શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ ૭ મો નમોત્થુણં
← પાઠ ૬ ઠ્ઠો કરેમિ ભંતે | શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી) પાઠ ૭ મો નમોત્થુણં ગણધરો |
પાઠ ૮ મો સામાયિક પાળવાનો વિધિ → |
પાઠ : સાતમો : શક્રસ્તવ - સૂત્ર
“નમોત્થુણં” ની વિધિ : -
(ડાબો ઢીંચણ ઊભો રાખી, જમણો ઢીંચણ પૃથ્વી પર સ્થાપીને,
બે હાથ જોડી, મસ્તકે હસ્તાંજલિ અડાડીને ભાવવિભોર થઈને
ગુણગ્રામ કરવા.)
પહેલું નમોત્થુણં શ્રી સિદ્ધ ભગવંતોને કરું છું.....
નમોત્થુણં - નમસ્કાર હો (“ણં” વાક્યના અલંકારાર્થે છે)
અરિહંતાણં- અરિહંત-
ભગવંતાણં.- ભગવંતોને. (ભગવંતો કેવા છે ?)
આઈ ગરાણં-શ્રુતધર્મની આદિ કરનારા, (પ્રથમ સ્થાપકો)
તિત્થયરાણં-ધર્મતીર્થ=ચતુર્વિધસંઘની સ્થાપના કરનારા,
સયં-સંબુદ્ધાણં.-પોતાની મેળે જ સમ્યગ્બોધને પામેલા,
પુરિસુત્તમાણં-પુરુષોમાં ઉત્તમ-શ્રેષ્ઠ,
પુરિસસિહાણં- પુરુષોમાં સિંહ સમાન,
પુસિવર પુંડરિયાણં-પુરુષોમાં શ્રેષ્ઠ કમળ સમાન,
પુરિસવર ગંધહત્થીણં- પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન,
લોગુત્તમાણં-લોકમાં ઉત્તમ,
લોગનાહાણં-લોકના નાથ,
લોગહિયાણં-લોકના હિત કરનારા,
લોગપઈવાણં-લોકમાં દીપક સમાન,
લોગપજ્જોયગરાણં-લોકમાં જ્ઞાનનો પ્રકાશ કરનારા,
અભયદયાણં-અભયદાનના દેનારા,
ચક્ખુદયાણં-શ્રુત-જ્ઞાનરૂપી ચક્ષુના દેનારા,
મગ્ગદયાણં-ધર્મ માર્ગના દેનારા-દેખાડનારા,
સરણદયાણં-સર્વ જીવોને શરણ દેનારા,
જીવદયાણં-સંયમરૂપી જીવનના દેનારા,
બોહિદયાણં- બોધિ= સમ્યક્ત્વના દેનારા,
ધમ્મદયાણં- ચારિત્ર ધર્મનું દાન કરનારા,
ધમ્મદેસયાણં-ધર્મના શુદ્ધ સ્વરૂપનો ઉપદેશ આપનારા,
ધમ્મનાયગાણં-ધર્મ-સંઘ અને તીર્થના નાયકો,
ધમ્મસારહીણં - ધર્મરૂપી રથના સારથીઓ – સંચાલકો,
ધમ્મવર ચાઉરંત ચક્કવટ્ટીણં- ધર્મના સર્વથી શ્રેષ્ઠ, ચારે ગતિનો અંત કરવાવાળા, પ્રધાન ધર્મ-ચક્રવર્તી,
દીવોત્તાણં- સંસાર સમુદ્રમાં ડૂબતાં જીવોને દીપ-બેટ સમાન, રક્ષણ કરનારા;
શરણ ગઈ પઈટ્ઠાણં - ચાર ગતિમાં ધસી પડતાં જીવોને શરણરૂપ, ગતિ=આશ્રયરૂપ, આધારભૂત,
અપ્પડિહય-વરનાણ - અપ્રતિહત-કોઈ પણ પદાર્થોથી હણાય નહિ. વિસંવાદ રહિત,
દંસણધરાણં- એવા શ્રેષ્ઠ કેવળજ્ઞાન-કેવળદર્શનને ધારણ કરનારા,
વિયટ્ટ છઉમાણં- છદ્મ અર્થાત્ ઘાતકર્મથી રહિત,
જિણાણં-પોતે રાગ-દ્વેષને જિતનારા;
જાવયાણં-બીજાને રાગ-દ્વેષના જિતાવનારા,
તિન્નાણં- પોતે સંસાર સાગરથી તરી ગયેલા,
તારયાણં- બીજાને સંસાર સાગરથી તારનારા,
બુદ્ધાણં - પોતે જીવાદિ તત્ત્વોનો બોધ પામેલા,
બોહયાણં-બીજાને જીવાદિ તત્ત્વોનો બોધ પમાડનારા,
મુત્તાણં-પોતે કર્મોથી મુક્ત થયેલા,
મોયગાણં-બીજાને કર્મ-બંધનથી મુક્ત કરાવનારા,
સવ્વન્નુણં-સર્વજ્ઞ=લોકના સર્વ પદાર્થોને જાણનારા,
સવદરિસીણં-સર્વદર્શી= સર્વ પદાર્થોને દેખનારા, તથ
સિવ-ઉપદ્રવ રહિત, કલ્યાણ સ્વરૂપ,
મયલ-અચલ=સ્થિર સ્વરૂપ
મરુય-અરુજ=રોગરહિત,
મહંત-અનંત=અંતરહિત,
મક્ખય-અક્ષય=ક્ષયરહિત
મવ્વાબાહ-અવ્યાબાધ=બાધા-પીડા રહિત,
મપુણરાવિત્તિ-અપુનરાવૃત્તિ=જ્યાંથી ફરી પાછું આવવું નથી. અર્થાત્ જન્મ-મરણથી રહિત, (એવા)
સિદ્ધિગઈ નામધેયં-સિદ્ધિગતિ નામના, (મોક્ષ)
ઠાણં સંપત્તાણં-સ્થાન-પદને પામેલા ,
નમો જિણાણં-જિનેશ્વર ભગવાનને નમસ્કાર હો,
જિય ભયાણં.-ભય માત્રનો વિજય કર્યો છે. (એવા)
બીજું નમોત્થુણં
બીજુ નમોત્થુણં શ્રી અરિહંતદેવોને કરું છું....
નમોત્થુણં અરિહંતાણં ભગવંતાણં... .સિદ્ધિ ગઈ નામ ધેય (સુધી બોલવું પછી...)
ઠાણં-એ સ્થાનને (મોક્ષ)
સંપાવિઉ-કામાણં-પામવાના ઇચ્છુકોને,
ત્રીજું નમોત્થુણં
ત્રીજું નમોત્થુણં મારા (તમારા) ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મોપદેશક,
સમ્યક્ત્વરૂપી બોધિબીજનાં દાતાર, જિનશાસનના શણગાર એવી
અનેક સર્વ શુભ ઉપમાએ કરી બિરાજમાન, જે જે સાધુ-સાધ્વીજીઓ
વીતરાગદેવની આજ્ઞામાં જ્યાં જ્યાં વિચરતાં હશે, ત્યાં ત્યાં તેઓને
મારી (તમારી) સમય સમયની વંદના હજો.