શ્રી આનંદધન ચોવીશી/શ્રી મુનિસુવ્રત સ્વામી
← શ્રી મલ્લિનાથ સ્વામી | શ્રી આનંદધન ચોવીશી શ્રી મુનિસુવ્રત સ્વામી આનંદધન |
શ્રી નમિનાથ સ્વામી → |
૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
(રાગ: મારું ― કાફી)
મુનિસુવ્રત જિનરાય, એક મુજ વિનતિ નિસુણો,
આતમતત્ત્વ કયું [૧]જાણ્યું જગતગુરુ એહ વિચાર મુજ કહિયો.
આતમતત્ત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિ નવિ લહિયો... મુનિસુવ્રત... ૧
કોઈ અબંધ આતમતત્ત [૨]માને, કોરિયા કરતો દીસે;
કિર્યા તણું ફલ કહો કુણ ભોગવે, ઈમ પૂછ્યું ચિત્ત રીસે... મુનિસુવ્રત... ૨
જડ ચેતન એ આતમ એક જ, સ્થાવર જંગમ સરીખો;
દુઃખ સુખ સંકર [૩]દુષણ આવે, ચિત્ત વિચારીજો પરીખો... મુનિસુવ્રત... ૩
એક કહે નિત્ય જ આતમતત્ત, આતમ દરીશણ લીનો;
કૃત વિનાશ અકૃતાગમ દૂષણ, નવિદેખે મતિહિણો... મુનિસુવ્રત... ૪
સૌગત મત રાહી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો;
બંધ મોક્ષ સુખ દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણો... મુનિસુવ્રત... ૫
ભૂત ચતુષ્ક વર્જિત આત,અતત, સત્તા અળગી ન ઘટે;
અંધ શકટ જો નજર ન દેખે, તો શું કીજે શકટે?.. મુનિસુવ્રત... ૬
એમ અનેક વાદી મત વિભ્રમ, સંકટ પડિયો ન લહે;
રાગદ્વેષ મોહ પખ વર્જિત, આતમ શું રૂઢ મંડી... મુનિસુવ્રત... ૭
વળતું જગગુરુ ઈણિપેરે ભાખે, પક્ષપાત સબ છંડી;
રાગદ્વેષ મોહ પખ વર્જિત, આતમ શું રૂઢ મંડી... મુનિસુવ્રત... ૮
આતમધ્યાન ધરે જો કોઉ, સો ફિર ઇણમેં નાવે;
વાગજાલ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે... મુનિસુવ્રત... ૯
જિણે વિવેક ધરીએ પખગ્રહીયો, તે ત્ત્વજ્ઞાની કહિયે;
શ્રી મુનિસુવ્રત કૃપા કરો તો, આનંદધન પદ લહિયે... મુનિસુવ્રત... ૧૦