વેણીનાં ફૂલ
વેણીનાં ફૂલ ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ |
શ્રી ભાનુમતી સ્મારક માળા : ૧ :
વેણીનાં ફૂલ
પ્રકાશકો:
ભાવનગર મહિલા વિદ્યાલય તરફથી
સૌ. વિનોદિની ર. યાજ્ઞિક
શ્રી બળવંતરાય ગો. મહેતા
મંત્રીઓ,
ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ
ભાવનગર
|
|
અમૃતલાલ દલપતભાઈ શેઠ,
સૌરાષ્ટ્ર મુદ્રણાલય : રાણપુર
મારા મીઠા ગૃહ–સંસારનો આ ફાલ
શ્રી ભાવનગર મહિલા વિદ્યાલયની
વિદ્યાર્થીની બહેનોને
બ્હેન ........................... ને
....................................
તરફથી
|
ગીત | ||
૧૯ | રાતો રંગ | ૩૫ |
૨૦ | દરિયાની માછલી [પ્રથમ કડી લોકગીતની] | ૩૭ |
૨૧ | આભનાં દીવડા | ૩૯ |
૨૨ | આભનાં મોતી | ૪૨ |
૨૩ | આભનાં ફુલો | ૪૪ |
૨૪ | આભનાં ચંદરવા | ૪૬ |
૨૫ | ઉભાં રો' રંગગવાદળી | ૪૯ |
૨૬ | ચારણ-કન્યા | ૫૧ |
૨૭ | વીંઝણો | ૫૭ |
૨૮ | માલા ગુંથણ [શાહજહાં'માંનું અનુવાદિત] | ૫૯ |
૨૯ | બસંતની વનદેવી | ૬૦ |
૩૦ | કાંઠે રમનારા [*રવિબાબુના 'શિશુ'માંથી અનુવાદ] | ૬૩ |
૩૧ | બ્હેન હિન્દવાણી | ૬૬ |
૩૨ | તલવારનો વારસદાર | ૭૧ |
જાણવા જેવા શબ્દોનો કોષ | ૭૪ |
*પહેલી આવૃત્તિમાં સરત ચૂકથી આ ઉલ્લેખ રહી ગયેલો.
મુંબાઈ : આર. આર. શેઠ એન્ડ કુ।.
પ્રિન્સેસ સ્ટ્રીટ
અમદાવાદ : એસ. જે શાહ માદલપુર.
ભાવનગર : શ્રી મહિલા વિદ્યાલય
બ્હેનો,
ભાઇની પહેલી ખોઇ તો તમે જલ્દી ખુટાડી નાખી. વગડાનાં ફુલો વડે પણ તમારાં અંબોડા શણગારવા તમને ગમ્યા ખરા. તમારો ગુણ કેમ ભૂલાય? તમે મારામાં નવી હોંશ મૂકી દીધી છે. હું તમારે સાટુ નવા ડુંગરોમાં ભમું છું નવા ફુલો વીણું છું.
પૂર્ણિમા ૧૯૮૪ |
} | બંધુ |
બાલકો, કુમારો, યુવકો ઇત્યાદિ માટે ખાસ સાહિત્ય પ્રગટ કરવાનો આજે યુગ બેઠો છે. અમને યે અમારા મહિલા વિદ્યાલયને અંગે ન્હાની મોટી સહુ બ્હેનો માટેનું ઉચિત સાહિત્ય કાઢવાનો ધર્મ લાગ્યો. અલ્પ આરંભ કરવા માટે એક સ્નેહી ભાઈ મનસુખલાલ પ્રેમજી પારેખ તરફથી રૂ. ૫૦૦) પણ મળી ગયા. એમની ઈચ્છા પ્રમાણે અમે આ માલાનું નામ "શ્રી. ભાનુમતી પ્રકાશન માલા" રાખ્યું છે.
માલાના પ્રથમ પુષ્પ તરીકે આ ‘વેણીના ફૂલ’ ધરતાં હર્ષ થાય છે. આ પુસ્તકના કર્તાની મહિલા વિદ્યાલય પ્રતિની મમતા તો જાણીતી છે. કન્યાઓની માગણીથી અગાઉ એમણે “બલિદાન” નાટક લખી આપેલું ને તે કન્યાઓએ હોંશે હોંશે ભજવેલું. એમની પાસે લોકગીતો ગવડાવીને પણ એમનો ભંડાર કન્યાઓએ ખૂટવાડ્યો. એ ખૂટમંથી જ આ સ્વતંત્ર નવાં કન્યા-ગીતોની સરણી ઉછળી.
ભલે આવી એ ખૂટ !
કન્યાઓએ, મોટી મહિલા-બ્હેનોએ ને અમે સહુએ આ ગીતોમાં ઉંડો રસ લીધો છે. કન્યા-શિક્ષણમાં આવી
કૃતિની ઉપયોગિતા મોટી છે. કન્યા-સાહિત્યની તૂટ ભોગવતા યુગમાં આવો પ્રયાસ, પ્રયાસ તરીકે પણ આદરણીય છે.
પરંતુ અમે તો આ ગીતો પરત્વે જાતિ-ભેદ પણ પાડવા નથી માગતા. પુરૂષ-હૃદયને પણ એ નિર્મલ રસ આપે છે. શિક્ષણના સર્વ પ્રેમીઓ પ્રતિ વિનતિ છે કે શિક્ષણ-સંસ્થાઓમાં આ ગીતોનું સ્થાન નક્કી કરે.
પ્રથમ આવૃત્તિમાં એક ફરજ બજાવવી રહી ગઈ હતી: અને તે ભાઇશ્રી રવિશંકર રાવળનું ઋણ સ્વીકારવાની. મુખ પૃષ્ટ પરનું ભાવવાહી ચિત્ર કો’ કવિના શિઘ્ર ઉર્મિ કાવ્ય સરખું એમની પીંછીમાંથી ખાસ ‘વેણીના ફુલ’ માટે જ સરી પડ્યું છે અને ભેટ રૂપે મળ્યું છે.
ભાવનગર ચૈત્રી પૂર્ણિમા ૧૯૮૪ |
} | બલવંતરાય ગોપાલજી મહેતા મંત્રીઓ, ભાવ. સ્ત્રી. કે. મં. |
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |