વસંત અલૌકિક સંત અલૌકિક

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વસંત અલૌકિક સંત અલૌકિક
દેવાનંદ સ્વામી

રાગ: સોહિની


વસંત અલૌકિક સંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક આયે,
પ્રીત અલૌકિક રીત અલૌકિક ગીત અલૌકિક ગાયે... ꠶ ૧

ભાવ અલૌકિક નાવ અલૌકિક દાવ અલૌકિક હાયે,
ભક્તિ અલૌકિક મુક્તિ અલૌકિક જુક્તિ અલૌકિક રાયે... ꠶ ૨

રંગ અલૌકિક સંગ અલૌકિક ઉમંગ અલૌકિક છાયે,
ધરની અલૌકિક કરની અલૌકિક લરની અલૌકિક લાયે... ꠶ ૩

મલની અલૌકિક, ચલની અલૌકિક ભલની અલૌકિક ભાયે,
હસની અલૌકિક, વસની અલૌકિક દેવાનંદ સુખ પાયે... ꠶ ૪