રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/દાઉદખાંની પત્ની

વિકિસ્રોતમાંથી
← સરયૂબાળા રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
દાઉદખાંની પત્ની
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વ્રજદાસી રાણી બાંકાવતજી →


४१–दाउदखांनी पत्नी

ગુજરાતનો સૂબો દાઉદખાં ઘણો વીરપુરુષ હતો. પોતાની વીરતા પ્રગટ કરવામાં એ સદા તલ્લીન રહેતો હતો. એક સમયે હિજરી સન ૧૧૩૦ માં એ અમીર ઉલ-ઉમરા હસેનઅલીખાંના સૈન્ય સાથે યુદ્ધ કરતાં માર્યો ગયો. એની સ્ત્રી ઘણી પતિવ્રતા હતી. પતિના મરી ગયા પછી જીવતા રહેવું, એ તેને માટે અસહ્ય થઈ પડ્યું. દાઉદખાંના મૃત્યુ સમયે એ સન્નારી સગર્ભા હતી. પતિનો ઉત્તરાધિકારી બાળક-સાત માસનો ગર્ભ તેના ઉદરમાં હતો; છતાં પણ એ સ્ત્રીએ પોતાના સંકલ્પને પાર ઉતારવા એક યુક્તિ શોધી કાઢી. પતિએ સ્નેહના ચિહન તરીકે આપેલા એક તીક્ષ્ણ છરા વડે પેટ ફાડીને બાળકને સહીસલામત બહાર કાઢીને, સગાંસંબંધીઓને સ્વાધીન કર્યું અને તેણે એ ક્ષણે પતિનું અનુગમન કર્યું.