રસિકવલ્લભ/પદ-૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← પદ-૮૫ રસિકવલ્લભ
પદ-૮૬
દયારામ
પદ-૮૭ →પદ ૮૬ મું

શિષ્ય સાંભળી એ વિધિ વાણીજી, પુષ્ટ પ્રવરભક્તિ ઉર જાણીજી,
સંશય છૂટ્યા સઘળા મનનાજી, તાપ નિવર્ત્યા ત્રિવિધ તનનાજી. ૧

વર્ત્મ વલ્લભી વહાલો લાગ્યોજી, પ્રતાપ દુસ્સંગનો ભાગ્યોજી;
નિજ પ્રભુ મળવા આતુરતા જાગીજી, સકળ કલ્પના બીજી ભાગીજી. ૨

ઢાળ

શિષ્યે પૂછેલા વિશેષ પ્રશ્ર્નો

ભાગી કલ્પના મારી સહુ, સાંભળો મુજ સ્વામી;
શુભ રીતિ પુષ્ટિપંથની, કહી આપ અંતર્યામી. ૩

પ્રભુ સંબંધી વસ્તુ સકલ, પ્રભુરૂપ કહી છે પ્રાગ;
તદપિ કહો કંઈ માહાત્મ્ય, સુણી ઉર ઉપજે અનુરાગ. ૪

શ્રી સ્વામિનીજી સ્વરૂપ શું, અતિ રતિ સુંદરશ્યામ;
વેદે વદ્યા અદ્વિતીય, પુરુષોત્તમ આત્મારામ. ૫

શ્રીયમુનાજી શ્રીતુલસીજી, ગૌ ગોપીજન પ્રિય અત્ય;
શ્રીકૃષ્ણને શા માટે છે? કિંચિત કહો મુજ પ્રત્ય. ૬

ચરણામૃત મહાપ્રસાદ માલા, ઊર્ધ્વપુંડ્ર આદિક;
સમજવું જ કશું સતને, તે કહો પ્રીત અધિક; ૭

ચિંતા સમૂળી સહુ ટળે સંશે સહુ કયમ જાય;
જન દયાપ્રીતમ કૃષ્ણ શું, વિશ્ર્વાસ દઢ કયમ થાય ? ૮


પદ ૮૬: ૧. 'શિષ્ય સાંભળી એ વિધ વાણિજી, પ્રાo કાo તથા क

(પૂર્ણ)