શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૮. સંથારો-સંલેખના સૂત્ર
← ૧૭. બારમું અતિથિ સંવિભાગવ્રત | શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી) ૧૮. સંથારો-સંલેખના સૂત્ર જૈન ધાર્મિક સાહિત્ય |
૧૯. અઢાર પાપસ્થાનક સૂત્ર → |
૧૮. સંથારો-સંલેખના સૂત્ર
અપચ્છિમ - બીજું કાંઈ કામ કરવું રહ્યું નથી
મારણંતિયં - મરણને અંતે
સંલેહણા - તપથી શરીર અને કષાયનું શોષણ કરવાની ક્રિયા
પોષધશાલાપોંજીને - સંથારો કરવાની જગ્યા વાળી સાફ કરીને
ઉચ્ચારપાસવણ ભૂમિકા પડિલેહીને - દિશા તથા પેશાબની જગ્યા નજરે જોઈને
ગમણાગમણે - જતાં આવતાં જીવ (કચર્યા) ચંપાણા હોય તેનું
પડિક્કમીને - પ્રાયક્ષ્ચિત લઈને
દર્ભાદિક સંથારો સંઘરીને - ડાભ વગેરેની પથારી પાથરીને
દર્ભાદિક સંથારો દુરુહીને - ડાભ વગેરેની પથારી ઉપર બેસીને
પૂર્વ તથા ઉત્તર દિશી - પૂર્વ કે ઉત્તર દિશા તરફ
પલ્યં-કાદિ આસને બેસીને - પલાંઠી વાળીને અથવા શક્તિ પ્રમાણે આસન વાળીને
કરયલ સંપરિગ્ગહિયં - બે હાથ જોડીને
સિરસાવત્તં - મસ્તક આવર્તન કરીને
મત્થએ અંજલિ કટ્ટુ - માથા ઉપર બે હાથ જોડેલા રાખીને
એવં વયાસી – એમ કહે
નમોત્થુણં – નમસ્કાર હોજો
અરિહંતાણં – અરિહંત દેવને
ભગવંતાણં – ભગવંતને
જાવ સંપત્તાણં – યાવત મોક્ષ પહોંચેલાઓને
એમ અનંતા સિધ્ધને નમસ્કાર કરીને વર્તમાન પોતાના ધર્મગુરુ ધર્માચાર્ય ને નમસ્કાર કરીને પૂર્વે જે વ્રત આદર્યા છે તે આલોવી-સંભારીને
પડિકમ્મી – પ્રાયશ્ચિત લઇને
નિંદી – દોષોની નિંદા કરીને
નિઃશલ્ય થઇને – ત્રણ પ્રકારના શલ્ય રહિત થઇને
સવ્વં પાણાઇવાયં પચ્ચક્ખામિ – સર્વ પ્રકારે જીવ હિંસા કરવાની બંધી કરીને
સવ્વં મુસાવાયં પચ્ચક્ખામિ – સર્વ પ્રકારનું જૂઠું બોલવાની બંધી કરીને
સવ્વં આદિન્નાદાણં પચ્ચક્ખામિ – સર્વ પ્રકારની ચોરી કરવાની બંધી કરીને
સવ્વં મેહુણં પચ્ચક્ખામિ – સર્વથા મૈથુનની બંધી કરીને
સવ્વં પરિગ્ગહં પચ્ચક્ખામિ – સર્વથા દોલત રાખવાની બંધી કરીને
સવ્વં કોહં પચ્ચક્ખામિ – સર્વથા ક્રોધ કરવાની બંધી કરીને
જાવ મિચ્છાદંસણસલ્લં – મિથ્યા દર્શન શલ્ય
અકરણિજ્જ જોગં પચ્ચક્ખામિ – ન સેવવા જોગને ત્યજુ છું
જાવજ્જીવાએ - જ્યાં સુધી જીવું ત્યાં સુધી
તિવિહં - ત્રણ કરણે કરી
તિવિહેણં - ત્રણ જોગે કરી
ન કરેમિ - હું પાપ કરું નહિ
ન કારવે મિ - બીજા પાસે કરાવું નહિ
કરંતંપિ અન્નનં સમણુજાણામિ - પાપ કરનારને અનુમોદન આપવું નહિ, અને ભલું જાણવું નહિ
મણસા - મને કરી
વયસા - વચને કરી
કાયસા - કાયાએ કરી
એમ અઢારે પાપસ્થાનક પચ્ચક્ખીને - એમ અઢારે પ્રકારે પાપની બંધી કરીને
સવ્વં - સર્વ પ્રકારના
અસણં - અન્ન
પાણં - પાણી
સાઈમં ખાઈમં - મેવો મુખવાસ
ચઉવ્વિહં પિ આહારં પચ્ચક્ખામિ - એ ચાર પ્રકારના આહારની બંધી કરીને
જાવજ્જીવાએ - જીવું ત્યાં સુધી
એમ ચારે આહાર પચ્ચક્ખીને - એ ચારે પ્રકારના આહારની બંધી કરું છું
જં પિયં - જે પણ અને
ઈમં શરીરં - આ મારું શરીર
ઈટ્ઠં - ઈષ્ટકારી
કંતં - કાંત, સુંદર
પિયં - પ્રિય
મણુન્ન - મનગમતું
મણાંમં - મનને અતિ વહાલું
ધિજ્જં - ધીરજ દેનાર
વિસાસીયં - વિશ્વાસના ઠેકાણાવાળું
સમયં - માનવા યોગ્ય
અણુમયં - વિશેષ માનવા યોગ્ય
બહુમયં - ઘણું માનવા યોગ્ય
ભડં કરડંગ સમાણં - ઘરેણાંના ડાબલા સમાન
રયણ કરડંગ ભૂયં - રત્નના કરંડિયા સમાન
માણં સીયં - રખે ટાઢ વાય
માણં ઉણ્હં - રખે તાપ લાગે
માણં ખુહા - રખે ભૂખ કલાગે
માણં પીવાસા - રખે તરસ લાગે
માણં બાલા - રખે સાપ કરડે
માણં ચોરા - રખે ચોર હેરાન કરે
માણં દંસા - રખે ડાંસ કરડે
માણં મસગા - રખે મચ્છર કરડે
માંણ વાઈયં - રખે વ્યાધી ઉપજે
પિત્તિયં - રખે પિત્ત થાય
સંભિમં - ભ્રમ ચક્કર આવે
સન્નિવાઈયં - સન્નેપાત થાય
વિવિહા રોગાયંકા - રખે વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય
પરિસહોવસગ્ગા - (૨૨ પ્રકારના) પરિષહો તથા ઉપસર્ગો થાય
ફાસાફુંસંતી તિકટ્ટુ - એવી રીતના સ્પર્શ થયે થકે
એયં પિયેણં - એવું મારું શરીર વહાલું તે
ચરિમેહિ - છેલ્લા
ઉસાસનિસાસેહિં - શ્વાસોશ્વાસ સુધી
વોસિરામિ - તજું છું
તિકટ્ટુ - એમ કરીને
એમ શરીર વોસિરાવીને - એમ શરીરને તજી દઈને
કાલં અણવકંખમાણે વિહરિસ્સામી - મ્રુત્યુને અણવાંછતો થકો વિચરીશ
એવી સદહણ પ્રરૂપણાએ કરી, અણસણનો અવસર આવ્યે, અણસણ કરું, તે વારે સ્પર્શનાએ કરી શુધ્ધ હોજો
એવા અપચ્છિમ મારણંતિયં - મરણને અંતે કાંઇ વસ્તુ બાકી નહિ
સંલેહણા - આત્માને માઠા કામથી દૂર કરવાના
ઝુસણા - અણસણ સેવવાના
આરાહણાના - આરાધના કરવાના
પંચઅઈયરા - પાંચ અતિચાર
જાણિયવ્વા - જાણવા
ન સમાયરિવ્વા - આચરવા નહિ
તં જહા તે આલોઉં - તે જેમ છે તેમ કહું છું
ઈહલોગાસપ્પઓગે - આ લોકના સાંસારિક સુખની ઈચ્છા કરી કે મરીને મોટા રાજા થઉં વગેરે
પરલોગાસંસપ્પઓગે - પરલોકના સુખની ઈચ્છા કરે કે મરીને મોટો દેવતા થાઉં
જીવીયા સંસપ્પઓગે - જીવવાની ઈચ્છા કરે (ઝાઝા દિવસ જીવું તો ઠીક જેથી સંથારો લંબાય તો લોકમાં મારી આબરૂ વધે)
મરણા સંસપ્પઓગે - મરણની ઈચ્છા કરું (બહું દુઃખ પામું છું તેથી હવે તુરંત મરી જાઉં તો ઠીક)
કામભોગાસંસપ્પઓગે - (સંથારામાં) કામભોગની ઈચ્છા કરે
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારૂં પાપ મિથ્યા થાઓ
એમ સમકિત પૂર્વક - એમ પૂર્વે કહેલા સમકિતના પાઠથી
બાર વ્રત સંલેખ્ણા સહિત - બાર વ્રત્ સંથારાના પાઠ સહિત નવ્વાણુ અતિચાર
એને વિષે જે કોઈ અતિક્રમ વ્યતિક્રમ, અતિચાર, અનાચાર
જાણતાં અજાણતાં, મન વચન, કાયાએ કરી સેવ્યાં હોય,
સેવરાવ્યાં હોય, સેવતાં પ્રત્યે અનુમોદના કરી હોય તો;
અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારૂં પાપ મિથ્યા થાઓ