શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૨. સાતમું વ્રત
← ૧૧. છઠ્ઠું દિશા પરિમાણ વ્રત | શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી) ૧૨. સાતમું વ્રત જૈન ધાર્મિક સાહિત્ય |
૧૩. આઠમું વ્રત → |
૧૨. સાતમું વ્રત
સાતમું વ્રત- સાતમું વ્રત
ઉવભોગ - જે વસ્તુ એકવાર જ ભોગવાય તે ખાન પાનાદિ વગેરે
પરિભોગવિહિં - જે વસ્તુ વારંવાર ભોગવી શકાય તે ઘરેણાં કપડાં વગેરે તેની મર્યાદા
પચ્ચક્ખાયમાણે - બંધી કરવી, તેના પચક્ખાણ કરવા.
૧) ઉલ્લણિયાવિહિં - અગં લુછવાના વસ્ત્ર, ટુવાલની જાત અને સંખ્યા મર્યાદા
૨) દંતણવિહિં - દાતણની જાત અને સંખ્યાની મર્યાદા
૩) ફલવિહિં - અરીઠા પ્રમુખ નહાવાના ફળની જાત અને સંખ્યાની મર્યાદા
૪) અબ્ભંગણવિહિં - મર્દન કરવા યોગ્ય તેલની જાત અને સંખ્યાની મર્યાદા
૫) ઉવ્વટણવિહિં - પીઠી વગેરે શરીરે ચોળવાની વસ્તુની જાત અને સંખ્યાની મર્યાદા
૬) મજ્જણવિહિં - નાહવાનાં પાણી વગેરેની મર્યાદા (એક દિવસમાં
૭) વત્થવિહિં - પહેરવાના વસ્ત્રની સમ્ખ્યા કે મૂલ્યની મર્યાદા
૮) વિલેવણવિહિં - સુખડ, અત્તર, તેલ આદિ વિલેપન કરવાની વસ્તુની મર્યાદા (સુખડ અંતર)
૯) પુષ્ફવિહિં - ફૂલની જાત, સંખ્યાની મર્યાદા
૧૦) આભરણવિંહિં - ઘરેણાંની જાત, સંખ્યાની મર્યાદા
૧૧) ધુપવિહિં - ધૂપની જાત; વજનની મર્યાદા
૧૨) પેજ્જવિહિં - પીવાનાં પદાર્થોની અને માપની મર્યાદા (ઓસડ-ચહા, કૉફી, દૂધ વગેરે વસ્તુની મર્યાદા)
૧૩) ભક્ખણવિહિં - સુખડી મિષ્ટાન્નની જાત અને તેના વજન વગેરેની મર્યાદા
૧૪) ઓદણવિહિં - ચોખા વગેરે ૨૪ જાતના ધાન્યની જાત અને તેના માપની મર્યાદા
૧૫) સૂવવિહિં - કઠોળની જાત અને માપની મર્યાદા
૧૬) વિગયવિહિં - ઘી, તેલ, ગોળ, દૂધ, દહીં વગેરે વસ્તુની જાત અને તેનાં માપની મર્યાદા
૧૭) સાગવિહિં - લીલોતરી શાકની જાત અને વજનની મર્યાદા
૧૮) માહુરવિહિં - મધુર ફળની જાત અને વજનની મર્યાદા
૧૯) જેમણવિહિં - જમવાના પદાર્થોની મર્યાદા
૨૦) પાણિવિહિં - પીવાના પાણીની મર્યાદા
૨૧) મુહવાસવિહિં - સોપારી લવીંગ એલચી વગેરે મુખવાસની જાત અને વજનની મર્યાદા
૨૨) વાહણવિહિં - વાહનની જાત્ આને સંખ્યાની મર્યાદા
૨૩) ઉવાહણવિહિં - પગરખાંની જાત અને સંખ્યાની મર્યાદા
૨૪) સયણવિહિં - શય્યા પલંગ વગેરે સૂવા બેઅસવાની વસ્તુનોપ્રકાર અને સંખ્યાની મર્યાદા
૨૫) સચિત્તવિહિં - સચેત (જીવરહિત) ખાવાની જાત અને સંખ્યાની મર્યાદા
૨૬) દવ્વવિહિં - ખાવા પીવાના અન્ય દ્રવ્યોની મર્યાદા
ઈત્યાદિનું યથા પરિમાણ કીધું છે, તે ઉપરાંત ઉવભોગ પરિભોગ ભોગ નિમિત્તે ભોગવાનાં પચ્ચક્ખાણ જાવજ્જીવાએ એગવિહં તિવિહેણ ન કરેમિ મણસા, વયસા, કાયસા-એહવા સાતમા ઉવભોગ-પરિભોગ
દુવિહે - બે પ્રકારે
પન્નત્તે - કહ્યા છે
તં જહા - તે આ પ્રમાણે
ભોયણાઉ ય - ભોજન સંબંધી
કમ્મઉ ય – કર્મ (વ્યાપાર) સંબંધી
ભોયણાઉ ય - ભોજન સંબંધી
સમણોવાસએણં - શ્રમણોપાસક - શ્રાવકને
પંચઅઈયારા - પાંચ અતિચાર
જાણિયવ્વા - જાણવા
ન સમાયરિયવ્વા - (પણ) આચારવા નહિ
તં જહા - તે જેમ છે તેમ
તે આલોઉં - કહું છું
સચિત્તાહારે - મર્યાદાથી ઉપર સચેત વસ્તુ (વનસ્પતિ) નો ઉપયોગ કર્યો હોય
સચિત્ત પડિબદ્ધા હારે - સચ્ચેત વસ્તુ સાથે લાગેલી અચેત વસ્તુ (વૃક્ષને અલગેલ ગુંદર વગેરે) નો ઉપયોગ થયો હોય
અપ્પોલિઓસહિ ભક્ખણાયા - થોડી કાચી અને થોડી પાકી, વસ્તુમાં જીવના પ્રદેશ રહી ગયા હોય એવી વસ્તુ ખાધી હોય (તરતના તૈયાર કરેલાં ખારિયાં)
દુપ્પોલિઓસહિ ભક્ખણાયા - દુષ્ટ રીતે કે માઠી રીતે પકવેલી વસ્તુ ખાધી હોય (ભડથા, પોંક વગેરે)
તુચ્છોસહિ ભકખણયા - તુચ્છ આહાર, ખાવું થોડું અને નાખી દેવું જાજું એવી વસ્તુ ખાધી હોય (સીતાફળ, શેરડી)
કમ્મઓણં - કર્મ એટલે કે વ્યાપાર સંબંધી
સમણો વાસએણં - શ્રાવકને
પન્નરસ કમ્માદાણાઈં - પંદર પ્રકારે કર્મ બંધાય, પાપ લાગે એવા ઠેકાણા
જાણિયવ્વા - જાણવા
ન સમાયરિયવ્વા - આચરવા નહિ
તં જહા - જેમ છે તેમ
તે આલોઉં - કહુ છું
૧) ઈંગાલક્કમે - અગ્નિનો વ્યાપાર કીધો હોય (લુહાર, ભાડભૂંજા વગેરે)
૨) વણકમ્મે- મોટાં મોટાં વનનાં ઝાડો કપાવી કીધા હોય
૩) સાડી કમ્મે - સોડ કરીને વસ્તુ વેચવાનો ધંધો કર્યો હોય (ગળી દારૂ) (અન્ય અર્થે - ગાડું રથ, જહાજ, મોટર બનાવી વેચવાનો)
૪) ભાડી કમ્મે - ગાડાં ઘર વગેરે નવા કરાવી તેનાં ભાડા ખાવાનો વેપાર કર્યો હોય
૫) ફોડી કમ્મે - પૃથ્વીના પેટ ફોડવાનો ધંધો કર્યો હોય (કૂવા વાવ આદિ)
૬) દંત વાણિજ્જે - હાથી દાંત, હાડકાં, શીંગડા વગેરેનો વેપાર ક્રીધો હોય
૭) કેસ વાણિજ્જે - ચમરી ગાય વગેરેના વાળનો વેપાર કર્યો હોય
૮) રસ વાણિજ્જે - દારૂ, માંસ, મધ, માખણ, ચરબી આદિ રસનો વ્યાપાર કીધો હોય
૯) લક્ખ વાણિજ્જે - લાખ આદીનો વ્યાપાર કીધો હોય
૧૦) વિસ વાણિજ્જે - ઝેર, અફીણ, સોમલ, જંતુ મારવાની દવા વગેરેનો વ્યાપાર કીધો હોય
૧૧) જંત પિલ્લણકમ્મે - તલ, શેરડી, મગફળી, કપાસ વગેરેને સંચાઓ વડે પિલવાનાં કાર્ય કર્યા હોય
૧૨) નિલ્લંછણકમ્મે - અંગોપાંગ છેદવા (આખલા - ઘોડાને ખસી કરવા, ડામ દીધા હોય) વગેરેના
૧૩) દવગ્ગિદાવણિયા - જંગલ, ખેતર, પર્વત વગેરે આગ લગાવાના ધંધા કર્યા હોય
૧૪) સર દહ તલાગ પરિસોસણયા - સરોવર, કૂવા, તળાવ આદિ ઉલેચવાના તથા સોસવાનાં ધંધા કર્યા હોય
૧૫) અસઈ જણ પોસણયા - હિંસક પશુ, ગુલામ દુરાચારી મનુષ્યો વગેરે આજીવીકા અર્થે પાલનપોષણ કર્યુ હોય
એહવા સાતમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી પાંચ