ૮ મો/મિથ્યાભિમાનીને જીવરામભટ્ટની શિખામણ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
←  વૈદ્ય આવે છે મિથ્યાભિમાન
મિથ્યાભિમાનીને જીવરામભટ્ટની શિખામણ
દલપતરામ
નાટક સમાપ્તિ અને આશીર્વાદ →


दोहरो.


माणसने अभिमानथी, मळे न कदिये मान;
उलटुं अपमान ज मळे, नकी ठरे नादान. ७१


अभिमाने दुख ऊपजे, अभिमाने जश जाय;
मिथ्या अभिमाने करी, जिवनुं जोखम थाय. ७२


अरे वृथा अभिमानमां, कशो मळे नहि माल;
मुज जेवा आ मुलकमां, हीणा थशे हाल. ७३


आ मिथ्या अभिमान छे, खरीज ऊंडी खाड;
पडे तेहना पंडनां, हरेक भांगे हाड. ७४


अरे वृथा अभिमानथी, सरे न एके अर्थ;
थाय मनुषमां मश्करी, उपजे अधिक अनर्थ. ७५


उपजे नहि अभिमानथी, अमृततणो उघाड;
अरे! वृथा अभिमान तो, झेर तणुं झाड. ७६


स्वाद नथी सद्गंध नथी, नथिरे पुष्प पराग.
अरे ! वृथा अभिमान तो. कहिये काळो नाग. ७७


अभिमानीने अंतरे, स्वपने पण नहि सुख;
थाय वृथा अभिमानथी, दावानळ सम दुःख. ७८


बहुधा उपजे बळतरा, अंगोअंग अथाग;
अरे! वृथा अभिमान छे, अदभुत बळती आग. ७९


मानो जो मारुं कह्युं, कहुं हुं ते धरजो कान;
धरि नरतन धरशो नही, मन मिथ्या अभिमान. ८०


कहुं छुं हुं अनुभव करी,खरेखरी वळि वात;
उपजे छे अभिमानथी, घडिये घडिये घात. ८१


मित्र नथी अभिमान गुण, एतो उग्र अरीव[૧];
मिथ्या अभिमाने गयो, जीवरामनो जीव. ८२
(પડદો પડ્યો.)

હાસ્ય રસના નાટકમાં ખરેખરો મરણનો વિચાર બતાવ્યાથી છેક બદલાઇ જાય માટે તે બતાવ્યો નહિ.

<--૦-->

નોંધ

  1. अरि+इव=शत्रु, जम.

(પૂર્ણ)

મિથ્યાભિમાન