રાજ હું બનાવીને આપું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રાજ હું બનાવીને આપું
પ્રેમાનંદ સ્વામી



રાજ હું બનાવીને
આપું છું બીડી પાનની... ટેક

નાગરવેલીનાં પાન મનોહર,
પાકાં પાકાં જોઈને આખાં લાવી રે... રાજ.

કાથો ચૂનો ને લવિંગ એલાયચી,
વાંકડી સોપારી કતરાવી રે... રાજ.

પ્રીત કરીને સુંદર બીડી મેં વાળી,
મુખમાં મેલું પાસે આવી રે... રાજ.

પ્રેમાનંદને કૃપા કરીને,
મુખતંબોળ આલો ચાવી રે... રાજ.