લખાણ પર જાઓ

શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૬. અગિયારમું પરિપૂર્ણ પૌષધવ્રત

વિકિસ્રોતમાંથી
← ૧૫. દસમું દેશાવગાસિક વ્રત શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૧૬. અગિયારમું પરિપૂર્ણ પૌષધવ્રત
જૈન ધાર્મિક સાહિત્ય
૧૭. બારમું અતિથિ સંવિભાગવ્રત →


૧૬. અગિયારમું પરિપૂર્ણ પૌષધવ્રત

(ત્રીજું શિક્ષાવ્રત)

(ધર્મધ્યાન વડે આત્માને પોષવો તે પૌષધવ્રત અનાદિકાળથી હિંસા, આહાર, મૈથુન અને પરિગ્રહના ભાવો તોડી અહિંસક, અણાહારી, અવેદી અને અપરિગ્રહી પદ પ્રાપ્ત કરવા માટેનું વ્રત)

અગિયારમું ડિપુણ્ણ - અગિયારમું ધર્મ કરણીથી

પોષધવ્રત - આત્માને પોષવાનું વ્રત (એટલે પાપરહિત થઈ સંવરે કરી આત્માને પોષવું)
અસણં પાણં ખાઈમં - અન્ન, પાણી, મેવો અને
સાઈમંના પચ્ચકખાણ - મુખવાસ ખાવાના પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ,બંધી, બાધા આદિ)
અબંભંના પચ્ચક્ખાણ - મૈથુન સેવવા ના પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ,બંધી, બાધા આદિ)
મણિસુવણ્ણના પચ્ચક્ખાણ - ઝવેરાત સોનુ વગેરે રાખવાના ના પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ,બંધી, બાધા આદિ)
માલાવન્નગ વિલેવણના પચ્ચક્ખાણ - ફૂલથી માળા કે ચંદન વગેરે વિલેપન કરવાના ના પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ,બંધી, બાધા આદિ)
સત્થ મુસલાદિક સાવજ્જ જોગના પચ્ચક્ખાણ - શસ્ત્ર, સાંબેલા, હથિયાર વગેરેથી, પાપકારી કાર્ય કરવાના પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ,બંધી, બાધા આદિ)
જાવ અહોરંત્ત પજ્જુવાસામિ - એક દિવસ અને રાત્રિ (આઠ પ્રહર સુધી) તે પ્રમાણે કરીશ.

દુવિહં તિવિહેણં, નકરેમી, નકારવેમી, મણસા, વયસા, કાયસા, એવી મારી સદહણા પ્રરૂપણાએ કરી પોષાનો અવસર આવે, અને પોષો કરીએ, તે વારે સ્પર્શનાએ કરી શુધ્ધ હોજો, એવા અગિયારમા પરિપૂર્ણ પોષધ વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા ન સમાયરિયવ્વા તં જહા તે આલોઉં:

અપ્પડિલેહિયં દુપ્પડિલેહિયં સિજ્જાસંથારએ - પાટ, પથારી આદિનું બરાબર તપાસીને પડિલેહણ કે પ્રતિલેખના કરી ન હોય, અને કર્યું હોય તો માઠી રીતે કર્યું હોય,
અપ્પમજ્જિયં દુપ્પમજ્જિયંસિજ્જાસંથારએ - પાટ પથારી આદિને પોંજી ન હોય અથવા પ્રમાર્જના કરી ન હોય, અને કરી હોય તો, માઠી રીતે (ઉપેક્ષા કરી) કરી હોય

અપ્પડિલેહિયં દુપ્પડલેહિયં ઉચ્ચારપાસવણ ભૂમિ - પેશાબ તથા દિશાએ જવાની ભુમિ (લઘુનીત, વડીનીત), બરાબર જોઈ ન હોય (પ્રતિલેખના કરી ન હોય), અને કરી હોય, તો માઠી રીતે કરી હોય,
અપ્પમજ્જિયં દુપમજ્જિયં ઉચ્ચારપાસવણ ભૂમિ – પેશાબ તથા દિશાએ જવાની ભૂમિ (લઘુનીત, વડીનીત), પોંજી ન હોય (પ્રમર્જના કરી ન હોય), અને કરી હોય તો, માઠી રીતે કરી હોય
પોસહસ્સ સમ્મં અણાણુપાલણયા - પૌષધ વ્રતનું વિધિપૂર્વક, રૂડી રીતે પાલન ન કર્યું હોય,
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારૂં પાપ મિથ્યા થાઓ

એહવા અગિયારમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં. </poem>