રાણાજી, મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

રાણાજી, મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું.

રાજા રુઠે નગરી રાખે,
હરિ રુઠ્યાં કહાં જાશું .... રાણાજી

હરિમંદિર મેં નિરત કરાશું,
ઘૂઘરિયાં ઘમકાશું .... રાણાજી.

રામ-નામકા જાપ ચલાશું,
ભવસાગર તર જાશું ... રાણાજી.

યહ સંસાર બાડ કા કાંટા,
જ્યાં સંગત નહીં જાશું ... રાણાજી.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
નિત ઉઠ દરશન પાસું .... રાણાજી.