લખાણ પર જાઓ

શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૭. બારમું અતિથિ સંવિભાગવ્રત

વિકિસ્રોતમાંથી
← ૧૬. અગિયારમું પરિપૂર્ણ પૌષધવ્રત શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૧૭. બારમું અતિથિ સંવિભાગવ્રત
જૈન ધાર્મિક સાહિત્ય
૧૮. સંથારો-સંલેખના સૂત્ર →


૧૭. બારમું અતિથિ સંવિભાગવ્રત

(ચોથું શિક્ષાવ્રત)

(અનાદિકાળથી લાજ, શર્મા, ભય અગર સાંસારિક પદાર્થોની આશાએ તથારૂપના સાધુ-સાધ્વીજીઓને, આધાકર્મી, અસૂઝતાં આહાર , પાણી વહોરાવી વ્રતની વિરાધના કરી હોય, તેને તોડી અનંત ગુણો પ્રગટાવવા માટે સાધુ-સાધ્વીજીને નિર્દોષ, પ્રાસુક આહાર પાણી વહોરાવવાનું વ્રત)

બારમું - બારમું
અતિથિ - જેઓને આહાર પાણી વહોરાવવાની (લેવા આવવાની) નક્કી તિથી નથી; તે અતિથિ
સંવિભાગ વ્રત - પોતાનામાંથી વિભાગ કરવા રૂપ વ્રત (સાધુ સાધ્વીજી પધારે તો મારે જે ખાવા પીવાની ચીજ છે તેમાથી તેમને વહોરાવું તેવી ભાવના)
સમણે - સાધુ મુનિને (સાધ્વીજીને)
નિગ્ગંથે - નિર્ગથને (જેમને કોઈપણ જાતનો પરિગ્રહ નથી)
ફાસુ - જીવ રહિત (અચેત વસ્તુ)
એસણિજ્જેણે - નિર્દોષ
અસણં - અન્ન રાંધેલુ
પાણં - પાણી ૨૦ જાતના આદિ ધોવાણ
ખાઈમં - સુખડી મિષ્ટાન આદિ
સાઈમં - મુખવાસ આદિ
વત્થ - સફેદ વસ્ત્ર

પડિગ્ગહ - પાત્રા
કંબલ - કામળી
પાયપુચ્છણેણં - રજોહરણ ગુચ્છા
પાઢિયારૂ - આપીને પાછી લેવાય તેવી વસ્તુ
પીઢ - પાટ બાજોટ
ફલગ - પાટીયું
સિજ્જા સંથારએણં - શય્યા આદિ પથારી
ઓસહ - ઔષધ (જેમાં એક વસ્તુ હોય)
ભેસજ્જેણં - ઘણી વસ્તુ ભેળવીને
પડિલાભેમાણે - ભાવથી આપતો થકો
વિહરિસ્સામિ - વિચારીશ

એવી મારી સદ્દહણા પ્રરૂપણા એ કરી સુપાત્ર સાધુ સાધ્વીજીની જોગવાઈ મળે અને નિર્દોષ આહાર પાણી વહોરાવું તે વારે સ્પર્શના એ કરી શુધ્ધ હોજો.

એવાં બારમા અતિથિ સંવિભાગ વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા જાણવા ન સમારિવ્વા તં જહા તે આલોઉં:

સચિત્ત નિક્ખેવણયા - સચેત વસ્તુ ઉપર અચેત વસ્તુ મુકી હોય

સચિત પેહણયા - સચિત વસ્તુ વડે અચેત વસ્તુ ઢાંકી હોય
કાલાઈક્કમે - વસ્તુનો કાળ વિતી ગયા પછી બગડેલી વસ્તુ વહોરાવી હોય
પરોવએસે - પોતે સૂઝતો હોય છતાં બીજાને વહોરાવાનું કહ્યું હોય
મચ્છરિયાએ - દાન આપીને અહંકાર કર્યો હોય
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારૂં પાપ મિથ્યા થાઓ

એહવા બારમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.

(પછી નવકાર મંત્રનો પાઠ બોલવો)