રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો શિવપ્રસાદ દલપતરામ પંડિત
१०८–मदालसा
શારંગધરના સંગ્રહમાં ધર્મનિવૃત્તિ પ્રકરણમાં વ્યાસના શ્લોક પછી મદાલસાનો નીચે ઉતારેલો શ્લોક છેઃ–
परलोकहितं तात प्रातरुत्थाय चिन्तय । इह ते कर्मणामेव विषाकश्चिन्तयिष्यति ।।
“હે પુત્ર ! સવારના પહોરમાં ઊઠીને પરલોકના હિતનો વિચાર કર. આ લોકનો વિચાર તો તારાં કર્મોની ઘટનાઓ ઊભી છે તે કરશે.”