રે સુંદરવર બોલ્યા શ્યામ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રે સુંદરવર બોલ્યા શ્યામ
પ્રેમાનંદ સ્વામીરે સુંદરવર બોલ્યા શ્યામ, કહે છે વા'લો પોતાનું ધામ... રે સુંદર ટેક

રે ભિન્નભિન્ન આકાશ રચાયે, રે જુજવો શબ્દ તેમાં થાયે;
  તેમ જ સહુમાં વેદ મુને ગાયે... રે સુંદર ૧

રે અક્ષર શક્તિ ઘણી સારી, રે બ્રહ્માંડ પ્રત્યે ન્યારી ન્યારી;
  તેમાં સહુ મૂર્તિઓ મારી... રે સુંદર ૨

રે અક્ષર અનંત કળા ધારે, રે અગણિત રૂપ થાઉં ત્યારે;
  મુને જીવ પામે એણે દ્વારે [આરે]... રે સુંદર ૩

રે અક્ષર કોટિનો હું સ્વામી, રે મુજમાં રહે સહુ લય પામી;
  શોભું સદા એક રૂપ ધામી... રે સુંદર ૪

રે સતસંગી સહુ નર નારી, તમ અરથે આજે દેહ ધારી;
  પ્રેમસખી જાયે બલિહારી... રે સુંદર ૫