મુજ માડીએ શીખવ્યાં જે ગીતડાં
Appearance
મુજ માડીએ શીખવ્યાં જે ગીતડાં નરસિંહરાવ દિવેટિયા |
મુજ માડીએ શીખવ્યાં જે ગીતડાં
મુજ માડીએ શીખવ્યાં જે ગીતડાં;
ગાતાં મુજને હ્રદય કંઇ કંઇ થાય જો.
સૂર અનુપમ એ અમી ભરેલાં મીઠડાં,
ભૂત સમયમાં મને ખેંચી જાય જો.
બાળકડી હું માડી કંઠે ઝૂલતી;
ચુંબન મોંઘા, માડી લેતી વ્હાલમાં,
ગીત તણી નવી સૂરઘટના એ ભૂલતી,
શીખવતી કંઇ રસતા ચાહો તાલમાં.
શીખવું મુજ બાળકીને જૂનાં ગીતએ,
ને નયન છબી જૂની તરતી પ્રીતમાં,
ને હ્રદયમાં વહે આંસુ છાની રીત એ,
શીખવતાં મુજ માડી શીખવ્યાં ગીતડાં.
નરસિંહરાવ દિવેટિયા