રૂડા લાગો છો રાજેન્દ્ર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રૂડા લાગો છો રાજેન્દ્ર
પ્રેમાનંદ સ્વામીરૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે... ટેક

જરકસિયો જામો હરિ પહેરી, માથે બાંધી પાઘ સોનેરી;
  ગૂઢો રેંટો ઓઢી મન લલચાવતા રે... રૂડા

હૈડે હાર ગુલાબી ફોરે, ચિત્ત મારું રોકી રાખ્યું તોરે;
  ગજરા કાજુ બાજૂ મન મારે ભાવતા રે... રૂડા

કનક છડી સુંદર કર લઈને, ગજગતિ ચાલો હળવા રહીને;
  ચિત્તડું ચોરો મીઠું મીઠું ગાવતા રે... રૂડા

પ્રેમાનંદના નાથ વિહારી, જાઉં તારા વદનકમળ પર વારી;
  હેતે શું બોલાવી તાપ શમાવતા રે... રૂડા