રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/ઉધમબાઈ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ગંગામણિ રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
ઉધમબાઈ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ગૌરીબાઈ →


५०-उधमबाई

ધમબાઈ મહમદશાહ બાદશાહની રાણી હતી. એનો જન્મ હિજરી સન ૧૧૪૦માં થયો હતો. અહમદશાહ ભારતવર્ષનો બાદશાહ થયો, તે વખતે તેણે પોતાની બુદ્ધિમાન માતાને નવાબબાઇની ઉપાધિથી વિભૂષિત કરી હતી. તેની ભલામણ ઉપરથી જ ખ્વાજાસરાહને નવાબ બહાદુરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ઉધમબાઈ ઘણી સદાચારી અને પરોપકારી રમણી હતી. પાછલી વયમાં તે નવાબ કુદસિયા સાહેબાઝમાનીના નામથી પ્રસિદ્ધ થઈ છે. તેણે હિજરી સન ૧૧૬૪ માં કિલ્લા શાહજહાંબાદની પાસે એક સુંદર મસ્જિદ બંધાવી હતી, જે સોનેરી મસ્જિદના નામથી પ્રખ્યાત છે.