વીર પુરુષ તે ક્યાં છે?

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

વીરપુરુષ તે ક્યાં છે ભાઇ વીરપુરુષ તે ક્યાં છે ?
મદ માતા ક્ષત્રી સંહાર્યા, પરશુરામ તે ક્યાં છે? ભાઇ - વીર૦
નિઃશંક પાપી રાક્ષસ રોળ્યાં, રામચંદ્ર તે ક્યાં છે? ભાઇ - વીર૦
સંસ શિશુપાળ મુરાદિ માર્યા, વસુદેવસુત તે ક્યાં છે? ભાઇ - વીર૦
કપટી બળીયા કૌરવ છેદ્યા, કૃષ્ણાર્જુન તે ક્યાં છે? ભાઇ - વીર૦
પરદેશી શક યવનને જીત્યા, નૃપ વિક્રમ તે ક્યાં છે? ભાઇ - વીર૦
છે તે સંધા અહીં પણ કહે છે, સંપજનમાં ક્યાં છે? ભાઇ - વીર૦
સંપ શૌર્ય જ્યાં જનમાં સ્હોયે, વીર પુરુષ તે ક્યાં છે? ભાઇ - વીર૦

નર્મ કવિતા- પૃ૦ ૪૯૫