શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ ૬ ઠ્ઠો કરેમિ ભંતે

વિકિસ્રોતમાંથી
← પાઠ પ મો લોગસ્સ(ચૌવીસંથ્થો) શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)
પાઠ ૬ ઠ્ઠો કરેમિ ભંતે
ગણધરો
પાઠ ૭ મો નમોત્થુણં →


પાઠ : છઠ્ઠો : પ્રતિજ્ઞા-સૂત્ર

[૧](‘દ્રવ્ય થકી સાવજ્જ જોગ સેવવાનાં પચ્ચખાણ’) -
કાયાથી પાપકારી વ્યાપાર-પ્રવૃત્તિનો પરિત્યાગ કરું છું.
ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે- આખા લોકના પ્રમાણમાં.
કાળ થકી બે ઘડી ઉપરાંત ન પાળું ત્યાં સુધી - તેનો સમય
કેટલો ? બે ઘડી = ૪૮ મિનિટ. ઉપરાંત મારી ઇચ્છા પર્યંત.
ભાવ થકી છ કોટિએ પચ્ચખાણ - મારા શુદ્ધ અંત:કરણ વડે
છ પ્રકારે પાપના યોગોને ત્યાગું છું.)


કરેમિ-કરું છું.
ભંતે !–હે પૂજ્ય ! (આપની સાક્ષીથી હું)
સામાઈયં - સામાયિક (કેવી સામાયિક)
સાવજ્જં-સાવદ્ય (સ+અવદ્ય= પાપ સહિત)
જોગં-વ્યાપારોનો
પચ્ચક્‌ખામિ.-પરિત્યાગ કરું છું. (ક્યાં સુધી ?)
જાવ-જ્યાં સુધી,
નિયમં–મારા (ધારેલા) નિયમની,
પજ્જુવાસામિ-ઉપાસના કરું છું, પાલના કરું છું, (ત્યાં સુધી)
દુવિહં-બે કરણને (આગળ બે કરણ અને ત્રણ યોગ બતાવે છે.)
તિવિહેણં-ત્રણ યોગથી
ન કરેમિ-સાવદ્ય વ્યાપાર કરું નહિ, (આ બે કરણ કહેવાય છે.)
ન કારવેમિ-બીજા પાસે કરાવું નહિ,

મણસા-મનથી
વયસા-વચનથી
કાયસા.- કાયાથી
(આ ત્રણ પ્રકારના યોગ છે. બે કરણને ત્રણ યોગથી ગુણતાં ‘છ કોટિ' એ પ્રત્યાખ્યાન થયા.)
તસ્સ-ભૂતકાળમાં જે કાંઈ પાપ-કર્મો કરેલા હોય તેનું;
ભંતે- ! હે પૂજ્ય ! (ગુરુદેવ !)
પડિક્કમામિ-પ્રતિક્રમણ કરું છું.
નિંદામિ-આત્મ-સાક્ષીએ નિંદા કરું છું.
ગરિયામિ -ગુરુ-સાક્ષીએ ગર્હા કરું છું.
અપ્પાણં-મારા આત્માને તે પાપ-વ્યાપારથી
વોસિરામિ.-વોસિરાવું છું, દૂર રાખું છું.

  1. * (‘ ’) કૌસમાં આપેલ પાઠ સામાયિક વ્રતની વિશેષ
    સમજણ માટે આચાર્યોએ રચેલ છે.