લખાણ પર જાઓ

સંત પારસ ચંદન બાવના

વિકિસ્રોતમાંથી
સંત પારસ ચંદન બાવના
પ્રીતમ



પદ ૫૨ ધોળ ૧૪.

સંત પારસ ચંદન બાવના, કામધેનુ કલ્પતરુ સાર...
સમાગમ સંતનો.. ૧

સંત સમજ્યામાં અંતર ઘણો, તરુ પારસ ત્રણ પ્રકાર...
સમાગમ સંતનો.. ૨

એક પારસથી પારસ બને, એક પારસથી હેમ હોય...
સમાગમ સંતનો.. ૩

એક પારસ લોહને કુંદન કરે, સો વરસે લોહ ન હોય...
સમાગમ સંતનો.. ૪

એક ચંદનથી વિખ ઊતરે, એક ચંદનથી અગ્નિ ઓલાય...
સમાગમ સંતનો.. ૫

એક તલભાર તાત તેલમાં, ફરી તાતું તેલ નવ થાય...
સમાગમ સંતનો.. ૬

સર્વે સેના શૂરી નવ જાણવી, સર્વે નારી પતિવ્રતા નો'ય...
સમાગમ સંતનો.. ૭

સર્વે ગજ શિર મોતી નવ નીપજે, વને વને અગર નવ હોય...
સમાગમ સંતનો.. ૮

મૃગે મૃગે કસ્તૂરી [મૃગમદ] નવ નીપજે, નાગે નાગે મણિ નવ હોય...
સમાગમ સંતનો.. ૯

જળે જળે કમળ નવ નીપજે, તેની વિક્તિ વિચારીને જોય...
સમાગમ સંતનો.. ૧૦

જ્ઞાનહીન ગુરુ નવ કીજીએ, વંધ્યા ગાય સેવે શું થાય...
સમાગમ સંતનો.. ૧૧


કહે 'પ્રીતમ' બ્રહ્મવેત્તા ભેટતાં, મહારોગ સમૂળો જાય...
સમાગમ સંતનો.. ૧૨