સભ્યની ચર્ચા:Modern Bhatt

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જૂની ચર્ચાઓ

દફતર (વર્ષ)


૨૦૧૯ – ૨૦૨૩

સ્મૃતિશેષ મોર્ડનભાઈને સાદર...[ફેરફાર કરો]

શ્રી મોર્ડન ભટ્ટે (૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ - ૩ ફેબ્રુઆરી ૨૦૨૩) ચાર વર્ષના તેમના સક્રિય સમયગાળામાં વિકિસ્રોત પર ૧૪,૦૦૦થી પણ વધુ માતબર સંપાદનો દ્વારા વિકિસ્રોતને વધુ સમૃદ્ધ બનાવ્યું છે. તેમના દ્વારા ગુજરાતી ભાષાની ૪૦થી વધુ પ્રશિષ્ટ કૃતિઓનું સ્વરાંકન કરી ઑડિયો બુક સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવી છે જે સમગ્ર ભારતીય ભાષાઓના વિકિસ્રોત મંચ પર એક નવતર પહેલ હતી. અમદાવાદ ખાતેની વિકિસ્રોત કાર્યશાળામાં હાજરી આપ્યા બાદ તેઓ પૃષ્ઠ ઓસીઆર કરવાની કામગીરી પણ ખૂબ જ ખંતથી કરી રહ્યા હતા. વ્યાવસાયિક નિવૃત્તિ પછીના સમયમાં તેઓ વધુ ઊર્જાથી ગુજરાતી વિકિસ્રોતની ક્ષિતિજોને નવા આયામોમાં વિસ્તારી રહ્યા હતા. તેમની સાવ આકસ્મિક વિદાયથી ગુજરાતી વિકિસ્રોત સમુદાય ઘેરા શોકની લાગણી અનુભવે છે. આપના યોગદાનોથી ગુજરાતી વિકિસ્રોત અને ગુજરાતી ભાષા વધુ રળિયાત બન્યા છે. અલવિદા મોર્ડનભાઈ... સ્નેહરશ્મિ ૨૧:૩૭, ૭ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)ઉત્તર[ઉત્તર]