વિકિસ્રોત:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો

વિકિસ્રોતમાંથી

હું કોઇ કૃતિ કેવી રીતે શોધી શકું?[ફેરફાર કરો]

પૃષ્ઠની ઉપર જમણી બાજુએ શોધો લખેલું છે તે ખાનામાં આપનો ઇચ્છિત શબ્દ કે કૃતિનું શીર્ષક ટાઈપ કરો કરો. ત્યાર બાદ તે ખાનાની જમણી તરફ આવેલા બિલોરી કાચ દર્શાવતા ચિત્ર એટલેકે આઈકોન ઉપર ક્લિક કરો. ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું તે માટે નીચે જુઓ.

હું ગુજરાતીમાં કેવી રીતે લખું?[ફેરફાર કરો]

કોઈ પણ કૃતિમાં ફેરફાર કરવા માટે જ્યારે તમે ફેરફાર કરો ઉપર ક્લિક કરશો ત્યારે તે એક મોટું ખાનું ખોલી આપશે, જેને મથાળે વાદળી રંગના આઇકોન્સ (Icons-બટનો) હશે. તેની નીચેના ભાગમાં લખાણ કરી શકાશે. જો તમે ગુજરાતીમાં ટાઈપ ન કરી શકો તો પૃષ્ઠની ટોચ પર "લેખન પદ્ધતિ"ના આઈકોન પર ક્લિક કરી જોઈતું કળફલક (કી બોર્ડ) પસંદ કરી ટાઈપિંગ કરી શકાશે.

અક્ષરો: અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અઃ 
્ ા િ ી ુ ૂ ૃ ે ૈ ૉ ૌ ં ઃ 
ક ખ ગ ઘ ઙ 
ચ છ જ ઝ ઞ 
ટ ઠ ડ ઢ ણ 
ત થ દ ધ ન 
પ ફ બ ભ મ 
ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ 
૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ 

ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું તે માટે નીચે જુઓ. વધુ માહિતી માટે અંગ્રેજી વિકિપીડીયા પર એક સરસ લેખ છે, તે વાંચી શકો છો. હાલ તુરત તેનો ગુજરાતી અનુવાદ છે નહીં. પરંતુ ભવિષ્યમાં આપણે તેવો જ લેખ અહીંયા બનાવી શકીએ છીએ.

ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું?[ફેરફાર કરો]

વધુ માહિતી માટે આ જુઓ:વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું

વિકિસ્રોતમાં ગુજરાતી લખાણ સરળ બનાવવા માટે ફોનેટિક કી બૉર્ડની ગોઠવણ કરેલી છે જેનો અર્થ થાય છે કે જેવો ઉચ્ચાર તેવો સ્પેલીંગ. દાખલા તરીકે તમારે અમદાવાદ લખવું હોયતો કી બૉર્ડ પર amadaavaada લખવાથી, શાંતિ લખવા માટે shaaMti, ઝરૂખો લખવા માટે Zaruukho અથવા jharookho, કૃષ્ણ લખવા માટે kRSNa અને એ જ રીતે ઋષિ લખવા માટે RSi, યજ્ઞ માટે yajna, ઉંદર માટે uMdara, ઊંટ માટે UMTa અને રુદ્રાક્ષ લખવા માટે rudraaxa અથવા rudraakSa ટાઇપ કરવાથી તમને ગુજરાતી વંચાશે. થોડો મહાવરો કરવાથી તમે ભૂલ કર્યા વગર લખી શકશો.

નવો લેખ કેવી રીતે શરૂ કરવો?[ફેરફાર કરો]

નવો લેખ શરૂ કરવા માટે શ્રેષ્ઠ માર્ગ છે, ઉપર જમણી બાજુએ, શોધોનાં બોક્સમાં તમે જે કૃતિ રચવા માંગો છે, તેનું શીર્ષક શોધી જુઓ, ધ્યાન રાખજો કે જોડણી સાચી હોય. શક્ય છે કે કોઈકે ખોટી જોડણી વાળું શીર્ષક વાપરીને પણ પાનું બનાવ્યું હોય, માટે કોઈ પણ વિષય પર નવું પાનું બનાવતાં પહેલાં આપ વિચારી શકો તેટલી વિવિધ જોડણીઓ વાપરીને શીર્ષક શબ્દ શોધી જુઓ. જો આમાંના કોઈ પણ શબ્દ હેઠળ પાનું ન મળે તો, સાચી જોડણી વાપરીને ફરી એક વખત શોધો બોક્સમાં શબ્દ / શબ્દ સમુહ લખી બિલોરી કાંચના આઇકોન પર ક્લિક કરો. આ વિષય પર કોઈ લેખ ઉપલબ્ધ ન હોતા, તમને સર્ચ રિઝલ્ટનાં પાનાં પર લાલ (અક્ષરો) લીંકમાં "આ પાનું બનાવી શકો છો." એવું જોવા મળશે, બસ, તે લાલ અક્ષરો પર ક્લિક કરો અને લખવાનું શરૂ કરો, જ્યારે તમે 'સાચવો' બટન ઉપર ક્લિક કરશો, ત્યારે તમારું નવું પાનું તૈયાર હશે.

વિકિસ્રોત પર કોણ કામ કરે છે?[ફેરફાર કરો]

આપણે બધાં જ! જી હા! :) વિકિસ્રોતના લગભગ બધાંજ લેખોને આપણે બધાજ સુધારી - વધારી શકીએ છે. પરંતુ અહીં મૂળ સ્રોત લાયક લખાણ હોય, ખાત્રી અને જરૂરીયાત હોય તો જ લખાણમાં સુધારો કરવો. બાકી વિકિસ્રોતને લાયક નવી કૃતિઓ તો ચઢાવી જ શકાય છે. વિકિસ્રોતની વૃદ્ધી કરવાની આજ એક બુદ્ધીશાળી યોજના છે.

પણ મને ખબર નથી હું શું કરું[ફેરફાર કરો]

કરવા લાયક કામ તો ઘણાં છે, પણ તમને શું ગમે છે તેના પર આધાર છે. સૌ પ્રથમ તો અહીંયા પોતાનું એક યુઝર નેમ ઉભું કરો (આપ વિકિપીડિયાનાં સભ્ય હો તો આપોઆપ જ અહીં પણ સભ્યપદ મેળવશો, એ જ યુઝર નેમ-પાસવર્ડ વાપરી અહીં લોગઈન થઈ શકો છો.) જેથી તેના દ્વારા તમે કામ કરી શકો અને અન્ય લોકો સાથે વાર્તાલાપ કરી શકો. પછી કશી સૂઝ ન પડે Scriptorium પર લોકોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ત્યાં થોડા દિવસ સુધી જો જવાબ ન મળે તો વિકિસ્રોતના પ્રબંધકોનો પૈકી કોઈ એકનો સંપર્ક કરી જુઓ.

એનો અર્થ એ કે વિકિસ્રોત પર ગમે તે વ્યક્તિ તોડફોડ કરી શકે છે?[ફેરફાર કરો]

વિકિસ્રોતનો કોઈ પણ લેખ કોઈ પણ વ્યક્તિ બદલી શકે છે. પણ અહીંયા સ્વયંસેવકો હાજર જ રહેતા હોય છે જેઓ કોઈ વ્યક્તિના ખરાબ લેખનને સુધારવા કે કોઈ પણ પ્રકારની તોડફોડને અવળી કરી લેખોની કક્ષા સાચવી રાખે છે. તમે પણ તેમાં મદદરૂપ થઈ શકો છો. દરેક લેખનો "ઇતિહાસ" તમે જોઈ શકો છો. આ લેખનો પણ "ઇતિહાસ" છે. આ લેખના મથાળે જ્યાં "ઇતિહાસ" લખ્યું છે ત્યાં ક્લિક કરો અને જુઓ ઇતિહાસમાં કેવી રીતે માહિતી મળે છે.

લેખ જે શ્રેણીને અનુરૂપ હોય તે શ્રેણીમાં કઈ રીતે ઉમેરવો?[ફેરફાર કરો]

લેખને અનુરૂપ શ્રેણીમાં મૂકવા માટે જે તે લેખને અંતે [[શ્રેણી:_________]] ઉમેરી દો. દર્શાવેલી ખાલી જગ્યામાં તે શ્રેણીનું નામ લખો. દા. ત. શ્રેણી:ભજન

ઢાંચો શું હોય છે? એનો ઉપયોગ કઈ સ્થિતિમાં કરાય?[ફેરફાર કરો]

ઢાંચો એ પહેલેથી નિશ્ચિત કરાયેલા કમાન્ડની માલિકા છે. જે કાર્યો વારંવાર કરવા પડે તેને ટાળવા ઢાંચા વપરાય છે. દા.ત. કોઈ લેખમાં તમારે એક કોઠો બનાવવો પડે છે, જે તમારે દરેક લેખમાં વાપરવાનો થાય છે. તો દર વખતે કોઠા બનાવવાની પળોજણમાં બગડતો સમય અટકાવવા ઢાંચા વપરાય છે. આ ઢાંચાને બે છગડિયા {{ અને }} કૌંસમાં લખાય છે. તે બનાવવો ઘણો અટપટો છે. પણ મહાવરાથી ઢાંચા વાપરી શકાય છે.