રાય રે જીવન તારું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રાય રે જીવન તારું
પ્રેમાનંદ સ્વામી
વરઘોડો આવે અને કન્યાપક્ષની સ્ત્રીઓ જાનને વધાવે ત્યારે વરપક્ષની જાનરડીઓ ગાયરાય રે જીવન તારું શે'ર અતિ સાંકડું રે,
  મારા હરિવરની હાથીડા ન માય રે,
    અક્ષરપતિ આવિયા રે... ટેક

રાય રે જીવન તારી બજાર્યું બહુ સાંકડી રે,
  રથ પાલખીને સાંકડ બહુ થાય રે... અક્ષરપતિ.

રાય રે જીવન તારી શેરી બહુ સાંકડી રે,
  મારા હરિવરના જાનૈયા ન માય રે... અક્ષરપતિ.

રાય રે જીવન તારી મેડી બહુ સાંકડી રે,
  મેડિયે અમર વેમાન અટકય રે... અક્ષરપતિ.

રાય રે જીવન તારો માંડવો બહુ સાંકડો રે,
  મારા હરિવરની જાનરડી ન માય રે... અક્ષરપતિ.

રાય રે જીવન તારે આંગણિયે ઊભા રહ્યા રે,
  ત્રિભોવનપતિ પરબ્રહ્મરાય રે... અક્ષરપતિ.

રાય રે નીરખીને નેણાં શીતળ થયાં રે,
  તન મન પ્રેમાનંદ વારી જાય રે... અક્ષરપતિ.