લાડીલા લાલજી આવો
લાડીલા લાલજી આવો પ્રેમાનંદ સ્વામી |
લાડીલા લાલજી આવો ઓરા રે,
ખોસું પાઘલડીમાં તોરા ટેક
શૂરા પૂરા છો શ્યામ સંગાથી રે,
એવડા શું રે ડરો અબળાથી રે,
ઓરા આવો કઠણ કરી છાતી... ૧
વ્હાલા આવોને પ્રાણ આધાર રે,
દેખાડું અનુપમ સાર રે,
એક નાનકડી છે નાર... ૨
રૂપાળી છે સુંદર તનમાં રે,
તમ કાજે કરે તપ વનમાં રે,
તમને વરવાનું છે મનમાં... ૩
વહાલા ચિત્તવૃત્તિ એનું નામ રે,
એને પરણે તે પૂરણ કામ રે,
વહાલા પ્રેમસખીના શ્યામ... ૪