રસિયા જોઈ રૂપાળી
રસિયા જોઈ રૂપાળી પ્રેમાનંદ સ્વામી |
પદ ૧૭૯૮ મું
રસિયા જોઈ રૂપાળી કોટ, રૂડી રેખાવળી રે લોલ;
વહાલા મારું મનડું મળવા ચ્હાય, કે જાય ચિત્તડું ચળી રે લોલ... ૧
વહાલા તારી જમણી ભુજાને પાસ, રૂડાં તિલ ચાર છે રે લોલ;
વહાલા તારા કંઠ વચ્ચે તિલ એક, અનુપમ સાર છે રે લોલ... ૨
વહાલા તારા ઉરમાં વિનગુણ હાર, જોઈ નેણાં ઠરે રે લોલ;
વહાલા તે તો જાણે પ્રેમીજન, જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ... ૩
રસિયા જોઈ તમારું રૂપ, રસિક જન ઘેલડા રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના નાથ, સુંદરવર છેલડા રે લોલ... ૪
અન્ય સંસ્કરણ
[ફેરફાર કરો]રસિયા જોઈ રૂપાળી કોટ,
રૂડી રેખાવળી રે લોલ;
વહાલા મારું મનડું મળવા ચ્હાય,
કે જાય ચિત્તડું ચળી રે લોલ... ૧
વહાલા તારી જમણી ભુજાને પાસ,
રૂડાં તિલ ચાર છે રે લોલ;
વહાલા તારા કંઠ વચ્ચે તિલ એક,
અનુપમ સાર છે રે લોલ... ૨
વહાલા તારા ઉરમાં વિનગુણ હાર,
જોઈ નેણાં ઠરે રે લોલ;
વહાલા તે તો જાણે પ્રેમીજન,
જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ... ૩
રસિયા જોઈ તમારું રૂપ,
રસિક જન ઘેલડા રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના નાથ,
સુંદરવર છેલડા રે લોલ... ૪