શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૫. દસમું દેશાવગાસિક વ્રત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૪. નવમું સામાયિક વ્રત શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૧૫. દસમું દેશાવગાસિક વ્રત
જૈન ધાર્મિક સાહિત્ય
૧૬. અગિયારમું પરિપૂર્ણ પૌષધવ્રત →


૧૫. દસમું દેશાવગાસિક વ્રત


(બીજું શિક્ષાવ્રત)


દશમું દેશાવગાસિક વ્રત - દશમું, દિશાની અને ભોગોપભોગની અમુક મર્યાદા બાંધવાનું વ્રત.

દિન પ્રત્યે પ્રભાત થકી પ્રારંભીને પૂર્વાદિક છ દિશિ જેટલી ભૂમિકા મોકળી રાખી છે, તે ઉપરાંત, સઈચ્છાએ, કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચક્ખાણ,

દુવિહં તિવિહેણં, નકરેમી, નકારવેમી, મણસા, વયસા, કાયસા, જેટલી ભુમિકા મોકળી રાખી છે, તે માંહિ જે દ્રવ્યાદિકની મર્યાદા કીધી એ, તે ઉપરાંત ઉવભોગ, પરિભોગ, ભોગ નિમિત્તે ભોગવવાનાં પચ્ચક્ખાણ, જાવ અહોરત્તં, એગ વિહં, તિવિહેણં, નકરેમી, નકારવેમી, મણસા, વયસા, કાયસા એવા દશમાં દેશાવગાસિક વ્રતના પંચઅઈયરા જાણિયવ્વા ન સમાયરિયવ્વા તં જહા તે આલોઉં

આણવણપ્પઓગે - મર્યાદાની બહારથી વસ્તુ મંગાવી હોય

પેસવણપ્પઓગે - મર્યાદાની બહારની ચાકર દ્વારા વસ્તુ મંગાવી હોય અગર બહાર મોકલી હોય
સદ્દાણુવાએ - સાદ કરી મર્યાદાની બહારથી કોઈને બોલાવ્યો હોય
રૂવાણુવાએ - પોતાનું રૂપ બતાવીને મર્યાદા બહાર કોઈને બોલાવી હોય કે વસ્તુ મંગાવી હોય
બહિયા પોગલ પક્ખવે - કાકરો આદી નાખી મર્યાદા બહારથી કોઈને બોલાવેલ હોય
તસ્સ મિચ્છામિ દુક્કદમ - મારૂં પાપ મિથ્યા થાઓ

એહવા દશમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.