રસિકવલ્લભ/પદ-૩૪
← પદ-૩૩ | રસિકવલ્લભ પદ-૩૪ દયારામ |
પદ-૩૫ → |
પદ ૩૩મું
રે જડ ! તુજને નથી કાંઈ જ્ઞાનજી, મિથ્યા પંડિતનું અભિમાનજી;
જૂથી જુગતી ગ્રહી ઇતિહાસહી, જીવને નાખે ભ્રમની ફાંસજી. ૧
વામ્કીચૂકી સર્પની ભાતેજી, જોઇ જે પડી કોઈ એક રાતેજી;
સાચા કેરી વિના સજાતિજી, ભ્રમ નવ હોયજ ચોયુગ ખ્યાતિજી. ૨
ઢાળ.
છે ખ્યાતિ ચોયુગ સર્પ સાચો, માટ્ય ભ્રાન્તિ હોય;
જો જૂઠું પુષ્પ ગગનનું, દીઠું કહે ન કોય. ૩
જો શીપ સાચી હોય નહિ ને, રૂપું હોય ન સત્ય;
ન સત્ય નર તો, જોઈ તેહને, ભ્રમી કહોની મત્ય. ૪
જો કિરણ સત્ય ન સૂર્યનાં તો ચમક શા થકી થાય;
રવિ કિર્ણમાં જળ છે જ માટે, ક્ષારક્ષિતિ દર્શાય. ૫
એ ચ્યારે સત્યના ભેદ વણ ભ્રાંતિ ક્યહું નવ થાય,
જડ દુરાગ્રહ અલગો કરે તો, સાચું તે સમજાય. ૬
સાવયવને વિવર્ત હોય, નહિ નિરવયવને કોય;
સાચી જ વસ્તુ માંહે સાચો, તોય તેહને હોય. ૭
નિરરૂપ બ્રહ્મ દયાપ્રીતમ વણ, અવર હોય ન વસ્ત;
તો તેહને મન દૃષ્ટાંત કેરું, કથન પામે અસ્ત. ૮