મોરી લાજ તું રખ લે ભૈયા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

મોરી લાજ તું રખ લે ભૈયા, નંદજી કે ઘર કુંવર કનૈયા;

પેઠ પાતાલ કાલીનાગ નથ્યો, ફણ પર નૃત્ય કરૈયા. નંદ૦

જમુના કે તીર ધેનુ ચરાવે, મુખ પર મોરલી બજૈયા.નંદ૦

મોરમુકુટ પીતાંબર સોહે, કાનકુંડલ ઝલકૈયા. નંદ૦

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમળ લપટૈયા. નંદ૦