મીરાંને પૂર્વજન્મની પ્રીત રે.
Appearance
મીરાંને પૂર્વજન્મની પ્રીત રે. મીરાંબાઈ |
મીરાંને પૂર્વજન્મની પ્રીત રે.
મીરાંને પૂર્વજન્મની પ્રીત રે.
મીરાંને હૈડે લખાણાં હરિનાં નામ રે, નામ નહિ રે છોડું.
રાણાજીએ આપિયો મીરાંને ભૂતડાં ભેલો વાસ;
ભૂતપ્રેત ભાગી ગયાં, મીરાંને ઇંદ્રભુવન થયો અવાસ રે.
નામ નહિ રે છોડું. મીરાંને૦
વિષના પ્યાલા રાણાએ મોકલ્યા, દેજો મીરાંને હાથ;
અમૃત કરી મીરાં પી ગયાં, જેને રાખનવાળો રઘુનાથ રે;
નામ નહિ રે છોડું. મીરાંને૦
રાણે વસીયલ મોકલ્યો, દેજો મીરાંજે જઈ;
પૂજી મીરાં પી ગયાં, જેને રાખનવાળો રઘુ નાથ રે;
નામ નહિ રે છોડું. મીરાંને૦
રાણે રજા આપી પછી કાઢી ગનીને કાશ;
મીરાં ચાલ્યાં મહાલતાં, બાઇને ભાવ્યો છે વ્રજનો સુવાસ રે;
નામ નહિ રે છોડું. મીરાંને૦
પાછળથી પસ્તાઈને રાણો કહે કોઈ જાઓ;
વેગે કહેજો વેનવી મીરાંબાઈ એક વાર ચિતોડગઢ આવો રે;
નામ નહિ રે છોડું. મીરાંને૦