લખાણ પર જાઓ

રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/કાન્તિ

વિકિસ્રોતમાંથી
← રાણી સાલમણિ રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
કાન્તિ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
લીલાવતી →


१२४–कान्ति

કાન્તિનો જન્મ કર્ણાટક દેશમાં થયો હતો. એ જૈન ધર્મ પાળતી હતી. એ એક ઊંચા પ્રકારની કવયિત્રી હતી. એની કવિતા ઘણી મનોહારી થતી હતી. કાનડી ભાષાના સાહિત્યમાં ઘણુંખરૂં એ પહેલી સ્ત્રી કવિ છે. દેવચંદ્ર કવિના એક લેખ ઉપરથી જણાય છે કે એ સન્નારી છંદ, અલંકાર, કાવ્ય, કોશ અને વ્યાકરણ આદિ અનેક ગ્રંથોના અભ્યાસમાં કુશળ હતી. બાહુબલિ કવિએ એનાં કાવ્યોની બહુ પ્રશંસા કરીને એને એ વખતની સરસ્વતીની પદવી આપી હતી. દ્વાર સમુદ્રના બલ્લા રાજા વિષ્ણુવર્ધનની સભામાં પંપ અને કાન્તિની વચ્ચે વાદવિવાદ થયો હતો. પંપે આપેલી સમશ્યાઓની પૂર્તિ એણે કરી હતી. કાન્તિનો જન્મ ઇ. સ. ૧૧૦૫ માં થયો હતો.