વેણીનાં ફૂલ/આભનાં ચંદરવા
Appearance
← આભનાં ફુલો | વેણીનાં ફૂલ આભનાં ચંદરવા ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ |
ઉભાં રો' રંગગવાદળી → |
આભમાં ચાકળા ને ચંદરવા
કે આવડા કેણે ચોડ્યા રે લોલ !
આભમાં રે’ એક રજપૂતાણી
કે મૈયર આણે આ₠વી રે લોલ.
પરણ્યો ચોરીયેથી ચાલ્યો છે
કે મીંઢળ નથી છૂટ્યા યે લોલ.
ગાજતી ઘોડીએ ઘુઘરમાળ
કે રજપૂત રણે ચડ્યો રે લોલ.
જાય છે કામધેનના ચોરનારા !
કે એકલો જુદ્ધ માંડે રે લોલ.
આવશે ઓણને પોર દિવાળી !
કે સુંદરી વાટ્યું જોતી રે લોલ.
વાટડી જોઈ જોઈ દિનડા ન ખૂટે
કે એણે ઉદ્યમ લીધા રે લોલ.
કંથને સંભારી સંભારી
કે હીરનાં ભરત ભર્યાં રે લોલ.
આભની ઓસરીમાં પાથરિયાં
કે આણલાં અતિ ઘણાં રે લોલ.
[૧]ભરિયલ સાત રખ્યની સમશેરૂં
કે સાયબો કેડ્યે લેશે રે લોલ.
[૨]ભરિયલ ધ્રુવ તારાની ઢાલું
કે અવચળ ઘાવ ઝીલે રે લોલ.
[૩]ભરિયલ વીંછીડાની વાઘું
કે ઘોડલે ચડાવશું રે લોલ.
🙖
- ↑ સાતરખ્ય (સપ્તર્ષિ)નું નક્ષત્ર તલવારના આકારનું દેખાય છે.
- ↑ ૨ ધ્રુવતારો અવિચળ હોવાથી ઢાલનો ભાવ ઉઠે છે
- ↑ વીંછીડાનું નક્ષત્ર ઘોડાની વાઘ (લગામ) જેવું દેખાય છે.
- ↑ આકાશ–ગંગા આભને એક છેડેથી બીજે છેડે લંબાયલી દેખાય છે, તેથી તોરણ સમી કલ્પી છે.
- ↑ ચંદ્ર વીંઝણા સમ ગોળાકાર દેખાય છે.
- ↑ હરણીનું નક્ષત્ર ચોપાટ જેવું ચોખંડું હોય છે. વચ્ચે બીજાં ચાંદરડાં સોગઠાં સરીખાં ભાસે છે