રાઈનો પર્વત રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અર્પણ જે પુષ્પનાં દલ ખોલિને રજ સ્થૂલને રસમય કરે, અધિકારિ તે મધુમક્ષિકા એ મધુતાણી પહેલી ઠરે; તુજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્નસમું જે લાધિયું, જીવનસખી ! તે તુજ વિના રે ! જાય કોને અર્પિયું ?