રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/જમાલ ખાતૂન

વિકિસ્રોતમાંથી
← મલબાઈ દેસાણ રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
જમાલ ખાતૂન
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સરયૂબાળા →


३९–जमालखातून

હજરત મિયાં મીર લાહોરી નામના એક સાધુની બહેન હતી. પોતે પણ સાધ્વી અને ઈશ્વરપરાયણ રમણી હતી. તેણે પોતાની સાધના દ્વારા ભક્તસમાજને ઘણા ચમત્કાર કરી બતાવ્યા હતા, એમ કહેવાય છે. “સફીનત્-ઉલ્-ઔલિયા” નામના પુસ્તકમાં લખ્યું છે કે, એણે એક વખત એક વાસણમાં બે મણ ઘઉં ભરી રાખ્યા હતા અને તેમાંથી તે ગરીબને ઘઉં આપ્યા કરતી હતી. ઈશ્વરકૃપાથી એ પાત્ર અક્ષયપાત્ર થઈ ગયું અને સાધ્વી જમાલખાતૂન લાગલગાટ બે વર્ષ સુધી અનાથ અને સાધુઓને એમાંથી અન્નદાન કરતી ગઈ તો પણ ઘઉં ખૂટ્યા નહિ. એવા બીજા પણ અનેક ચમત્કારો તેણે કરેલા કહેવાય છે. હિજરી સન ૧૦૪૯ માં એ મરણ પામી.