રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/ઇન્દુલેખા

વિકિસ્રોતમાંથી
← દાહિર રાજાની બે કુંવરીઓ રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
ઇન્દુલેખા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુભદ્રા →


१०२–इन्दुलेखा

પ્રાચીન ભારતની એક સંસ્કારી વિદુષી નારી હતી. એ કવિતા સારી લખી જાણતી. એના જીવનચરિત્રનો પરિચય અમને મળ્યો નથી; પણ એટલા માટે એના નામનું વિસ્મરણ કરવાના દોષી અમે નથી બનવા માગતા. સુભાષિતાવલિના સંભોગશૃંગાર પ્રકરણમાં મહાકવિ કાલિદાસ અને મેણ્ઠના લોકોના અંતરાળમાં એ વિદુષીનો રચેલો નીચેનો શ્લોક છે.

एके बारिनिधौ प्रवेशमपरे लोकान्तरालोकनं ।
कचिद्वह्यिसयोगितां निजगदुः क्षीणेऽहिन चण्डार्चिषः॥
मिथ्या चैतदसाक्षिकं प्रियसखि प्रत्यक्षतीव्रातपं ।
मन्येऽहं पुनरध्वनीनरमणीचेतोऽधिशेते रविः ॥

“સાંજે કેટલાક લોકો પ્રચંડ કિરણોવાળા સૂર્યને સમુદ્રમાં પ્રવેશ કરતો કહે છે; કેટલાક બીજા લોકમાં જતો કહે છે. કેટલાક કહે છે કે એ અગ્નિમાં ભળી જાય છે; પરંતુ હે પ્રિય સખિ ! એ ખોટું અને સાક્ષી વગરનું છે. મારૂં માનવું છે એવું છે કે પ્રવાસિની પત્નીનું મન, કે જેમાં પ્રત્યક્ષ આકરો તાપ રહેલો છે, તેમાં સૂર્ય સૂઈ જાય છે.”