શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ ૪ થો તસ્સ ઉત્તરીકરણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પાઠ ૩ જો ઈરિયાવહિયા શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)
પાઠ ૪ થો તસ્સ ઉત્તરીકરણ
ગણધરો
પાઠ પ મો લોગસ્સ(ચૌવીસંથ્થો) →
(કાઉસગ્ગના ૧૩ આગાર બતાવવાનો)



પાઠ : ચોથો : તસ્સઉત્તરી - સૂત્ર

તસ્સ-તેને, (પાપયુક્ત આત્માને)
ઉત્તરી-કરણેણં- વિશેષ શ્રેષ્ઠ-ઉત્કૃષ્ટ બનાવવા માટે,
પાયચ્છિત્ત-કરણેણં-પ્રાયશ્ચિત્ત કરવા માટે,
વિસોહી-કરણેણં-વિશેષ શુદ્ધિ કરવા માટે,
વિસલ્લી કરણેણં-શલ્યોથી રહિત કરવા માટે,
પાવાણં કમ્માણં- પાપ (સંસાર નિબંધનરૂપ) કર્મોનો,
નિગ્ઘાયણઠ્ઠાએ-મૂળથી નાશ કરવાને માટે,
ઠામિ-કરું છું.
કાઉસ્સગ્ગ.-કાયોત્સર્ગ=શરીરના વ્યાપારોનો ત્યાગ,



આગાર-સૂત્ર

અન્નત્થ-અન્યત્ર, નીચે બતાવેલાં આગારો (છૂટો) સિવાય
ઊસસિએણં-ઉચ્છવાસ=ઊંચો શ્વાસ લેવાથી, (૧).
નીસસિએણં-નિઃશ્વાસ=નીચો શ્વાસ મૂકવાથી; (૨)
ખાસિએણે-ખાંસી-ઉધરસ આવવાથી, (૩).
છીએણં-છીંક આવવાથી, (૪)
જંભાઈએણંવ્-બગાસું આવવાથી, (૫)
ઉડ્ડુએણં-ઓડકાર આવવાથી, (૬).
વાયનિસગ્ગેણં-અધો વાયુ નીકળવાથી, (૭)
ભમલીએ-ચક્કર, ફેર આવવાથી, (૮)
પિત્તમુચ્છાએ.વ્-પિત્તના પ્રકોપથી મૂર્છા આવવાથી, (૯)
સુહમેહિં - સૂક્ષ્મપણે-જરા
અંગ સંચાલેહિં - શરીરના સંચરવાથી-હલવાથી, (૧૦)
સુહમેહિં - સૂક્ષ્મપણે જરા
ખેલ સંચાલેહિં – કફ, થૂંક વગેરે ગળવા વડે થતાં સંચારથી, (૧૧)
સુહમેહિં - સૂક્ષ્મપણે જરા
દિટ્ઠિ સંચાલેહિંવ્ - દ્રષ્ટિના સંચારથી-પટપટવાથી, (૧૨)
એવંમાઈએહિં - ઇત્યાદિ, (એવા બીજા પણ)
આગારેહિં - આગારોથી, છૂટોથી,
અભગ્ગો - અલગ્ગ=ભાંગે નહિ,
અવિરાહિઓ-વિરાધના રહિત, અખંડિત,
હુજ્જ-હજો,
મે-મારો
કાઉસ્સગ્ગો.વ્-કાર્યોત્સર્ગ, (ક્યાં સુધી ?)
જાવ-જ્યાં સુધી,

અરિહંતાણં–અરિહંત
ભગવંતાણં-ભગવંતોને,
નમોક્કારેણં - નમસ્કાર કરીને, (પ્રગટપણે “નમો અરિહંતાણં″ બોલીને)
ન પારેમિ.- ન પાળું (કાર્યોત્સર્ગ પૂરો ન કરું)
તાવ-ત્યાં સુધી (હું)
કાયં-કાયા-શરીરને,
ઠાણેણં- (એક સ્થાને) સ્થિર રહીને,
મોણેણં-વચન દ્વારા મૌન રહીને,
ઝાણેણં-શુભ-ધ્યાનમાં ચિત્તની એકાગ્રતા કરીને,
અપ્પાણં-આત્માને અર્થાત્ ચંચલ એવી મારી કાયાને,
વોસિરામિ-અલગ કરું છું, વોસિરાવું છું; ત્યાગું છું.