રસધાર ૩/પરિશિષ્ટ ૨ : કાઠી અને ચારણી ભાષાની ખાસિયતો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પરિશિષ્ટ ૧ : સોરઠી ભાષાનો કોશ સૌરાષ્ટ્રની રસધાર ૩
પરિશિષ્ટ ૨ : કાઠી અને ચારણી ભાષાની ખાસિયતો
ઝવેરચંદ મેઘાણી


પરિશિષ્ટ ર
કાઠી અને ચારણી ભાષાની ખાસિયતો

૧. નામો : (ક) કાઠી લોકોની ભાષામાં નાન્યતર જાતિ નથી; જુઓ :

ફુલેકું : ફુલેકો

ધીંગાણું : ધીંગાણો

પૂછડું : પૂંછડો

(ખ) સર્વ નામની માફક નામોમાં પણ બીજી વિભક્તિને પ્રત્યય “ને” નહિ, પણ “હી” છે :

ગરીબને : ગરીબહી

૨ સર્વનામ :

મૂળ ગુજરાતી શબ્દ કાઠી-પ્રયોગ
હું
મને
મારો
અમારો
તને
તમને
તારા
તમારો
તેને
એને
એની
કોણ
કોણે
કોનો

કાઠી-પ્રયોગ
હું
મોહે
માળો
અમાણો
તોંહે
તમું હે
તાળો
તમાણો
ત્યાંહીં
યાને
યાની
કમણ
કમણાનો

ચારણી-પ્રયોગ
મું
મુંહે
મોળો
અમણો
તું હેં
તમું હેં
તોળો
તમણો
ત્યોં હેં
યાહેં
યાની
કેમણ
કમણે
કમણો

શું
શાનો

કાણું
કાણાનો

કીં
કેવાનો

૩ ક્રિયાપદો :

(ક) ખાસ પ્રયેાગો :

ગુજરાતી
આવ્યો
આવી
ગયો
દીધા
હતો
નથી

કાઠી
આદો
આદી
ગો
દીના
હુતો
નથ,નસે

ચારણી
ઇદો,ઇયો
ઇદી
ગો
દીના
હુતો
નસેં

(ખ) વર્તમાનકાળનો પ્રત્યય “છું” નહિ, પણ “સાં” છે :
જાણું છું : જાણતો સાં
લઉં છું : લેતો સાં
(ગ) કૃદંતમાં આવો નિયમ છે :

આવીને
ટાંપીને
લઈ આવ્ય

આવુંને
ટાંપુંને
લઉ આવ્ય

આવેંને
ટાંપેને
લે આવ્ય

૪. અવ્યયો :

ગુજરાતી
અહીં
ત્યાં
ક્યાં
શા માટે

કાઠી
આસેં-ઇસેં
તીસેં
કીસેં
કેવાને-કાણા સાટુ

ચારણી
આસેં
તીસેં
કીસેં
કેવા સાટુ

ભણેં : આ શબ્દ સામાન્ય વાતચીતમાં વારંવાર ખાસ કોઈ
અર્થ વિના યોજાય છે; એનો અર્થ્ 'ભણવો–કહેવો' એ
ઉપરથી 'હું કહું છું કે' એમ થતો હશે.

ઢેઢ અને મેર લોકોની ભાષા પણ આ ભાષાને મળતી જ લાગે છે.