લખાણ પર જાઓ

શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ ૮ મો સામાયિક પાળવાનો વિધિ

વિકિસ્રોતમાંથી
← પાઠ ૭ મો નમોત્થુણં શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)
પાઠ ૮ મો સામાયિક પાળવાનો વિધિ
ગણધરો
સામાયિક આદરવાનો અને પાળવાનો વિધિ →


પાઠ : આઠમો : સમાપ્તિ-સૂત્ર

(૧)

દ્રવ્ય થકી સાવજ્જ જોગ સેવવાનાં પચ્ચક્‌ખાણ,
ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે,
કાળ થકી બે ઘડી ઉપરાંત ન પાળુ ત્યાં સુધી,
ભાવ થકી છ કોટિએ પચ્ચક્‌ખાણ કર્યાં હતાં તે
પૂરા થયાં. તે પાળુ છું.

એવા નવમા સામાયિક વ્રતના - અંગીકાર કરેલા સમભાવરૂપી સામાયિક નામના નવમાં વ્રતના ,
પંચ અઈયારા-પાંચ અતિચાર

જાણિયવ્વા-જાણવા યોગ્ય છે, પણ
ન સમાયરિયવ્વા-આચરણ કરવા યોગ્ય નથી.
તં જહા-તે અતિચાર આ પ્રકારે છે.
તે આલોઉં- તેની આલોચના કરું છું.
મણ દુપ્પણિહાણે-સામાયિકમાં મન માહું પ્રવર્તાવ્યું હોય, મનના દશ દોષ લગાવ્યા હોય.
વય દુપ્પણિહાણે- સામાયિકમાં વચન માઠું પ્રવર્તાવ્યું હોય, વચનના દશ દોષ લગાવ્યા હોય.
કાય દુપ્પણિહાણે-કાયા માઠી રીતે પ્રવર્તાવી હોય, કાયાના બાર દોષ લગાવ્યા હોય.
સામાઈયસ્સ સઈ અકરણયા- સામાયિકની સ્મૃતિ ન રાખવી. સામાયિક કરી છે કે નહિ તેનો પોતાને ખ્યાલ ન રહ્યો હોય.
સામાઈયસ્સ અણવટ્ઠિયસ્સ કરણયા – અવ્યવસ્થિત - વેઠની જેમ, જેમ તેમ કરેલ હોય, સમય પૂરો થયાં પહેલા જ સામાયિક પાળી લીધેલ હોય.
તસ્સ મિચ્છા મિ દુક્કડં- તેનું મારું પાપ મિથ્યા થાઓ.

(૨)

સામાઇયં-સામાયિક
સમ્મં-સમ્યક્- પ્રકારે, ભલી રીતે
કાએણં-કાયા-શરીરથી
ન ફાસિયં-સ્પર્યું ન હોય
ન પાલિયં-પાળ્યું ન હોય
ન તીરિયં-પાર ઉતાર્યું ન હોય
ન કિટ્ટિય-કીર્તન કર્યું ન હોય
ન સોહિયં-શુદ્ધતા પૂર્વક કર્યું ન હોય

ન આરાહિયં-આરાધના કરેલ ન હોય
આણાએ-વીતરાગદેવની આજ્ઞાનુસાર
અણુપાલિયં ન ભવઈ-પાલન કરેલ ન હોય તો
તસ્સ મિચ્છા મિ દુક્કડં-તેનું મારું પાપ મિથ્યા થાઓ.

(૩) સામાયિકમાં દશ મનના, દશ વચનના, બાર કાયાના : આ બત્રીશ દોષમાંથી કોઈ દોષ લાગ્યો હોય, તો તસ્સ મિચ્છા મિ દુક્કડં.
(૪) સામાયિકમાં સ્ત્રીકથા, (બહેનોએ ‘પુરુષકથા’ બોલવું.) ભત્તકથા, દેશકથા, રાજકથા : આ ચાર વિકથામાંથી કોઈ કથા કરી હોય તો તસ્સ મિચ્છા મિ દુક્કડં.
(૫) સામાયિકમાં આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા : આ ચાર સંજ્ઞામાંથી કોઈ સંજ્ઞાનું સેવન કર્યું હોય, તો તસ્સ મિચ્છા મિ દુક્કડં.
(૬) સામાયિકમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર જાણતાં-અજાણતાં, મન-વચન-કાયાએ કરી કોઈ દોષ લાગ્યો હોય, તો તસ્સ મિચ્છા મિ દુક્કડં.
(૭) સામાયિક વ્રત વિધિએ લીધું, વિધિએ પાળ્યું, વિધિએ કરતાં અવિધિએ થયું હોય, તો તસ્સ મિચ્છા મિ દુક્કડં.
(૮) સામાયિકમાં કાનો, માત્રા, મીંડુ, પદ, હૃસ્વ દીર્ઘ, અક્ષર, ગાથા, સૂત્ર : ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય, તો અરિહંત, અનંત સિદ્ધ, કેવલી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.