લખાણ પર જાઓ

વેણીનાં ફૂલ/બીજી આવૃત્તિ

વિકિસ્રોતમાંથી
વેણીનાં ફૂલ
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮





 :: બીજી આવૃત્તિ ::


બ્હેનો,

ભાઇની પહેલી ખોઇ તો તમે જલ્દી ખુટાડી નાખી. વગડાનાં ફુલો વડે પણ તમારાં અંબોડા શણગારવા તમને ગમ્યા ખરા. તમારો ગુણ કેમ ભૂલાય? તમે મારામાં નવી હોંશ મૂકી દીધી છે. હું તમારે સાટુ નવા ડુંગરોમાં ભમું છું નવા ફુલો વીણું છું.


અધિકમાસ
પૂર્ણિમા
૧૯૮૪
}
તમારો ઓશીંગણ
બંધુ