લખાણ પર જાઓ

સજ્જ થાઓ

વિકિસ્રોતમાંથી
સજ્જ થાઓ
નર્મદ



સજ્જ થાઓ

સજ્જ થાઓ કરી મનચંગા, એ તો વાજે છે રણ રંગા રે - સજ૦
પૃથ્વીનો છે છેડો ઘરને, જન એ ઘરસુખ સંગાં રે - સજ૦
ઘરના સુખને સારુ મથવું, કરવાને તે અભંગાં રે - સજ૦
વેરી તોમંડ્યા છે હણવા, આપણ ખમિંયે તંગાં રે - સજ૦
કહીં ફુફવાડા કહીં દેખ મારો, માંડો જુદ્ધ વળી ધંગાં રે - સજ૦
ખાડામાંનું મળજળ પીયે, કાં ન પીયે જળ ગંગા રે - સજ૦
નર્મદ વીરા જયસુખ અર્થે, થશું અમે ઓ ઉમંગા રે - સજ૦