પૃષ્ઠ:Venina Ful.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૪૬આભના ચંદરવા


આભમાં ચાકળા ને ચંદરવા
કે આવડા કેણે ચોડ્યા રે લોલ !

આભમાં રે’ એક રજપૂતાણી
કે મૈયર આણે આ₠વી રે લોલ.

પરણ્યો ચોરીયેથી ચાલ્યો છે
કે મીંઢળ નથી છૂટ્યા યે લોલ.

ગાજતી ઘોડીએ ઘુઘરમાળ
કે રજપૂત રણે ચડ્યો રે લોલ.

જાય છે કામધેનના ચોરનારા !
કે એકલો જુદ્ધ માંડે રે લોલ.

આવશે ઓણને પોર દિવાળી !
કે સુંદરી વાટ્યું જોતી રે લોલ.