રાઈનો પર્વત/નાટકનાં પાત્ર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
રાઈનો પર્વત
નાટકનાં પાત્ર
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક પહેલો: પ્રવેશ ૧  →


નાટકનાં પાત્ર

પુરુષવર્ગ

પર્વતરાય : કનકપુરનો રાજા
કલ્યાણકામ : પર્વતરાયનો પ્રધાન
પુષ્પસેન : પર્વતરાયનો સેનાપતિ
શીતલસિંહ : પર્વતરાયનો એક સામંત
દુર્ગેશ: પર્વતરાયનો એક મંડળેશ (=મંડળ-પ્રાંતનો અધિકારી, સૂબો)
વંજૂલ : કલ્યાણકામનો આશ્રિત
રાઈ : કિસલવાડીમાંનો માળી
જગદીપદેવ : રત્નદીપદેવનો પુત્ર

--૦૦૦--

સ્ત્રીવર્ગ

લીલાવતી : પર્વતરાયની રાણી
વીણાવતી : પર્વતરાયની અને રાણી રૂપવતીની પુત્રી
સાવિત્રી : કલ્યાણકામની પત્ની
કમલા : પુષ્પસેનની પુત્રી
મંજરી : લીલવતીની દાસી
લેખા : વીણાવતીની દાસી
જાલકા : કિસલવાડીમાંની માલણ
અમૃતાદેવી : રત્નદીપદેવની રાણી

--૦૦૦--

સિપાઈઓ, નોકરો, દ્વારપાલ, કોટવાળ, બાવો, પુરવાસીઓ, પુરસ્ત્રીઓ, પ્રતિહાર, રાજભટ, રબારી, દૂત, પુરોહિત, દાસીઓ વગેરે.

--૦૦૦--

સૂચિત પાત્ર

રૂપવતી : પર્વતરાયની વિદેહ રાણી
રત્નદીપદેવ: કનકપુરનો પ્રથમનો વિદેહ રાજા

--૦૦૦--

સ્થળ

કનકપુર: ગુજરાતની રાજધાની (વલ્લભીપુરના નાશ પછીના સમયમાં)
પ્રભાપુંજ : કનકપુરમાં રાજાનો મહેલ
કિસલવાડી : કનકપુરથી થોડે દૂર આવેલો બાગ
રંગિણી  : કિસલવાડી પાસે થઈ વહેતી નદી
રુદ્રનાથ : રંગિણી નદીને કિનારે આવેલું મહદેવનુંમંદિર
-૦-