લખાણ પર જાઓ

શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૧. છઠ્ઠું દિશા પરિમાણ વ્રત

વિકિસ્રોતમાંથી
← ૧૦. પાંચમું અણુવ્રત શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૧૧. છઠ્ઠું દિશા પરિમાણ વ્રત
જૈન ધાર્મિક સાહિત્ય
૧૨. સાતમું વ્રત →


૧૧. છઠ્ઠું દિશા પરિમાણ વ્રત


(પહેલું - ગુણવ્રત - છ દિશાઓની મર્યાદા કરી તેની બહાર ન જવા સંબંધી)

છઠ્ઠું દિસિ વ્રત - છઠ્ઠું દિશાઓની મર્યાદા બાંધવાનું વ્રત
ઉડ્ઢદિસિનું યથા પરિમાણ - ઊંચી દિશાની જે મર્યાદા કરી હોય,
અધો દિસિનું યથા પરિમાણ - નીચી દિશાની જે મર્યાદા કરી હોય,
તિરિય દિસિનું યથાપરિમાણ - તિરછી (વચલી) જમીનની દિશાની ઉત્તર, પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશાની જે મર્યાદા કરી હોય,


એ યથા પરિમાણ કીધું છે, તે ઉપરાંત સઈચ્છાએ []કાયાએ જઈને પાંચ આશ્રવ[] સેવવાનાં પચ્ચક્ખાણ -

જાવજ્જીવાએ, દુવિહં, તિવિહેણં, ન કરેમિ, ન કારવે મિ, મણસા, વયસા, કાયસા એવા છઠ્ઠા દિસિ વેરમણં વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા ન સમાયરિવ્વા તંજ્હા તે આલોઉં

ઉડ્ઢ દિસિ પ્પમાણાઈક્કમે - ઊંચી દિશાની મર્યાદા ઓળંગી હોય
અધો દિસિ પ્પમાણાઈક્કમે - નીચી દિશાની મર્યાદા ઓળંગી હોય
તિરિય દિસિ પ્પમાણાઈક્કમે - તિરછી (વચલી) દિશા એટલેકે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશાની મર્યાદા ઓળંગી હોય
ખેતવુડ્ઢી - એક દિશાની મર્યાદા ઘટાડી બીજી દિશાની મર્યાદા વધારી હોય
સઈ અંતરદ્ધાએ - સંદેહ પડયા છતાં આગળ જવાયું હોય

એહવા છઠ્ઠા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.

  1. પોતાની ઈચ્છાથી મર્યાદા કરેલ જગ્યાની બહાર જવું નહિ
  2. મિથ્યાત્વ, અવ્રત પ્રમાદ, કષાય, અશુભ યોગ- એ પાંચ આશ્રવ છે.