સભ્ય:Modern Bhatt હવે હયાત નથી. વિકિસ્રોત પરના તેમના સંપાદનો અને ખાસ કરીને ૪૦ જેટલી ઑડિયો બુક સ્વરૂપે તેમના અવાજમાં સંગ્રહાયેલી ગુજરાતી ભાષાની કૃતિઓ દ્વારા તેઓ હંમેશાં આપણી વચ્ચે જ રહેશે. તેમની સ્મૃતિમાં આ સભ્ય પાનું સાચવી રાખવામાં આવ્યું છે.
My Name is Modern Bhatt. I am living in Ahmedabad.
શ્રદ્ધાંજલિ
આપની અણધારી વિદાય ગુજરાતી વિકિસ્રોત સમુદાય માટે ન પુરી શકાય એવી ખોટ મુકી ગઈ છે. આપના અત્યંત ઉત્સાહી અને ઊર્જાના અસ્ખલિત સ્વરૂપ એવા વ્યક્તિત્વને કેમે કરી ભૂલી શકાય એમ નથી. આપશ્રી નવું નવું શીખવા અને શીખ્યા પછી તેને અમલમાં મૂકવા સદાય તત્પર રહેતા. આપના યોગદાન થકી વિકિસ્રોત ખૂબ જ સમૃદ્ધ બન્યું છે. આપ વિકિસ્રોત પર શ્રાવ્ય પુસ્તક પરિયોજનાના પ્રણેતા બન્યા અને અથાગ પરિશ્રમ કરી ૪૦ જેટલા પુસ્તકો પોતાના અવાજમાં ધ્વનિમુદ્રિત કરી આપશ્રીએ પ્રજ્ઞાચક્ષુ અને નિરક્ષર સાહિત્યરસિકો સુધી સાહિત્યની ગંગા પહોંચાડવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું. આપણે વિકિસ્રોતની પૃષ્ઠ સંખ્યા ૧ લાખ પાર પહોંચાડવાનું સપનું જોયું હતું, તેમાં પણ આપે વ્યવસાય નિવૃત્તિ પછી અત્યંત હોંશથી યોગદાન આપી ખૂબ જ ટૂંકાગાળામાં અગણિત પાનાંઓનું OCR કર્યું હતું. આપના મિત્ર વર્તુળના લેખકો દ્વારા લખાયેલા પુસ્તકો આપે વિકિસ્રોતને ઉપલબ્ધ કરાવ્યા હતા. તાજેતરમાં નવા પુસ્તકો સ્કેન કરીને તેને મુદ્રિત કોપીને વિકિ પર ચડાવવાનું કાર્ય આપે ઉપાડી લીધું હતું. આવા અવિરત અને અથાગ પ્રયત્નો થકી આપે ૨૬૦૦ જેટલી ફાઈલો વિકિમીડિયા કોમન્સ પર ચડાવી. ગુજરાતી વિકીસ્રોતપર આપે ૧૪૦૦૦થી વધુ ઍડિટ્સ કર્યા છે. ગુજરાતી વિકિસ્રોત આપના યોગદાનો બદલ સદાય આપનું ઋણી રહેશે.