લીધાં રે લટકે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

લીધાં રે લટકે, મન મારાં લીધાં રે લટકે.

ગાત્ર ભંગ કીધાં ગિરિધારીએ, જે માર્યાં ઝટકે.

મન તો મારું મોરલીએ મોહ્યું, પેલા વાંસ તણે કટકે.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હો રંગ લાગ્યો ચટકે.