શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ ૨ જો ગુરુવંદના
Appearance
← પાઠ ૧ લો નમોક્કાર મંત્ર | શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી) પાઠ ૨ જો ગુરુવંદના ગણધરો |
પાઠ ૩ જો ઈરિયાવહિયા → |
પાઠ : બીજો ગુરુવંદન - સૂત્ર
તિક્ખુત્તો - ત્રણવાર
આયાહિણં - જમણી તરફથી શરૂ કરીને (અન્ય સંસ્કરણ: દક્ષિણથી એટલે જમણી તરફથી આરંભીને ફરીથી જમણી તરફ સુધી હાથ લાવવો તે (આવર્તન))
પયાહિણં -(જમણી તરફ વળતી) પ્રદક્ષિણા કરીને.
વંદામિ - સ્તુતિ અથવા વંદન કરું છું (મનથી વંદન કરૂં છું અને વચને કરી સ્તુતિ કરૂં છું.)
નમંસ્સામિ - પંચાંગ નમાવીને નમસ્કાર કરૂં છું.
સક્કારેમિ - સત્કાર કરૂં છું.
સમ્માણેમિ - સન્માન આપું છું.
કલ્લાણં - હે ગુરુદેવ (સ્વામિ) ! આપ કલ્યાણરૂપ છો,
મંગલં - મંગલ સ્વરૂપ છો.
દેવયં - ધર્મદેવ સ્વરૂપ છો.
ચેઈયં - જ્ઞાનવંત અથવા સુપ્રશસ્ત મનમાં હેતુરૂપ છો.
પજ્જુવાસામિ*[૧] - (હું) આપની મન, વચન, કાયાએ કરી પર્યુપાસના = સેવા ઉપાસના કરું છું.
- ↑ +મત્થએણં વંદામિ - મસ્તક નમાવીને વંદન કરું છું. આ શબ્દ કેટલાક સ્થળે ‘તિખુત્તો’ ના પાઠની શરૂઆતમાં અથવા અંતમાં બોલાય છે.