વેણીનાં ફૂલ/જાણવા જેવા શબ્દોનો કોષ

વિકિસ્રોતમાંથી
← તલવારનો વારસદાર વેણીનાં ફૂલ
જાણવા જેવા શબ્દોનો કોષ
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮




જાણવા જેવા શબ્દો

અનહદ :(હદ વિનાનું) આકાશ
અસળ : નહિ સળેલું, સારૂં (અનાજ)
અંકાશી : (આકાશી) અતિ ઉંચો
આંગડી : અંગરખું
આંધી : (અંધી) વંટોળિયો
ઓરણાં : અનાજની વાવણી કરવાનું હળ
કાંટ્ય : ઝાડી
કાંકણી : કંકણ
કૂંખ : ગર્ભ : પેટ
કોળાંબડો : ઝાડની નમેલી ડાળીઓ, જેના ઉપર બાળકો ‘ઓળ કોળાંબડો’ રમે છે.
.
.
.

ખાંભી :પાળીઓ
ગડ્યાં : વગડ્યાં
ગભરૂડી : ગરીબ, પોચી
ગા–ગોઝારો : ગાયને મારનારો
ગુલેનાર : એ નામનાં ફુલો
ગેબ  : આકાશ
ગોકળી : ગોવાળ
ગોહર : ગહ્વર : ગુફા
ગોબો : છેડા ઉપર ગાંઠવાળી લાકડી
ગોંદરો : ગામને પાદર ગાયોને ઉભા રહેવાની જગ્યા
ઘમસાણ : લડાઇ
ઘોળવું : (પશુઓને) સીમમાં હાંકી જવા
ઘોલકી : રમત માટે બાંધેલાં ઘર

ચબૂતરો : પક્ષીઓને ચણ નાખવાનું ગામ વચ્ચેનું સ્થળ. ઓટો અથવા છત્રી પણ કહેવાય છે.
ચાકળા ચાંદરવા : ઘરની ભીંત પર હીર મોતી ના ભરેલા પડદા
ચૂલ : ચોટલો
જૂની પાની : જૂની
જૂવાળ : ભરતી
ટોડલો : બારણાની ઉપર બન્ને બાજુનાં બહાર રહેતાં લાકડાં
ટોયા : ખેતરમાંથી પંખી ઉડાડનાર
ટોયલું : ટબૂડી, લોટી
ડાઘુ : શબની સાથે સ્મશાને જનારાઓ
ડોલર ફીણ : ડોલર ફુલ જેવાં શ્વેત ફીણ
ડાયરા : ગામડાંનાં લોકોની મંડળી
ઢેલડદે : ઢેલ્ય
.
.
.
.
.

તાંસળી : કાંસાનો વાટકો
થોભ : ટેકો
દખણાદું : દક્ષિણ દિશાનું
ધોરી : બળદ
નેવલે : નેવાં ઉપર
નખતર : નક્ષત્ર
નાવલી : એ નામની નદી છે
પતાળ : પાતાળ
પ્રવાલ : પરવાળાં
પનીઆરી : પાણી ભરતી સ્ત્રી
પેટાળ : ખીણ
બડકંદાજ : બંદૂક વાળા
ભતવારી : ખેતરે ભાત લઇ જનારી સ્ત્રી
ભેર : મદદ
ભેંકાર : ભયંકર
મરજીવા : દરિયામાંથી મોતી કાઢનારા
મહીયારી : ગોવાલણ
માઝમ રાત : મધ્ય રાત્રિ
મેઘલ : વાદળાનું
મોલાત્યું : મહેલો
માટી : મરદ

રેળાય : ચોળાય
લાખેણી : કિંમતી
લોટ : મોજાં
વીંચવું : મીંચવું : બીડવું
વાંભડી : ગાય ભેંસને બોલવવાનો ગોવાળોનો અવાજ
વેકરો : વેકુરી
વેળુ : વેકુરી
.

વ્રેહમંડ : બ્રહ્માંડ
હાથેળી : હથેળી
હીંહોરા : ગાયની બૂમો
હાલાં : હાલરડાં
સરવર : સરોવર
શિવરાજ : શિવાજી મહરાજ
શ્રીકાર : સુંદર
શબદ : શબ્દ