શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ પ મો લોગસ્સ (ચૌવીસંથ્થો)

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પાઠ ૪ થો તસ્સ ઉત્તરીકરણ શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)
પાઠ પ મો લોગસ્સ (ચૌવીસંથ્થો)
ગણધરો
પાઠ ૬ ઠ્ઠો કરેમિ ભંતે →
(આત્માને સુદ્ધ કરવા માટે ચોવીસ તીર્થંકરોની સ્તુતિ)


પાઠ : પાંચમો ચતુર્વિંશતિ સ્તવ-સૂત્ર


(अनुष्टुप् छंद)

લોગસ્સ ઉજ્જોયગરે, ધમ્મતિત્થયરે જિણે;

અરિહંતે કિત્તઇસ્સં, ચૌવીસં પિ કેવલી. (૧)

(आर्या छंद)

ઉસભમજિયં ચ વંદે, સંભવ મભિનંદણં ચ સુમઈં ચ;

પઉમપ્પહં સુપાસં, જિર્ણ ચ ચંદપ્પહં વંદે. (૨)
સુવિહિં ચ પુપ્ફદંત, સીયલ-સિજ્જંસ-વાસુપુજ્જં ચ;
વિમલમણંત ચ જિણં, ધમ્મં સંતિ ચ વંદામિ. (૩)
કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ;
વંદામિ રિટ્ઠનેમિં, પાસં તહ વદ્ધમાણં ચ. (૪)

12

એવંમએ અભિથુઆ, વિહુયરય-મલા પછીણ જર મરણા,
ચઉવીસં પિ જિણવરા, તિત્થયરા મે પસીયંતુ, (૫)
કિત્તિય વંદિય મહિયા, જે એ લોગ્ગસ ઉત્તમ સિદ્ધા;
આરુગ્ગ બોહિલાભં, સમાહિ વર મુત્તમં દિંતુ. (૬)
ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચેસુ અહિયં પયાસયરા;
સાગર પર ગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ, (૭)


લોગસ્સ સૂત્ર-શબ્દાર્થ

લોગસ્સ-સંપૂર્ણ લોકમાં-જગતમાં,
ઉજ્જોયગરે-ઉદ્યોત=જ્ઞાનરૂપી પ્રકાશના કરનારા,
ધમ્મતિત્થયરે-ધર્મરૂપ તીર્થની સ્થાપના કરનારા,
જિણે-રાગ-દ્વેષના વિજેતા-જિનેશ્વર,
અરિહંતે-કર્મરૂપી શત્રુને હણનાર-અરિહંત
કિત્તઇસ્સ-નામ લઈને કીર્તન=સ્તુતિ કરીશ
ચઉવીસંપિ-ચોવીશે ય, (તથા અન્ય પણ)
કેવલી-કેવલજ્ઞાની તીર્થંકરોની,
ઉસભ-શ્રી ઋષભદેવસ્વામી (આદિનાથ)ને, (૧)
મજિયં ચ - અને શ્રી અજિતનાથ સ્વામીને, (૨)
વંદે-વંદન કરું છું, સંભવ-શ્રી સંભવનાથસ્વામીને, (૩)
મભિનંદણં ચ-અને શ્રી અભિનંદનસ્વામીને (૪)
સુમઈં ચ-અને શ્રી સુમતિનાથસ્વામીને, (૫)
પઉમપ્પહં-શ્રી પદ્મપ્રભુસ્વામીને, (૬)
સુપાસં-શ્રી સુપાર્શ્વનાથસ્વામીને, (૭)

જિણં ચ ચંદપ્પહં-અને શ્રી ચંદ્રપ્રભજિનને (૮)
વંદે-વંદન કરૂં છું.
સુવિહિં ચ - અને શ્રી સુવિધિનાથસ્વામી અથવા જેનું
પુપ્ફદંત - બીજું નામ શ્રી પુષ્પદંતપ્રભુ છે તેમને, (૯)
સીયલ - શ્રી શીતલનાથસ્વામીને, (૧૦)
સિજ્જસં - શ્રી શ્રેયાંસનાથસ્વામીને, (૧૧)
વાસુપુજ્જં ચ - અને શ્રી વાસુપૂજ્યસ્વામીને, (૧૨)
વિમલ- શ્રી વિમલનાથ સ્વામીને, (૧૩)
મહંત ચ જિણં-અને શ્રી અનંતનાથ જિનને, (૧૪)
ધમ્મં-શ્રી ધર્મનાથસ્વામીને, (૧૫)
સંતિ ચ-અને શ્રી શાંતિનાથસ્વામીને, (૧૬)
વંદામિ-વંદન કરું છું,
કુંથું-શ્રી કુંથુનાથસ્વામીને, (૧૭)
અરં ચ-અને શ્રી અરનાથસ્વામીને, (૧૮)
મલ્લિં-શ્રી મલ્લિનાથ સ્વામીને, (૧૯)
વંદે-વંદન કરું છું,
મુણિસુવ્વયં-શ્રી મુનિસુવ્રતસ્વામીને, (૨૦)
નમિજિણં ચ-અને શ્રી નમિનાથ જિનને (૨૧)
વંદામિ-વંદન કરું છું.
રિટ્ઠનેમિ-શ્રી અરિષ્ટનેમિ (નેમિનાથ) સ્વામીને, (૨૨)
પાસં-શ્રી પાર્શ્વનાથસ્વામીને, (૨૩)
તહ-તથા,
વદ્ધમાણં ચ-શ્રી વર્ધમાન-મહાવીર સ્વામીને અને (૨૪)
એવં-આ રીતે,
મએ-મારા વડે
અભિથુઆ-સ્તુતિ કરાયેલા (તીર્થંકરો કેવા છે ?)
વિહુય-રય-મલા-કર્મરૂપી રજ (ધૂળ) અને મેલથી રહિત,
પહીણ જર-મરણા-જરા (ઘડપણ) અને મરણથી મુક્ત

ચઉવીસં પિ-આવા ચોવીશેય, (તથા અન્ય પણ)
જિણવરા-જિનેશ્વરદેવ
તિત્થયરા-તીર્થની સ્થાપના કરનારા-તીર્થંકર ભગવંતો
મે-મારા ઉપર
પસીયંતુ-પ્રસન્ન થાઓ.
કિત્તિય-વાણીથી સ્તુતિ કરાયેલા,
વંદિય-મસ્તકથી વંદિત,
મહિયા-ઈંદ્રાદિથી વિશેષ રીતે પૂજાએલા
જે-જે
-આ
લોગસ્સ-અખિલ લોક=સંસારમાં
ઉત્તમા–સૌથી ઉત્તમ-શ્રેષ્ઠ
સિદ્ધા-તીર્થંકર સિદ્ધ ભગવાનો છે, તે
આરુગ્ગ-આરોગ્ય=આત્મિકશાંતિ અને
બોહિલાભં-બોધિ-સમ્યગ્ ઘર્મનો લાભ
સમાહિવર મુત્તમં-સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ ભાવસમાધિ,
દિંતુ-આપો.
ચંદેસુ-ચંદ્રમાઓથી પણ,
નિમ્મલયરા-વિશેષ નિર્મલ,
આઈચ્ચેસુ અહિયં-સૂર્યોથી પણ અધિક
પયાસયરા-પ્રકાશના કરનારા,
સાગરવર ગંભીરા-સ્વયંભૂરમણ સમુદ્રથી પણ વધારે ગંભીર,
સિદ્ધા-તીર્થકર, સિદ્ધ ભગવંતો,
સિદ્ધિ-સિદ્ધિ (મોક્ષ)
મમ-મને
દિસંતુ.-બતાવો. (આપો)