સરસ્વતીચંદ્ર ભાગ ૪/સનાતન ધર્મ અથવા સાધુજનોના પંચમહાયજ્ઞ.

વિકિસ્રોતમાંથી
← વિષ્ણુદાસબાવાનું સામર્થ્ય અને સરસ્વતીચંદ્રના સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિના માર્ગ. સરસ્વતીચંદ્ર ભાગ ૪
સનાતન ધર્મ અથવા સાધુજનોના પંચમહાયજ્ઞ.
ગોવર્ધનરામ ત્રિપાઠી
ચિરંજીવશૃંગના શિખર ઉપર ચન્દ્રોદય. →


પ્રકરણ ૨પ.
સનાતન ધર્મ
અથવા
સાધુજનોના પંચમહાયજ્ઞ


Then the World-honoured spake : “Scatter not rice :
But offer loving thoughts and acts to all :
To parents as the East, where rises light ;
To teachers as the South, whence rich gifts come ;
To wife and children as West, where gleam
Colours of love and calm, and all days end ; .
To friends and kinsmen and all men as North ;
To humblest living things beneath, to Saints
And Angels and the blessed dead above :
So that all evil be shut off, and so
The six main quarters will be safely kept. ”
Arnold's Light of Asid.


The 'freedom' and 'modernity,' the 'progress' and 'truth' of these fellows are not ours, We have nothing in common with them. They wish for self-indulgence, we wish for work. They wish to drown consciousness in the unconscious ; we wish to strengthen and enrich consciousness. They wish for evasive ideation and babble ; we wish for attention, observation, and knowledge. The true criterion by which true moderns may be recognised and distinguished from impostors calling themselves moderns may be this : Whoever preaches absence of discipline is an enemy of progress, and whoever worships his 'I' is an enemy to society. Society has for its first premise, neighbourly love and capacity for self-sacrifice; and progress is the effect of an ever more rigorous subjugation of the beast in man, of an ever tenser self-restraint, an ever keener sense of duty and responsibility. The emancipation for which we are striving is of the judgment, not of the appetites. In the profoundly penetrating words of Scripture (Matt. v. 17 ), “ Think not that I am come to destroy the law, or the prophets; I am not come to destroy, but to fulfil. ”

Max Nordau's Degeneration.
Serene will be our days and bright
And happy will our nature be,
When love is an unerring light
And joy its own security,
Wordstrorth's Ode to Duty.


વિષ્ણુદાસ બાવા અને સાધુસમાજ અલખ જગવી રાત્રિયે પાછા આવ્યા, પ્રાતઃકાળનું આન્હિક થઈ રહ્યા પછી મઠની પાછળના ભાગમાં વિષ્ણુદાસ, ઉત્તમાધિકારી સાધુજનો, અને સરસ્વતીચંદ્ર બેઠા અને વિષ્ણુદાસે પ્રસંગ ક્‌હાડ્યો.

“નવીનચંદ્રજી, શ્રીયદુનન્દનને નમસ્કાર ન કરનારે ચન્દ્રાવલીમૈયાને સાષ્ટાંગ નમસ્કાર કરવા પ્રયત્ન કર્યો તેને માટે ને તમારે માટે તમારે સંસાર શા અભિપ્રાય બાંધશે ?”

“જી, સંસાર છોડી આપનો આશ્રય પામનાર આપના અભિપ્રાયનો વધારે જિજ્ઞાસુ છે, નમસ્કાર કર્યો તે એ પવિત્ર મૈયાના અલખ આત્માને અને તેના સંસિદ્ધ જીવસ્ફુલિંગને, સ્ત્રીશરીરરૂપ શક્તિમાં ગુપ્ત રહેલા એ હૃદયરત્નને આ શરીરમાંના હૃદયે હૃરદયાભિમાન ધરીને પોતાની ભકિત દર્શાવવાનો એ માર્ગ લીધો. માતૃજ્યોતિ પાસે પુત્રજ્યોતિ જાતે જ નમી પડ્યું, એકને નમસ્કાર કર્યો અને અન્યને ન કર્યો તેનું કારણ એ હૃદય અને એ જ્યોતિ છે, આ દેશના સંસારીયો સ્ત્રીપુરુષમાં જે ભેદ સ્વીકારે છે તે આપના ચરણમાં આવ્યા પછી હું કેવળ ભુલી જ ગયો છું.”

વિષ્ણુ૦– નવીનચંદ્રજી એ, ભક્તિથી અને એ પ્રયત્નથી યદુશૃંગનું સર્વ સાધુમંડળ તમારા ઉપર સુરક્ત થયું છે.

સર૦– તેમની સાધુતા હું પગલે પગલે અનુભવું છું.

વિષ્ણુ૦– નવીનચંદ્રજી, સાધુવૃત્તિનું પરમ રહસ્ય તમે તમારા સ્વભાવની શુદ્ધતાથી અપ્રયત્ને પામ્યા.

સર૦– સંસારે બીડાવેલા હૃત્પદ્મને સાધુસમાગમ સૂર્ય પેઠે ઉઘાડે છે અને તેમાં પોતાના કિરણને ભરે છે.

વિષ્ણુ૦– સૂર્યકિરણ તો સર્વત્ર પડે છે પણ કમળપત્ર જ તેના સંસર્ગને સફલ કરી શકે છે.

સર૦– સંસારના ઉચ્ચનીચ પ્રપંચોની રચનામાં પોતાના કીયા સ્ફુલિંગને કેટલી શકિત આપવી એ લક્ષ્યસ્વરૂપના ઈશ-આત્માની ઇચ્છાની વાત છે.

વિષ્ણુદાસ અતિ પ્રસન્ન થયા અને બોલ્યા.

“નવીનચંદ્રજી, તમારા ઉત્તર સાંભળવાને મને એટલો લોભ થાય છે કે કરવાની વાત ભુલી હું બીજા પ્રસંગોમાં ઉતરી જાઉં છું. તમારે માટે મ્હારા મનમાં હું એક નવી યોજના એવી ધારું છું કે કાલથી થોડા દિવસ લાગટ હું યોગસ્થ રહીશ અને તેટલો કાળ તમારે ચિરંજીવશૃગપર એકાંતમાં ગાળવો.

સર૦- આપની આજ્ઞા કે ઇચ્છાને અનુકૂળ થવા મ્હારું ચિત્ત મૂળથી જ તત્પર છે તેમાં ચંદ્રાવલીમૈયાને આ વિષયમાં તો કાલ હું પ્રતિજ્ઞા આપી ચુકયો છું એટલે મ્હારે દ્વિગુણધર્મબન્ધનથી આપની ઇચ્છાને અનુસરવાનું છે.

વિષ્ણુ૦– ચંદ્રાલીમૈયાની ઇચ્છાએ ધર્મ અને કલ્યાણ જ હોય છે એવી અમારી અચલ શ્રદ્ધા છે. એમણે પોતાની ઇચ્છા તમને સકારણ દર્શાવી હશે; મ્હારી ઈચ્છા બીજા કારણથી છે.

સર૦–તેમાં પણ आज्ञा गुरुणामविचारणीया.

વિષ્ણુ૦– એ સૂત્ર સંસારમાં તેની વ્યવસ્થાને માટે અમુક મર્યાદામાં કલ્યાણકારક છે. પણ આ સ્થાને તો “ આજ્ઞા ” શબ્દનો વ્યવહાર સાધુ- જનની સુશીલતાનું જ ફળ છે. આ સ્થાનના ગુરૂજન શિષ્યવર્ગમાં અલક્ષ્યના ઉદ્દબોધનને માટે જ પ્રવૃત્તિ કરે છે અને આજ્ઞાથી એ ઉદ્દબોધન થતું નથી, પણ ઘરમાંના બાળકને બારી બ્હારથી સાદ કરીયે ને તે પોતાની પ્રીતિથી ને જિજ્ઞાસાથી બારી આગળ આવી બોધ પામે તે માર્ગનું જ અનુકરણ અમે કરાવીએ છીયે. માટે મ્હારી ઇચ્છાનાં કારણ જાણી લ્યો. નવીનચંદ્રજી, ચિરંજીવશૃંગનું માહાત્મ્ય એવું છે કે ત્યાંનો અધિકારી અને નિવાસી ગમે તો સિદ્ધદર્શન કરે છે, ગમે તો જાતે સિદ્ધ થાય છે, ગમે તો ચિરંજીવ સુકૃત કરે છે, ગમે તે લોકકલ્યાણને માટે ચિરંજીવ થાય છે. અને ગમે તો આ વસુન્ધરાના પ્રાચીન ચિરંજીવ મહાત્માઓનું દર્શન કરે છે. કોઈ મહાત્માઓને ત્યાં તુરીયાવસ્થા પ્રાપ્ત થાય છે. કોઈ મહાત્માઓ ત્યાં જાગૃત અવસ્થામાં સર્વ પ્રત્યક્ષ કરે છે. કોઈ કલ્યાણ સ્વપ્નોમાં સર્વ પ્રત્યક્ષ કરે છે અને કોઈને ત્યાં પરમ સુષુપ્તિ થાય છે અને તેના બળથી સુતેલો જીવ ત્રિવિધ તાપમાંથી મુક્ત થઈને જ પાછો જાગે છે. અનેક ઉત્તમ વૃદ્ધ મહાત્માઓના નિવાસથી ચિરંજીવશૃંગ સિદ્ધ થયું છે અને આવાં પરમકલ્યાણ કરવા સમર્થ થયું છે. એ શૃંગ ઉપર હું તમને આજ રાત્રિથી નિવાસ આપું છું એ નિવાસનું ફળ પ્રાપ્ત કરવાના અધિકારમાં કે માર્ગમાં કોઈ વિધિ હોય તો તેને દૂર કરવાને માટે મ્હારી યોગસ્થ અવસ્થા તમને કંઈ અપૂર્વ સિદ્ધાંજન પ્રાપ્ત કરાવવા યથાશક્તિ પ્રયત્ન કરશે. આ સર્વે ફળ માટે હું તમને ચિરંજીવશૃંગ ઉપર ઉચિત કાળ નિવાસ આપવા ઈચ્છું છું.

સર૦– આપની કૃપા દિવસે દિવસે વધે છે અને મ્હારી શક્તિ તથા યોગ્યતા કરતાં આપ મને વધારે અધિકારી ગણો છો.'

વિહાર૦– એ તો ગુરુજીના અધિકારની વાત, તેમાં આપણે પ્રશ્ન ઉઠાવવા યોગ્ય નથી. એમણે આપેલા અધિકારને આપ વિશેષ ગણશો તો શંકાપુરી તેને પોતાને મળેલા અધિકારને ન્યૂન ગણશે અને સાધુઓની અવ્યવસ્થા થશે.

સર૦- ઈશ્વર એ અવ્યવસ્થાને આવા સુવ્યવસ્થિત સ્થાનમાંથી દૂર રાખે ! પણ મ્હારા મનમાં બે ચાર વાતનું સમાધાન ગુરુજીની પાસેથી લેવાનું છે; કારણ હવે મળવાના અવકાશમાં તેનો ઉપયોગ કરવો પડે એમ છે.

વિષ્ણુ૦- તે પુછવાનો તમને અધિકાર છે, અન્ય અધિકારીયોના પ્રશ્નો ઉપર જ્યારે આપણે નિયન્ત્રણ મુકીયે છીયે ત્યારે ઉત્તમાધિકારીયોને સર્વ પ્રશ્ન પુછવાનો અધિકાર છે.

સર૦- ત્યાગ શ્રેષ્ઠ કે ગૃહસ્થપદ શ્રેષ્ઠ ? ત્યાગનો અધિકારી કોણ અને ગૃહસ્થપદનો અધિકારી કોણ ? પિતા, પત્ની, ગુરુ, અને પોતે – એ ચારના અભિપ્રાયમાં ભેદ હોય ત્યારે વધારે અધિકાર કોનો? સ્ત્રીનો નિષ્કારણ અને અપ્રતીકાર્ય ત્યાગ કરનારનું પ્રાયશ્ચિત્ત શું ? સંસાર, ધર્મ, અને શાસ્ત્ર એ ત્રણનું સંઘટ્ટન થાય ત્યારે જયનો અધિકાર કોને ? વૈરાગ્ય, રસ, અને ધર્મ એ ત્રણના સંઘટ્ટનકાળે જયનો અધિકાર કોને ? આ ભેખના ત્યાગને અધોગતિ ગણવી કે નહીં ? એ ત્યાગનો અધિકાર કોને ખરો ને કોને નહી? સંસારે બંધાવેલા સંપ્રત્યયથી ઉત્પન્ન થયેલા ધર્મનાં બંધન આ સ્થાનની પવિત્ર પ્રાપ્તિથી કયારે અને કેવી રીતે છુટે છે ? અનેક લોકના અનેક વર્ગમાં સનાતન સામાન્ય અપ્રતિહત ધર્મ કીયો ?

આનો ઉત્તર મળતા પ્હેલાં બ્હારથી કાંઈ સ્વર સંભળાયા, અનેક સાધુઓ સંભ્રમમાં પડી ઉતાવળા ચાલતા કે ઉઠતા હોય એવા ઘસારા સંભળાયા અને તેની સાથે બુમ પડી કે “યદુનન્દનકો જય | ચન્દ્રાવલીમૈયાકો જય !” તે બુમો બંધ પડતા પ્હેલાં મંદિરની ઘંટાઓનો સ્વર સંભળાયો. થોડી વારમાં કુમુદસુંદરીને અને દશ બાર સાધ્વીજનને સાથે લેઈ, તારાઓને અગ્રભાગે શુક્રના તારાને સાથે રાખી ઉભેલી ચન્દ્રલેખા જેવી, ચન્દ્રાવલી વિષ્ણુદાસજીના આ આશ્રમભાગમાં આવી. વિષ્ણુદાસ વિના સર્વ મંડળ ઉભું થયું અને ચન્દ્રાવલીને નમસ્કાર કરવા લાગ્યું સર્વને અને ગુરુજીને નમસ્કાર કરતું, લજજાથી ગાલ ઉપર રતાશ ધરતું, નમાવેલાં મુખકમળની માળા જેવું, સાધ્વીમંડળ વિષ્ણુદાસ પાસે આવી ઉભું રહ્યું. ચન્દ્રાવલી કંઈક ફળપુષ્પ વિષ્ણુદાસજીના ચરણ પાસે મુકી પાછી આવી ઉભી, વિષ્ણુદાસ અંતે હાથ ઉંચો કરી સર્વને આશીર્વાદ દેતા બોલ્યા.

"स्वागतं भवतीनां परमं यच्छाश्वतमलक्ष्यं भद्राणामपि भद्रं तदस्तु सर्वासां वः।"[૧]

"ચન્દ્રાવલીમૈયા, સર્વેને લઈ સ્વસ્થ બેસો અને આ સાધુસ્થાન પાસેથી કેવો સત્કાર લેઈને તેને તે સત્કાર આપવાનું અધિકારી ગણવાની કૃપા કરો છો?”

એક પાસ સાધુએ બેઠા. બીજી પાસ ચન્દ્રાવલી અને તેનું મંડળ બેઠું. સરસ્વતીચંદ્રને આ દેખાવમાં વિચિત્ર ભવ્યતા લાગી. અંચળા અને જટાવાળા એક પાસ પ્રચણ્ડ અને પુષ્ટ જ્ઞાની બાવાઓ, સામી હારમાં સર્વાંગી એકેકું ભગવું વસ્ત્ર ધરનારી સ્ત્રીઓ અને તેને અગ્રભાગે કુમુદ


  1. આપ સાધ્વીજનો ભલે પધાર્યા ! ભદ્રોનું પણ ભદ્ર જે પરમ શાશ્વત અલક્ષ્ય છે તે આપ સર્વેનું હો !
સહિત ચન્દ્રાવલી, અને બે હારોને શિરેભાગે શ્વેતજટાધર તેમ વય

અને યોગસાધનથી જર્જરિત થયેલાં હાડકાંના પઞ્જર જેવા પણ તેજસ્વી વિષ્ણુદાસઃ વચ્ચે હિમાલય અને ત્યાંથી નીકળતી ગંગાયમુનાના પ્રવાહ જેવો આ સમાગમ સરસ્વતીચંદ્રને દર્શનીય લાગ્યો, પણ એ પ્રવાહો પાસે ક્‌વચિત, ગુપ્ત સરસ્વતીગંગા જેવી કુમુદસુંદરી ભણી એની આંખ જેવી ત્વરાથી જતી તેવીજ ત્વરાથી ત્યાં આગળથી પાછી ફરતી. વીજળીના ચમકારાની પળમાં પ્રવાસી પોતાના માર્ગનાં બે પગલાં શોધી લે એમ આટલા દૃષ્ટિપાતની પળમાં કુમુદસુંદરીની દૃષ્ટિ એ દૃષ્ટિપાતની પ્રેરકવૃત્તિ જોઈ લેતી હતી. ચન્દ્રાવલી આ વેળા વિષ્ણુદાસને ઉત્તર દેતી હતી.

“ગુરુજી, આપની કૃપા એજ સાધુજનનો સત્કાર છે. આ મધુરી મ્હારી દુલારી તેને ગિરિરાજ ઉપર મ્હેં આવવા દીધી ખરી, પણ હૃદયની ચિન્તાએ મને એની પાછળ આણી. હું આવી આપનાં અને આપના આશ્રમનાં દર્શન કરાવવાનો લાભ પણ એને આપવો ઉચિત લાગ્યો. અને એ નિમિત્તે આપનો જે જ્ઞાનવિનોદ ચાલતો હોય તેનાં સાક્ષી થવાનો અમને સર્વને લાભ આપો અને સાધુજનોને મળતા એ મહાલાભમાં અમે વિઘ્નરૂપ ન થઈ એ માટે આપની ચર્ચા ચલાવવાની કૃપા કરો.

વિહારપુરી: “ જી મહારાજ, નવીનચંદ્રજીના પ્રશ્નોના સમાધાનનો પ્રસંગ ચાલે છે તે તો આ સર્વને સવિશેષ પ્રિય થશે,”

જે પ્રસંગ અંહી મળે છે તેમાં સાધુજનો ન્હાનાં મ્હોટાં સર્વ સત્ય વચન જ ઉચ્ચારે છે એ ઉચ્ચારમાં વક્રવાણી વિનાનો ચાતુર્યવિલાસ અને વિનીત મધુરતા જેટલાં અક્ષરે અક્ષરે ઉભરાય છે તેટલાંજ લજજાશીલ સ્પષ્ટતા અને અહંકારશૂન્ય સિદ્ધાન્તવાદમાં કોઈ પાછું પડતું નથી. बोद्धारो मत्सरग्रस्ताः[૧] ક્‌હેનાર ભર્તુહરિ બીચારો નિમ્ન દેશના સંસારમાં ભટક્યો હશે અને આ સ્થાનને અપરિચિત રહ્યો હશે.” સરસ્વતીચન્દ્રના હૃદયમાં આ વિચાર દીપ્ત થયા અને વિષ્ણુ દાસનો ઉદ્રાર સાંભળી શાન્ત થયા.

વિષ્ણુ૦– “નવીનચંદ્રજી, સંસારને માટે મનુઆદિમહાત્માઓએ ધર્મશાસ્ત્ર રચેલાં છે તેમ સાધુજનોને માટે અલક્ષ્યસિદ્ધાંતકારે


  1. જેઓ વિદ્વાન છે તેને મત્સરે ખાધા છે !
ધર્મસંગ્રહ રચેલો છે તે આપણા ભણ્ડારમાં તમે જોયો હશે. જ્ઞાની પુરુષ

કૃતકૃત્ય મુક્ત થયા પછી તેનું પોતાનું પોતાની જાતને માટે કાંઈ કર્તવ્ય નથી પણ તેની પ્રવૃત્તિ માત્ર લોકસંગ્રહને માટે જ કહી છે. પણ લોક- સંગ્રહ કેવી પ્રવૃત્તિથી થાય છે તે આપણા લક્ષ્યધર્મસંગ્રહમાં જ વર્ણવેલુ છે. સાધુજન સ્વભાવે સંતુષ્ટ છે અને સંસારનો ત્યાગ કર્યા પછી સુન્દરગિરિ ઉપર માત્ર પોતાની સંસિદ્ધિને માટે આમરણાન્ત પ્રવૃત્તિ કર્યા કરે છે જે વિદ્વાન સાધુ સંસિદ્ધ જ હોય તેને તો તે અર્થે પણ પ્રવૃત્તિ નથી. તેનું વચન તો એટલું જ છે કે,-

[૧]"प्रारब्धकर्मणि क्षीणे व्यवहारो निवर्तते
कर्मोक्षये त्वसो नैव शाम्येद् ध्यानसहस्रतः ॥
विक्षेपो नास्ति यस्मान्मे न समाधिस्ततो मम
विक्षेपो वा समाधिर्वा मनसः स्याद्विकरिणः ॥
नित्यानुभवरुपस्य को मे वानुभवः पृथक्
कृतं कृत्यं प्रापणीयं प्राप्तमित्येव निश्चयः ॥

"જ્ઞાનીને આમ વ્યવહાર નથી તે પોતાને માટે નથી; પણ જગતના કલ્યાણને માટેની તેની પ્રવૃત્તિ નષ્ટ નથી થતી."

[૨]"व्यवहारो लौकिको वा शास्त्रीयो वान्यथापि वा ।
ममाकर्त्तुरलेपस्य यथारब्धः प्रवर्त्तताम् ॥
अथवा कृतकृत्योऽपि लोकानुग्रहकाम्यया ॥
शास्त्रीयेणैव मार्गेण वर्त्तेहं का मम क्षतिः ॥

"જગતનું કલ્યાણ કરવાનું તેનું કારણ શું ? પરમ અલક્ષ્યના દર્શનથી મોક્ષ થાય છે એ સત્ય છે, પણ એ તો માત્ર સૂક્ષ્મ અને વાસના


  1. પંચદશી.- “પ્રારબ્ધ કર્મ ક્ષીણ થતાં વ્યવહાર નિવૃત્ત થાય છે અને કર્મનો ક્ષય થયો નથી ત્યાં સુધી સહસ્ત્ર ધ્યાનથી પણ વ્યવહારશાન્તિ થવાની જ નથી. મ્હારે કોઈ વિક્ષેપ નથી તે મ્હારે સમાધિ પણ નથી વિક્ષેપ અને સમાધિ તે વિકારી મનને માટે છે. અથવા હું જાતેજ નિત્યાનુભવરૂપ છું, તેને જુદા અનુભવ તે શો ? મ્હારો તો એવો જ નિશ્ચય છે કે કરવાનું હતું તે કરી લીધું અને મેળવવાનુ હતું તે મેળવી લીધું છે.
  2. હું જાતે અકર્તા છું, અલેપ છું ! તે મ્હારો વ્યવહાર લૌકિક હોઈને કે શાસ્ત્રીય હોઈને, કે અન્યથા પણ જેવો પ્રારબ્ધ છે તેવો, પ્રવર્તો. અથવા હું કૃતકૃત્ય છું, તોપણ લોકઉપર અનુગ્રહ કરવાના કામથી શાસ્ત્રીય માર્ગે જ હું વર્તું તો તેમાં કાંઈ ક્ષતિ નથી. પંચદશી.
શરીરનાં વાસનાજન્ય સુખદુઃખાદિથી થતા શોકહર્ષાદિમાંથી મુક્ત થવાય

છે. કારણ આત્મા તો બદ્ધ કે મુક્ત કંઈ નથી. સ્થૂલસૂક્ષ્મ તો કર્મવિપાકની પૂર્ણાહુતિથી જ છુટે છે.


"प्रियेषु स्वेषु सुकृतमाप्रियेषु च दुष्कृतम् ।
विसृज्य ध्यानयोगेन ब्रह्माभ्येति सनातनम् ॥" [૧]


સંસારીયોમાં પ્રિય - અપ્રિય હોય તેમાં આ શાસ્ત્ર સત્ય હો. પણ સાધુજનને તો અપ્રિય કોઈ નથી. પણ સંસારમાં તેમનો પણ દ્વેષ કરનાર હોય છે. ને તેમને માટે તો શ્રુતિ વચન છે કે. -


तस्य पुत्रा दायमुपयन्ति सुहृदः साधुकृत्यम् द्विषन्तः पापकृत्यम् ॥ [૨]


“લક્ષ્ય સંસારમાં કંઈ નષ્ટ થતું નથી, પણ સર્વ વસ્તુઓ સ્વયોનિમાં શાંત થાય છે માટે લક્ષ્યરૂપમાંથી મળેલી કર્મજન્ય સંપત્તિવિપત્તિઓનો એજ તેમના યોનિ સ્વરૂપમાં હોમ કરવાથી કર્મજાળ શાન્ત થાય છે અને સ્થૂલ સૂક્ષ્મ દેહ છુટે છે. આ વિધિ ધીમે ધીમે ધૈર્યથી પામવાનો છે; એનું ફળ સહસા કેવળ જ્ઞાનથી હાથમાં આવે એમ નથી. બીજી શ્રુતિ કહે છે કે.-


भूतेषु भूतेषु विचित्य धीरा: प्रेत्यास्माल्लोकादमृता भवन्ति ॥[૩]

“ સાધુજને ધીરે ધીરે પોતાની પ્રવૃત્તિથી પોતાની શક્તિ-સમૃદ્ધિ ભૂતમાત્રમાં સંક્રાંત કરી દેવી અને લક્ષ્યરૂપમાંથી સ્થૂલરૂપે લીધેલા શરીરરત્નને ઉત્તમ સંસ્કારોથી પરિપકવત્ સૂક્ષ્મરૂપ આપી લક્ષ્યરૂપનાં ભૂતસંગ્રહરૂપ શરીરને ખોળે પાછું સોંપી દેવું – એ જ શરીરબંધનની બાણગતિનો શુદ્ધ સંસિદ્ધ અસ્ત છે, ભૂતમાત્રરૂપ યજ્ઞમાં સ્થૂલ સૂક્ષ્મ શરીરોનો તેમની પ્રવૃત્તિયો સાથે હોમ થાય એ જ અલખનો લખયજ્ઞ છે."


  1. પોતાના પ્રિયજનને સુકૃતનું અને અપ્રિયજનને દુષ્કૃતનું દાન કરી દેઈ ધ્યાનયોગવડે યોગી સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરે છે. મનુ.
  2. તેના પુત્રો વારસાને પામે છે, સુહૃદયવાળા એટલે તેના મિત્રો તેના સાધુકૃત્યને પામે છે, ને તેના દ્વેષ કરનારા તેના પાપકૃત્યને પામે છે.
  3. આ ભૂતોમાં વેર્યું, તે ભૂતોમાં વેર્યું, એમ ભૂતોમાં (પોતાનાં કૃત્ય અને સમૃદ્ધિઓને ) વેરતાં વેરતાં ધીર (મહાત્માઓ) આ લોકમાંથી નીકળી અમૃત થાય છે. (કેનોપનિષદ્)
"સંસારીઓ પોતાની જાતને માટે સઉ પ્રવૃત્તિઓ કરે છે તે તેમની

દશાનું ફળ છે. સાધુજનો પરમ અલખના લેખ સ્વરૂપની જગતકલ્યાણકર ઇચ્છામાં પોતાની ઇચ્છાઓનો અને પ્રવૃત્તિઓનો હોમ કરે છે. પરમ પુરૂષે માંડેલા પરમ યજ્ઞમાં સાધુજનો આમ પોતપોતાની આહુતિઓ આપે છે, અને પોતાની સ્થૂલસૂક્ષ્મ સમૃદ્ધિઓને સ્થૂલસૂક્ષ્મ ભૂત સંગ્રહમાં વેરી દે છે અને તેટલા હોમથી અયસ્કાંતમાં લોહસંક્રાંત થાય તેમ સાધુજનોનાં પુણ્ય તેમના ઉપર પ્રીતિ રાખનારને પ્રાપ્ત થાય છે ને તેમનાં પાપકૃત્ય તેમના ઉપર દ્વેષ રાખનારમાં સ્વભાવબળથી પ્રાપ્ત થાય છે અને તેને અનંતે રાગદ્વેતષરહિત એ સાધુજનો એ દેહથી મુકત થઈ વિદેહ કૈવલ્ય પામે છે."

“આપણ સાધુજનોના લક્ષ્યધર્મની પ્રવૃત્તિનું મૂળ પ્રયોજન, આવું છે. જ્યાં સુધી તેમનાં શરીર વિદ્યમાન છે ત્યાં સુધી લોકનું કલ્યાણ કરવામાં આયુષ્ય ગાળવું એને જ તેઓ ધર્મ ગણે છે, અને આર્ય અનાર્ય, સર્વ ધર્મ એકદેશીય નીવડ્યા છે ત્યારે આ આપણો લક્ષ્યધર્મ સ્વભાવથી સર્વદેશીય અને સનાતન છે, કારણ જગતનું કલ્યાણ કરવું એ સર્વદા સર્વત્ર સાધુજનનું લક્ષણ ગણાયું છે ને ગણાશે. નવીનચંદ્રજી, સાધુજનોના સર્વ ધર્મ આટલામાં પર્યાપ્ત થાય છે. જ્ઞાની કે અજ્ઞાની સર્વને માટે ધર્મ છે, ને ત્યાગીને પણ ધર્મ છે. માટે જ પ્રથમ કહ્યું છે કે,

[૧]"धर्मं शनैः संचिनुयाद्वल्मीकमिव पुत्तिकाः ।
परलोकसहायार्थं सर्वभूतान्यपीडयन् ॥
नामुत्र हि सहायार्थे पिता माता च तिष्ठतः ।

  1. રાફડાને જેમ કીડીઓ સંચિત કરે છે તેમ મનુષ્યે પરલેાકસહાયને અર્થે, સર્વભૂતોની પીડા નિવારતાં નિવારતાં, ધીમે ધીમે ધર્મનો સંચય કરવો. પરલોકમાં સહાયને અર્થે પિતા ને માતા ઉભાં ર્‌હેતાં નથી, પુત્રદારા કે જ્ઞાતિજન ઉભાં ર્‌હેતાં નથી, માત્ર એકલો ધર્મ ઉભો ર્‌હે છે. જન્તુ એકલા જન્મે છે, એકલો જ પ્રલય પામે છે, એકલો સુકૃતને અને એકલો જ દુષ્કૃતને ભેાગવે છે. જ્યારે લાકડા લ્હોડાની પેઠે તેના ભરેલા શરીરનું ઉત્સર્જન કરી બાન્ધવો વિમુખ થઈ પાછા જાય છે ત્યારે ધર્મ તેની પાછળ જાયછે. માટે સહાયને અર્થે ધીમે ધીમે ધર્મનો સંચય કરવો, કારણ ધર્મરૂપ સહાયથી દુસ્તર તિમિરને તરી જવાય છે. તપવડે જેના દોષ નાશ પામ્યા છે એવા ધર્મપ્રધાન પુરૂષને તેના શરીર સાથે જીવતો ને જીવતો પ્રકાશમયરૂપે પરલોકમાં ( ધર્મ ) લેઈ જાય છે. મનુ.
न पुत्रदारा न झातिर्धर्मस्तिष्ठति केवलः ॥
एकः प्रजायते जन्तुरेक एव प्रलीयते ।
एकोनुभुङ्क्ते सुकृतमेक एव च दष्कृतम् ॥
मृतं शरीरमुत्सृज्य काष्ठलोष्टसमं क्षितौ ।
विमुखा बान्धवा यान्ति धर्मस्तमनुगच्छति ॥
तस्माद्धर्मं सहायार्थं नित्यंं संचिनुयाच्छनैः ।
धर्मेण हि सहायार्येन तमस्तरति दुस्तरम् ॥
धर्मप्रधानं पुरुषं तपसा हतकिल्विषम् ।
परलोकं नयत्याशु भास्वन्तं स्वशरीरिणम् ॥

"સંસારીને માટે ધર્મ આવો છે તો સંન્યાસીને માટે ધર્મ મનુએ જ કહેલા છે."

[૧]नाभिनन्देत मरणं नाभिनन्देत जीवितम् ।
कालमेव प्रतीक्षेत निर्देशं भृतको यथा ॥
अवेक्षेत गतीर्नॄणां कर्मदोषसमुद्भवाः ।
निरये चैव पतनं यातनाश्च यमक्षये ॥
विप्रयोगं प्रियैश्चैव संयोगं च तथा ऽप्रियैः ।
जरया चाभिभवनं व्याधिभिश्चोपपीडनम् ।
देहादुत्क्रमणं चाष्मात् पुनर्गर्भे च संभवम् ।

  1. મરણનું તેમ જીવિતનું એકનું પણ અભિનન્દન તેણે-સંન્યાસીએ ન કરવું; સેવક સ્વામીની આજ્ઞાની વાટ જુવે તેમ કાળની જ વાટ જોવી. કર્મદોષથી ઉત્પન્ન થયેલી મનુષ્યની ગતિએાનું અવલોકન કર્યા કરવું; તેમજ બીજી વસ્તુઓ પણ તેણે જોવાની છે – જેમકે મનુષ્યોના નરકપાત, યમલોકમાં વેદનાઓ, પ્રિયવસ્તુના વિયોગ, અપ્રિયના સંયોગ, વૃદ્ધાવસ્થાથી થતો પરાભવ, વ્યાધિએાથી થતી પીડાઓ, આ દેહમાંથી નીકળવું, ફરી ગર્ભમાં સંભવ, હજારકરોડો યોનિએામાં આ અંતરાત્માની સંસૃતિયો, અને શરીરીયોને અધર્મથી થતા દુઃખયેાગ અને ધર્માર્થથી થતો અક્ષય સુખયોગ એ સર્વની ચતુર્થાશ્રમીએ અવેક્ષા (અવલોકન) કરવી. વળી યોગવડે પરમાત્માની સૂક્ષ્મતાની અને ઉત્તમ અધમ દેહોમાં સમુત્પત્તિની અન્વીક્ષા તેણે કરવી. પોતે સ્વાશ્રમ ધર્મમાંથી દૂષિત થાય તો પણ ગમે તે આશ્રમથી તૃપ્ત રહી ધર્મ ચરવો અને સર્વ ભૂતો પ્રતિ સમાન ર્‌હેવું કારણ સંન્યાસનું ચિન્હ જ ધર્મનું કારણ છે, એમ નથી. વળી ઉંચાં નીચાં ભૂતોમાં અંતરાત્માની જે ગતિ છે તે અકૃતાત્મ જનોથી જોવાય સમજાય એવી નથી તેને આ આશ્રમવાળાએ ધ્યાનયોગથી જોઈ લેવી. (મનુ)
“योनिकोटिसहस्त्रेषु सृतीश्चास्यान्तरात्मनः ॥
"अधर्मप्रभवं चैव दुःखयोगं शरीरिणाम्
“धर्मार्थप्रभवं चैव सुखसंयोगमक्षयम् ॥
“सूक्ष्मतां चान्ववेक्षेत योगेन परमात्मनः ।
“देहेषु च समुप्तत्तिमुतमेष्वधमेषु च ॥
“दूषोतोपि चरेद्धर्म यत्र तत्राश्रमे रतः ।
"समः सर्वेषु भूतेषु न लिङ्गं धर्मकारणम् ॥
"उच्चावचेषु भूतेषु दुर्ज्ञेयामकॄतात्मभिः ।
"ध्यानयोगेन संपश्येन्दतिमस्यान्तरात्मनः ॥

“સંન્યાસીને માથે તેના આશ્રમ પ્રમાણે આવા ધર્મ છે. મધપુડામાંથી મધ લેઈ લીધા પછી તે નકામો થાય છે તેમ શાસ્ત્રનાં રહસ્ય જાણી લેનાર સંન્યાસીને પુસ્તકમાત્ર નકામાં પડે છે. પરમાત્માને પામી તે કૃતકૃત્ય થાય છે. પણ તેટલું કરી બેસી ર્‌હેવામાં તેના આયુષ્યનો ધર્મ સમાપ્ત નથી. પણ પ્રવ્રજિત જને સંસારમાં સ્થાનેથી સ્થાને અને ગ્રામથી ગ્રામે પ્રવાસ કરવાનું છે અને તે પ્રવાસમાં તમને મનુનાં વાક્ય કહી બતાવ્યાં તેમાંના ધર્મ પાળવાના છે. એ વાક્યોમાં સંન્યસ્તચર્યાવાળાએ સંસારમાંના પદાર્થો જાતે લક્ષ્ય કરવા. જાતે તેનું અવલોકન કરવાનું છે, જાતે તેના વિચાર કરવાના છે, જાતે શોધન કરવાનું છે, સર્વ ભૂત ઉપર સમતા રાખવાની છે, અને પરમાત્માની સૂક્ષ્મમતા અનુભૂત કરવાની છે. પરમાત્માની જે ગતિ અનાત્મવાન્ જનને અજ્ઞેય છે તે આવા ત્યાગીએ જોવાની છે અને સંસારને બોધવાની છે. ત્યાગીને માટે આ ધર્મ લખ્યા છે અને તે પછી સંસારના ઉદ્ધારને માટે સંસારમાં એના અનુભવોના ઉદ્દાર અને ઉદ્દબોધન કરવાનાં છે. કૃતકૃત્ય ત્યાગીને શિર પણ લોકકલ્યાણના આવા ધર્મ પ્રાચીન કાળથી મુકાયા છે, અને સંસારી તેમ ત્યાગી ઉભયને શિર એ ધર્મનું બંધન આયુષ્યપર્યન્ત અનિવાર્ય છે.

"સંસારીયોનાં ધર્મશાસ્ત્ર અસંખ્ય દેશકાળના વિચારોથી બંધાયાં છે ત્યારે લક્ષ્યધર્મસંગ્રહ માત્ર સર્વ દેશકાળની સનાતન સાધુતાના જ વિચારથી રચાયા છે. સંસારીયોના મુખ્ય ધર્મ જેમ પંચમહાયજ્ઞમાં સમાપ્ત થાય છે તેમ સાધુતાના ધર્મ પણ પંચમહાયજ્ઞમાં જ સમાપ્ત થાય છે, પણ સંસારીયોના યજ્ઞ સ્થૂલ સામગ્રીથી યજાય છે અને યજ્ઞદર્શન સંસારને લક્ષ્ય થાય છે ત્યારે સાધુઓના યજ્ઞ તેમનાથી અલક્ષ્ય રહે છે અને તેની સામગ્રી સૂક્ષ્મ હોય છે, સંસારના યજ્ઞ ઘણું ખરું સકામ હોય છે અને નિષ્કામ હોય છે ત્યારે પણ પોતાના કલ્યાણને જ માટે હોય છે, દેહના કલ્યાણને માટે હોય છે કે પોતાના જીવના કલ્યાણને માટે હોય છે અને લોકનું કલ્યાણ એ તો માત્ર આ આત્મકલ્યાણનું સાધન જ હોય છે. પિતા, પુત્ર, વગેરે સર્વ પદાર્થો તો શું પણ બ્રહ્મ જાતે પણ આત્માના જ કામને માટે પ્રિય છે એવું યાજ્ઞવલ્કય-વચન[૧] આ સંસારીયોનાં જ હૃદયને માટે છે. સાધુજનોનાં હૃદયમાં તો આત્માને માટે પણ કામ નથી અને અનાત્માને માટે પણ નથી. તેમના ધર્મ તો કેવળ નિષ્કામ લોકકલ્યાણાર્થ યજ્ઞરૂપ જ છે. ધર્મ જગતનું ધારણ કરે છે, અને ધર્મનું ધારણ પરમાત્મ પરમ અલક્ષ્યનું લક્ષ્યસ્વરૂપ પોતે કરે છે, માટે જ એ લક્ષ્યસ્વરૂપ લક્ષ્ય પુરુષરૂપનાં ધારેલા ધર્મયજ્ઞની અંશભૂત જ્વાળાઓ જેવા યજ્ઞોને સાધુઓનાં જીવસ્ફુલિંગ રચે છે, જે સંસારના મૂળ પાસે બ્રહ્માને, અને મુખ પાસે શિવને, નામે ઈશ્વરનાં રૂપ હિમાચળ અને સમુદ્ર જેવાં ગણેલાં છે તે બે વચ્ચેની સંસારગંગાના આખા પ્રવાહને પાળનાર એ જ ઈશ્વરનું વિષ્ણુનામે અભિમાન રાખી આ મઠ તેને પૂજે છે. એ આભિમાનિકી પ્રીતિને પાત્ર લક્ષ્ય પુરુષ વિષ્ણુ પરમાત્મા સંસારમાં વ્યાપી રહી સંસારના ધર્મનું પાલન કરે છે."

" [૨]त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ।
“अतो धर्माणि धारयन् ॥
[૩]विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे ।
“इन्द्रस्य युज्यः सखा ॥

“ એ પરમ પુરુષ જાતે જ યજ્ઞરૂપે પ્રજ્વલમાન થાય છે અને આર્યોનો સનાતન ધર્મ એમાંથી જ પ્રભવ પામે છે."


  1. ૧. બૃહદારણ્યક ઉપનિષદ્
  2. ર. કોઈને હાથે જેની હિંસા થાય એમ નથી એવા પૃથ્વીપાલક વિષ્ણુએઆ ત્રિલોકમાં ધર્મનું ધારણ કરતાં કરતાંજ તેમાં ત્રણ પગલાંથીવિક્રમ કર્યો.
  3. ૩. જેનાથી યજમાનો યજ્ઞવ્રતનો સ્પર્શ કરી શકે છે એવાં વિષ્ણુનાં પાલકકર્મ જુવો ! યજ્ઞના ઈન્દ્રના તે યોગ્ય સહાય છે.
[૧]यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ॥

“ એ શ્રેષ્ટ યજ્ઞમાં એ પરમ પુરુષ જાતે જ યજ્ઞનું પશુ [૨]થાય છે, વસન્ત એનું આજ્ય[૩] થાય છે, ગ્રીષ્મ ઇન્ધન [૪], થાય છે, અને શરદ્ હવિ[૫]થાય છે. ચારે વેદ એ યજ્ઞમાંથી ઉત્પન્ન થાય છે. એમાં યજમાન અને હોતા દેવો અને ઋષિજનો થાય છે. એ પુરુષસાથે અદ્વૈત પામવાનો[૬] આપણો વિધિ એ યજ્ઞમાં ભળવાથી સધાય છે. વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રવૃત્તિઓનો અભેદ થાય એટલી આમાં ફલજિઘત્સા [૭] છે. આ ફલજિઘત્સાને જ શુદ્ધ નૈષ્કામ્ય અને બ્રહ્માર્પણ ક્‌હે છે. જીવ અને ઈશ્વરનો, ઈશ અને અનીશનો, અદ્વૈતયોગ આથી જ સધાય છે. બ્રહ્મ, ઈશ અને જીવ, અથવા પરમ અલક્ષ્ય, પરમ લક્ષ્ય પુરુષ, અને જીવસ્ફુલિંગ એ ત્રણેનો ત્રિયોગ સાધવાનું આ પ્રથમ પગલું છે. કર્મમાત્રનો યોનિ લક્ષ્ય બ્રહ્મ છે અને લક્ષ્ય બ્રહ્મનો યોનિ અલક્ષ્ય અક્ષર બ્રહ્મ છે.[૮] સ્વયોનિલાભથી કર્મ લક્ષ્ય બ્રહ્મમાં અને લક્ષ્ય અલક્ષ્યમાં શાંત થાય છે તે આ જ ત્રિયોગથી થાય છે. ભૂતમાત્રને આત્મવત્ ગણી આત્મસાત કરવાનો માર્ગ તો આપણા પંચમહાયજ્ઞથી જ સધાય છે, તેમાં આવી નિષ્કામતા, આવા શિષ્ટતમ હેતુ, અને સર્વભૂતના કલ્યાણરૂપ આવું ફળ છે."

"સંસારના પંચમહાયજ્ઞ પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ, ભૂતયજ્ઞ, દેવયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ એવા ગણાય છે. સાધુજનોના યજ્ઞોનાં નામ એવાં જ છે પણ તે યજ્ઞોના આત્મા અને શરીર જુદા પ્રકારનાં છે. પરમ પુરુષના પરમયજ્ઞમાં પુરુષ પોતે જ પશુસ્થાને બલિરૂપ થઈ હોમાય છે, તેમ પુરુષસ્ફુલિંગ જીવાત્મા સાધુજનોના આ પંચયજ્ઞમાં જાતે જ પશુવત્ હોમાય છે – જીવાત્મા સૂક્ષ્મ અને કારણ શરીર સહ વર્તમાન આમાં પશુ થઈ મેધ્ય થાય છે. ભોગાયતન સ્થૂલ શરીર છે તે આ યજ્ઞની વેદી થાય છે. વ્યોમચારી પક્ષી ચાંચમાંનું ફળ કોઈ વૃક્ષ ઉપર બેઠા વિના ભોગવી શકતું નથી તેમ જન્મપરંપરાનું પક્ષી સુક્ષ્મ શરીર સ્થૂલશરીરમાં


  1. ૧. દેવોએ યજ્ઞવડે યજ્ઞનો ત્યાગ કર્યો ! પ્રથમ ધર્મ આવા હતા.
  2. ર. યજ્ઞમાં બલિદાનમાં આપવાનું પશુ – બકરો વગેરે.
  3. ૩. ધી.
  4. ૪. બળતણ.
  5. પ. હોમવાનું અન્નાદિ, ત્રીજો ભાગ, પૃષ્ઠ ૧૧૪.
  6. ૬. ત્રીજો ભાગ પૄષ્ઠ ૧૧૪.
  7. ૭. ત્રીજો ભાગ પૄષ્ઠ ૧૧૪.
  8. ૮. ત્રીજો ભાગ પૃષ્ઠ ૧૧૯-૧ર૦.

હોય ત્યારે જ ભોક્તા થાય છે. આ વેદિ ઉપર ચ્હડયા વિના આ પશુ યજ્ઞબલિ પણ થઈ શકતું નથી. એ વેદી અને એ પશુને સુસમૃદ્ધ રાખવાં એ આ યજ્ઞનો પૂર્વ વિધિ છે અને હોમાદિ ઉત્તર વિધિ છે. પશુ વિષયે સૂત્રો છે કે [૧]रुद्राय महादेवाय जुष्टो वर्द्धस्वेति तं वध्धयेत संपन्नदन्तमृषमं वा ॥ પશુનો આ વર્ધનવિધિ આવશ્યક છે. સાધુજનોનાં સૂક્ષ્માદિ શરીર આ ત્રણે મઠોમાં આ વિધિપ્રમાણે પુષ્ટ, પવિત્ર અને, વર્ધમાન રાખવામાં આવે છે. તારામૈત્રક અને ગ્રહદશાના બળથી જે દમ્પતી ત્રસરેણુક અવસ્થા પામે છે તેમનાં સૂક્ષમ શરીર સૂક્ષ્મ અદ્વૈત પામી ત્રસરેણું થયલા સંવૃદ્ધપીન પશુનો યાગ કરે છે અને એ અદ્વૈતથી જ એ પશુ વર્દ્ધિત થઈ યાગયોગ્ય થાય છે. વિહારમઠનું શાસ્ત્ર આ વિધિને ઉદ્દેશીને જ રચેલું છે. જે સ્ત્રીપુરુષને આવો યોગ પ્રાપ્ત થતો નથી અને કુમારીના કંકણ પેઠે એકાકી નો વિહાર કરી શકે છે તેને ત્યાગધર્મ પ્રાપ્ત થાય છે અને બીજા બે મઠ તેને માટે છે. સ્થૂલ યજ્ઞોની વેદી અને પશુનો સંયોગ ઘણો મોડો મનુષ્યનો કર્યો થાય છે; પણ સૂક્ષ્મ શરીરનો અને સ્થૂલ શરીરનો સંયોગ સ્થૂલ શરીરના જન્મ સાથે લક્ષ્યપુરુષ જાતે જ રચે છે, અને એ સંયોગ રચાય છે ત્યારથી જ એ પશુ અને એ વેદીનો સંયોગ થાય છે. એ સંયોગ થયો કે એ પશુ ૫રમ લક્ષ્ય પુરુષની ઇચ્છાથી, કુટુમ્બાદિના પ્રયત્નથી, અને અન્ય નિમિત્તોથી, દિને દિને વધે છે, પુષ્ટ થાય છે, અને સંપૂર્ણ અથવા ન્યૂનાધિક કલાને પામે છે. એ પશુના આ પોષણાદિમાં સાધનભૂત થવું એ સાધુજનો પોતાનો પ્રથમ ધર્મ અને સર્વ યજ્ઞોનો આવશ્યક વિધિ ગણે છે. જેવી રીતે આ પશુની વૃદ્ધિ વિહિત છે તેવી જ રીતે યજ્ઞસામગ્રીનો અને પશુનો દિવસે દિવસે વધતો ભાર ઝીલવાને તેમ ચિરંજીવ અગ્નિનો સતત તાપ વેઠવાને માટે આ યજ્ઞની વેદીને પણ સમર્થ કરવામાં આવે છે. સ્થૂલ અને સૂક્ષ્મ શરીરનાં પોષણાદિને માટે આ મઠોમાં જે વ્યવસ્થા છે તેનું આવું કારણ છે, અને એ વ્યવસ્થાને અંગે આવશ્યક ન હોય એવો કોઈપણ ભોગ ઇચ્છવો તે સાધુઓમાં અધર્મ્ય અને કામરૂપ મનાય છે અને તેને દૂર રાખવામાં આવે છે."


  1. ૧. "રૂદ્ર મહાદેવની તૃપ્તિ માટે બોટાયલો તું વૃદ્ધિ પામ ! – એમ કહી તેનેદાંત આવે અથવા પુત્રોત્પાદન યોગ્ય વયનો તે થાય ત્યાં સુધી તેનું વર્ધનક૨વું: ” આશ્વલાયનીય ગૄહ્ય સૂત્ર.

“ આ વેદીને, પશુને, અને યજ્ઞસામગ્રીને, સંભૃત કરવા જે જે શુભ પદાર્થો જોઈએ તે તે કેવી રીતે વસાવવા? સંસારીયોના યજ્ઞમાં કાષ્ઠ, ધૂત, આદિ સામગ્રી સંભાર જોઈએ તેમ સાધુજનોના યજ્ઞસંભારમાં સુંદરતા, રસ, પ્રીતિ, ભક્તિ, આદિ ગુણો અને ભિક્ષાદિને માટે જોઈતો સંગ્રહ જોઈએ છીએ. રાજસી વૃત્તિવાળો સંસારી જેટલા ઉત્સાહ અને પ્રયત્નથી ધર્માર્થકામ માટે ઐહિક પદાર્થોને અને શક્તિઓનો સંગ્રહ કરે છે અને તેમના ભોગમાં પ્રવૃત્ત થાય છે તેવા અને તેટલાજ ઉત્સાહ અને પ્રયત્નથી પણ સાત્વિક વૃત્તિથી સાધુજનો પોતાના આવા યજ્ઞસંભારની વિવૃદ્ધિને માટે તેના પોતેજ ભોક્તા હોય એમ પ્રવૃત્ત થાય છે. એ પ્રવૃત્તિથી આ સંભાર કેવી રીતે સંગ્રહાય છે એ જોવાનું હવે રહ્યું. બાલક જ્યારે ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે તેના મુખને ભોજનની કે પાનની શક્તિ હોતી નથી. તેવે કાળે નાળબન્ધનને દ્વારે બાળકના ઉદરમાં માતાના ઉદરમાં પક્વ થયલો પોષણસંભાર પ્હોચેછે તેમ સ્થૂલ-સૂક્ષ્મ શરીરની ઈન્દ્રિયો દ્વારા અને સૂક્ષ્મ શરીરની પ્રવૃત્તિઓ દ્વારા પૃથ્વીમાતાના ઉદરમાં ઐહિક સંપત્તિઓને રૂપે પક્વ થયલો યજ્ઞસંભાર સ્થૂલ સૂક્ષ્મ શરીરોમાં પ્હોચેછે અને યજ્ઞની વેદીને અને યજ્ઞના પશુને તેમ યજ્ઞ ઉપરના અગ્નિને સર્વ સ્થૂલ સૂક્ષ્મ સાધનોથી સંભૂત ને ભૂષિત કરે છે. પરમ લક્ષ્ય પુરુષની સર્વવ્યાપિની અલક્ષ્ય જ્વાલાઓ દશે દિશાએ લાગી રહી છે તે જ્વાલાઓ આવાં સંભૃત શરીરોનો જ સ્પર્શ કરે છે અને જીવસ્ફૂલિંગના પંચમહાયજ્ઞ ત્યારે જ આરંભાય છે."

“એ યજ્ઞોમાં પ્રથમ પિતૃયજ્ઞ છે, સંસારને માટે આ યજ્ઞ જુદો છે ને સાધુજનોને માટે જુદો છે. સંસારીજનને પુત્રપિત્રાદિ સંબંધ પ્રાપ્ત થાય છે અને પિતૃવર્ગ આયુષ્યમાન હોય તો તેમની પ્રત્યક્ષ તૃપ્તિ માટેનો યજ્ઞ છે અને તે પછી તે તેમનાં સૂક્ષમ શરીરની પરોક્ષ તૃપ્તિને માટે છે. પ્રત્યક્ષ તૃપ્તિ પુત્રને જ પરમાર્થરૂપ છે પણ પિતામાતાદિ આ તૃપ્તિના અભ્યાસથી તેનાં લોભી થાય છે અને તેમનાં પોતાનાં સૂક્ષ્મ શરીરોની એવી કામનાઓથી અધોગતિ થાય છે. તેમની કામનાઓને અતિતૃપ્ત કરવા જેવા પિતૃયજ્ઞ પુત્રો આરંભે તો બીજા ચાર યજ્ઞોમાં તેમની પ્રવૃત્તિ યથોચિત થઈ શકતી નથી અને તેનું પાપ એવી તૃપ્તિની કામનાવાળાં પિતામાતાને લાગે છે. એટલું જ નહી પણ એ કામનાઓના અભ્યાસથી પિતામાતાના પોતાના પંચયજ્ઞ પણ અપૂર્ણ ર્‌હે છે. મનુષ્યમાત્રના સર્વ યજ્ઞ યથોચિત પ્રમાણમાં થાય તે જ પરમપુરુષને પુરુષયજ્ઞ દીસ થાય છે, માટે પિતૃયજ્ઞની આ સ્થિતિથી પુરુષયજ્ઞનો પણ પિતા માતા દોષ કરે છે. પિતામાતા અને જયેષ્ટ કુટુમ્બ રૂપ પિતૃલોક, પુત્રલોક, અને જગત એમાંથી કોઈના કલ્યાણને માટે આ સ્થિતિ અનુકૂળ નથી. માટે સાધુજનોએ પિતૃયજ્ઞનો ત્યાગ કરી તેને સ્થાને મઠયજ્ઞની વ્યવસ્થા રાખી છે. મૃત પિતૃજનની તૃપ્તિને માટે સંસારીયોમાં યજ્ઞ થાય છે. પણ સત્ય જોતાં તો મૃત્યુ પછી પિતાપુત્રાદિક સંબંધ નષ્ટ થાય છે અને પિતૃલોકમાં સર્વ જીવ સૂક્ષ્મરૂપે સ્ફુરે છે. પિતૃલોકનો ઉદ્ધાર પુત્રના સંન્યાસથી થાય છે તેમ તેની સાધુતાથી પણ થાય છે. સાધુજનની સાધુતા અને સાધુયજ્ઞો પિતૃલોકને તૃપ્ત કરી ઉદ્ધાર આપવા એકલાં જાતે જ સમર્થ છે અને બાકી તો તમને કહ્યું કે અલક્ષ્ય પરમાત્માના જીવસ્ફુલિંગને તો પિતા, પિતામહ, પ્રપિતામહ, કે સંબંધી કોઈ છે જ નહી – તેનું તો સર્વત્ર આત્મરૂપ જ છે. અને વ્યવહારદૃષ્ટિથી જુવો તો પણ તેમની તૃપ્તિ તો માત્ર હંસપદ[૧]થી થાય છે. પિતા આદિ પિતૃવર્ગ પિતૃત્વસંબંધનો સનાતન ત્યાગ કરી આ ભૂતળ ઉપર નહી પણ પરલોકમાં વસે છે અને તેમની તૃપ્તિને માટે ભૂતળમાં આપેલી નિવાપાંજલિ માત્ર હંસપદ જેવી આવશ્યક ગણી એ તૃપ્તિ સિદ્ધ થશે એવી શ્રદ્ધાયુક્ત ઉત્પ્રેક્ષા સંસારીઓ કરે છે, પણ શુદ્ધ દૃષ્ટિએ જોતાં તો પિતૃલોક ઐહિક સંબંધનો ત્યાગ કરી દેવયજ્ઞમાં જ સાધ્ય છે માટે કહ્યું છે કે.

[૨]“वसून वदन्ति वै पितॄन
“रुदांश्चैव पितामहान् ।
“प्रपितामहांश्चादित्यान्
"श्रूतिरेषा सनातनी ॥

આવાં ગુરુપ્રયોજનને ઉદ્દેશી સાધુજનો સર્વ પિતૃયજ્ઞનો ત્યાગ કરે છે અને સાધુપિતાઓ પુત્ર પાસે એવા યજ્ઞ કરાવતા જ નથી એટલું નહી પણ તેનો નિષેધ કરે છે. સાધુપિતાઓ સર્વદા પુત્રો ઉપર નિષ્કામ નિર્ભય પ્રીતિ જ રાખે છે, અને પુત્રનો પુત્રવત્ નહી પણ આત્મવત્


  1. ૧. હંસપદ – કાકપદ - કાક પગલું અથવા કાટ પગલું - caret
  2. પિતા વસુ કહ્યા છે પિતામહ રુદ્ર કહ્યા છે, અને પ્રપિતામહ આદિત્ય કહ્યા છે એવી સનાતન શ્રૂતિ છેઃ મનુ.
જુવે છે, અને કૈવલ્ય પામેલા સાધુનું શ્રાદ્ધ તેના ગુણકીર્તનથી ને

જ્ઞાનેલેખથી જ કરે છે.

“આ પિતૃયજ્ઞને સ્થાને આપણે ત્યાં મઠયજ્ઞ ગણાય છે. પુત્રશરીરમાંનાં પશુવેદીઆદિ યજ્ઞસમર્થ થાય ત્યાં સુધી પિતામાતા પુત્રપુત્રીનું આતિથેય કરી તેનું પાલનવર્ધન કરે છે અને તે પછી તેને આ અલખમઠોને દત્તક આપે છે અને પોતાના અધિકારનો ત્યાગ કરે છે. આવા પુત્રને માત્ર મઠયજ્ઞ કરવાનો ર્‌હે છે ને સર્વ પિતૃયજ્ઞના ધર્મથી તે મુક્ત થાય છે. સાધુસત્કાર, ગુરુસત્કાર, આશ્રમસત્કાર, મઠસત્કાર, શ્રીયદુનન્દનસત્કાર, આદિ ધર્મોમાં પ્રવૃત્ત રહી સાધુજન મઠયજ્ઞ યાવદાયુષ્ય અખણ્ડ રાખે છે. માતાપિતા અને પુત્ર વચ્ચે સંસારે જે ધર્મ પળાવવા ઉત્તમ છે પણ સ્વાર્થી વાસનાઓને બળે જેને સંસાર પાળતો નથી તે ધર્મ સાધુવૃન્દ અને સાધુઓ વચ્ચે અધ્યાત્મદ્રષ્ટિથી પળાય છે."

“મઠયજ્ઞ કરતાં વધતા કાળમાં સાધુએ મનુષ્યયજ્ઞ કરવાનો છે. મનુષ્યની તૃપ્તિને માટે આ યજ્ઞ સધાય છે. સાધુઓ યજમાન પણ પોતે થાય છે અને યજ્ઞપશુ પણ પોતે જ સૂક્ષ્મશરીરથી થાય છે. આ યજમાન પોતાની પાસે આવનાર મનુષ્યમાત્રને તૃપ્ત કરવાનો યજ્ઞ માંડે છે. સમષ્ટિ પરમાત્મામાંથી જીવસ્ફુલિંગ તનખા પેઠે ફુટવા માંડે અને અનેક સ્થૂલ સૂક્ષ્મ શરીરોને વાહન કરી અનેક ભવોમાં લોકયાત્રા કરે એટલામાં એને પોતાના જેવીજ લોકયાત્રા કરનાર અનેક સ્ફુલિંગોનો માર્ગમાં સમાગમ થાય છે. એ યાત્રાને કાળે અનેકધા તેની પાસે નવાં નવાં મનુષ્યો આવે છે; આ લોકમાંથી આવે છે તેમ પરલોકમાંથી પણ આવે છે. પરલોકમાંથી પુત્રપૌત્રાદિરૂપે આવે છે; આ લોકમાંથી અતિથિ[૧]રૂપે આવે છે,મિત્રરૂપે આવે છે. સ્ત્રીરૂપે આવે છે, કુટુમ્બરૂપે આવે છે, અને વ્યવહારાદિમાં પડતા અનેક સમ્બન્ધોને નિમિત્તે આવે છે. કેટલાંકે મનુષ્ય આપણે ત્યાં આવતાં નથી પણ આપણને આપણા પ્રવાસમાં માર્ગે બોલાવે છે અને તેમનો સત્કાર કરવાનો પ્રાપ્ત થાય છે; માતાપિતાના મન્દિરમાં આપણે પરલોકમાંથી પ્રાપ્ત થઈએ છીએ અને આપણે તેમના અતિથિ થઈએ છીએ. જ્યાં સુધી આપણી બાલ્યાવસ્થામાં આપણે યજ્ઞ કરવાને સમર્થ નથી થતા ત્યાં સુધી આપણે માતાપિતાનાં અતિથિ થઈએ છીએ, અને યાગશક્તિ આવતાં અતિથિ મટી યજમાન થઈએ છીએ અને તેઓને


  1. ૧. પરોણા, મેમાન

અતિથિતુલ્ય ગણવાનો કૃતજ્ઞ ધર્મ પ્રાપ્ત થાય છે, તેઓ આકારક[૧] અતિથિ છે, અને બીજા અતિથિઓ આગન્તુક હોય છે. આવાં આકારક અતિથિની તૃપ્તિને માટેનો યજ્ઞ તે પિતૃયજ્ઞ જ છે, પણ સાધુજનોમાં પિતા અને અન્ય સાધુઓનો સરખો જ સત્કાર કરવામાં આવે છે અને સર્વને અધ્યાત્મ દૃષ્ટિથી જોવામાં આવે છે, માટે આપણે ત્યાં આ પિતૃયજ્ઞના ધર્મને મનુષ્યયજ્ઞમાં જ સમાસ કરેલ છે. જેવી રીતે માતાપિતા આકારક અતિથિ છે તેમજ જ્ઞાતિમાં, માતૃભૂમિ એટલે સ્વદેશમાં, અને સર્વ વસુંધરામાં, જે જે મનુષ્યસંઘ વસે છે તે સર્વે સાધુજનોના આકારક અતિથિ છે અને માતાપિતા જેવાં જ પિતૃયજ્ઞનાં અધિકારી છે. આપણે ત્યાં તેનો પણ મનુષ્યયજ્ઞમાં સમાસ કરેલ છે. જાતે આવેલા અતિથિમાં કેટલાકને આપણે પોતે આમન્ત્રણ કરેલું હોય છે તે આમન્ત્રિત અતિથિ છે. પુત્રપુત્રીઓ આવાં અતિથિ છે. પત્ની પતિ પાસે આવે છે અને પતિ પત્ની પાસે આવે છે. સંસારી જનોમાં સંવનન અને પરિશીલન શૂન્ય થયાં છે અને આપણા સાધુજનોમાં ર્‌હેલાં છે. સાધુજનોમાં નક્ષત્રયોગના બળથી, પરસ્પર નાડીચક્રોના વેગથી, અને મન્મથાવતારના ઉદયથી, આકર્ષાઈ દમ્પતી અયસ્કાન્ત[૨] અને અયોધાતુ[૩] પેઠે પરસ્પર જોડે ત્રસરેણુક અદ્વૈત પામે છે. એવા અદ્વૈતમાં અતિથિભાવ આવતો નથી. દમ્પતીનો ધર્મસહચાર આવા અદ્વૈતથી જ થાય છે. સંસારીયોમાં એક કાળે આવા વિવાહ થતા ત્યારે ધર્માર્થકામમોક્ષ સર્વમાં આ અદ્વૈત સહચાર થતા. આપણા સાધુજનોએ પુરુષાર્થના શેાધનની ઉપેક્ષા કરી છે અને માત્ર પઞ્ચયજ્ઞને જ સાધે છે. તેમનામાં દમ્પતીભાવ તે આ યજ્ઞને માટે જ અદ્વૈત છે. જેમ લખમઠની તૃપ્તિ માટે સર્વ સાધુજનો અનામન્ત્રિત સમાગમ રચી સર્વ પોતપોતાના ભણીની ક્રિયાઓમાં પ્રવર્તે છે અને એ ક્રિયાઓની સંગત પ્રવૃત્તિઓથી મઠકાર્ય સધાય છે, જેમ સંસારી જ્ઞાતિભોજનકાળે પરસ્પર સાહાય્ય આપી સર્વના ભોજનસમારમ્ભ પાર ઉતારે છે, તેમ અદ્વૈતસહચારી દમ્પતી પરસ્પર સામર્થ્યથી, પરસ્પર સાહાય્યથી, પરસ્પર અભિલાષથી, અને પરસ્પર પ્રવૃત્તિથી, સર્વાંગી સૂક્ષ્મ અદ્વૈતયોગવડે, પાંચે


  1. आकुरते स्वार्थे इत्याकारक: । પોતાના અર્થને માટે યજમાનને બોલાવે ને પોતે અતિથિ થાય તે આકારક, આમન્ત્રણ કરનાર
  2. ૨. લોહચુમ્બક
  3. ૩. લોહ
યજ્ઞોને માટે એકજ સમારંભ માંડે છે, અને તેનું દૃષ્ટાન્ત જોવું હોય

તો, નવીનચંદ્રજી, ચંદ્રાવલીમૈયા અને વિહારપુરીના મહાસમારંભની જવાલાઓનું અદ્વૈત પ્રત્યક્ષ કરો.”

દમ્પતી ગુરુજીના મુખની સ્તુતિથી લજજાવશ થઈ નીચું જોઈ રહ્યાં.

વિષ્ણુ૦– “હૃદયનું અદ્વૈત, પ્રીતિની સૂક્ષ્મતા, અને ધર્મસહચારની સંપૂર્ણતા, એ ત્રણના સાધનથી દમ્પતી પરસ્પર આપ્યાયન[૧]ને માટે જે યજ્ઞ રચે છે તેને અમે પ્રીતિયજ્ઞ કહીયે છીએ. બાકીના સર્વ મનુષ્યયજ્ઞને અતિથિયજ્ઞ[૨] કહીયે છીયે તેનું સામાન્ય લક્ષણ એ કે એ યજ્ઞના ધર્મનું તારતમ્ય યજમાન અને અતિથિના પરસ્પર ધર્મમાંથી જ જડે છે. આ યજ્ઞોમાં અતિથિ આકારક, આગન્તુક કે આમન્ત્રિત હોય છે. આકારક અતિથિનું આતિથેય[૩] આયુષ્ય પ્હોંચે ત્યાં સુધી પ્હોચે છે; માતાપિતાનાં, માતૃભૂમિનાં, અને લોકનાં કલ્યાણમાંથી નિવૃત્ત થવાતું નથી. માતાપિતા પુત્રને સંન્યસ્તની અનુમતિ આપી પોતાના આતિથેયમાંથી મુક્ત કરે, પણ લોકકલ્યાણના ધર્મમાં તે અનુમતિ આપનાર હોતું જ નથી અને સંન્યાસીથી પણ તેનો ત્યાગ થાય એમ નથી તે તમને કહ્યું છે. આગન્તુક અતિથિનું આતિથેય તેની તૃપ્તિથી સમાપ્ત થાય છે, તેની યોગ્યતાથી અવચ્છિન્ન[૪] જ થાય છે, તેના નિર્ગમનથી[૫] નિવૃત્ત થાય છે, અને તેની સાધુતાથી સાધ્ય થાય છે. તેની તૃપ્તિ જાતે જ અસંભાવ્ય હોય તો તેની સંભાવના પ્રાપ્ત થતી નથી. તેની યોગ્યતા હોય નહી તો તેનું આતિથેય જ પ્રાપ્ત થતું નથી. તેની સાધુતામાં ન્યૂનતા હોય તેટલું તેનું આતિથેય પણ અસાધ્ય છે. સંસારી જનોનાં ધર્મશાસ્ત્રમાં પાત્રાપાત્ર અતિથિની વ્યવસ્થા એક જાતની છે; સાધુજનોમાં પાત્રાપાત્રવિવેક અન્ય રીતનો છે. સર્વ મનુષ્યોનું સર્વ પ્રકારે આતિથેય થવું અશક્ય છે માટે પંચયજ્ઞ સાધવાની શક્તિવૃત્તિવાળાને જ પાત્ર ગણવો એવી મર્યાદા છે. તેવાના આતિથેયથી યજ્ઞવિભૂતિવધે છે ને લોકકલ્યાણ સંવૃદ્ધ થાય છે."


  1. ૧.પરસ્પરનું પોષણ-તર્પણ–यदा वै मिथुनौ समागच्छत आपयती वै तावन्योन्यस्य कामम् ॥ છાન્દોગ્ય.
  2. ૨. અતિથિની તૃપ્તિમાટેના યજ્ઞ
  3. ૩. મેમાનગીરી ખાત૨.
  4. ૪. અવચ્છેદવાળું, હદવાળું.
  5. ૫. બ્હાર નીકળી જવું.
[૧]"यत्किंचिदपि दातव्यं याचितेनान सूयया ।
"उत्पत्स्यते हि तत्पात्रं यत्तारयति सर्वतः।।

“સંસારી જનોને માટે સંસ્કારી દ્વિજોને જ પાત્ર અતિથિ ગણેલા છે. સાધુજનો તેમનો તેમ વ્રાત્ય[૨] જનોનો સર્વનો સત્કાર કરે છે. વિદ્વત્તા અને સાધુતા એ ઉભય સાધુઓના આતિથેયને માટે યોગ્યતા આપે છે. આકારક અને આમન્ત્રિત અતિથિને માટે આવી મર્યાદા નથી, અને અદ્વૈતભાવક્ દમ્પતી તો પરસ્પરનાં અતિથિ નથી માટે તેમને મર્યાદા પ્રાપ્ત થતી નથી. સંબંધકાળથી અતિથિ જીવનમાં કે મરણકાળે છુટાં પડવાનો સંકલ્પ રાખે છે માટે જ તે અતિથિ છે.

"[૩]अनित्यं हि स्थितो यस्मात्तस्मादतिथिरुच्यते ।।

“પિતાપુત્રાદિ સર્વ સંબંધમાં, સૂક્ષ્મ શરીરોના સંયોગ થતા નથી અને થાય છે તો અનિત્ય અને અપૂર્ણ હોય છે, અને સ્થૂલ શરીરના સંબંધ તો નિત્ય હતા જ નથી. માટે આ સર્વ સંયોગમાં અતિથિભાવ છે. સાધુજનોના પ્રીતિયજ્ઞનું મૂળ સૂક્ષ્મશરીરના અદ્વૈતમૂલક હોય છે અને સ્થૂલ શરીરને અભાવે પણ એ અદ્વૈત રાખવાનો સંકલ્પ મનોગત હોય છે માટે તેમાં આતિથેય આવતું નથી. સંસારી જનોમાં કન્યાદાનાદિ વિધિથી સંવનન વિના માત્ર સ્થૂલ શરીરોનો જ વિવાહ થાય છે ત્યાં તે અદ્વૈત નહીં પણ અનિત્ય આતિથેય જ છે. એવા આતિથેયમાંથી પ્રારબ્ધ કર્મને યોગે સૂક્ષ્મ પ્રીતિ અને અદ્વૈત-સંકલ્પ ઉભય પક્ષમાં થાય ને તે પ્રમાણે અદ્વૈત થાય તો આતિથેયધર્મ સમાપ્ત થાય ને પ્રીતિયજ્ઞ જ બાકી ર્‌હે. પણ તેમ ન થાય તો તે આતિથેય જ પ્રાપ્ત થાય. સંસારમાં કન્યાઓનું લગ્ન તેમની અજ્ઞાનાવસ્થામાં થાય છે અને વર ક્‌વચિત્ અજ્ઞાન અને ક્‌વચિત્ યોગ્ય વયના હોય છે. યોગ્ય વયના વરે કન્યાને આમન્ત્રિત અતિથિ ગણવી ધર્મ્ય છે. અજ્ઞાન દશાવાળા વરે કન્યાને આકારક અતિથિ ગણવાની છે. સર્વ કન્યાઓએ વરને આકારક અતિથી ગણવાના છે. આ સંબંધમાં પરસ્પર ધર્મસહચાર અને પરસ્પર ત્યાગના ધર્મ આકારક આમન્ત્રિત આતિથેયના શાસ્ત્ર પ્રમાણે


  1. ૧. જેની યાચના થઈ છે તેણે અસૂયા વિના જે કાંઈ બને તે કંઈ પણ આપવું; કારણ એ દાનથી એવું કોઈ પાત્ર જન ઉત્પન્ન થશે કે જે સર્વ પાસથી તારશે. મનુ.
  2. ૨. દ્વિજ સંસ્કાર જેનો બાકી હોય એવા બ્રહ્મચારી.
  3. ૩.અતિથિ એટલા માટે કે તેની સ્થિતિ જ અનિત્ય છે. મનુ.
પાળવા યોગ્ય છે. બાકી પ્રીતિયજ્ઞમાં તો સંકલ્પ જ નિત્ય સૂક્ષ્મ સંબંધનો

હોય છે તેમાં સૂક્ષમ શરીરનો વિયોગ કે ત્યાગ સંભવતો નથી. એ યજ્ઞમાં યોગ્યાયોગ્યતાનો વિચાર પ્રાપ્ત થતો નથી. તેમજ આમન્ત્રિત અને આકારક અતિથિની યોગ્યતાનો વિચાર પણ પ્રાપ્ત થતો નથી. આમન્ત્રિતની યોગ્યતા વિચારવી હોય તો આમન્ત્રણ કરવા પ્હેલાં વિચારવાની છે; આમન્ત્રણ પછી આ વિચાર અધર્મ્ય છે. આકારક અતિથિ માતાપિતાદિની યોગ્યતા તો અવિચાર્ય જ છે. એ વિચાર તો માત્ર આગન્તુક અતિથિનો સત્કાર કરતાં જ કરવાનો છે. જે આગન્તુક અતિથિ વિદ્વાન અથવા સાધુપ્રકૃતિ નથી તેને સાધુજન મનુષ્યયજ્ઞમાંથી દૂર કરી તેનો માત્ર ભૂતયજ્ઞમાં સમાસ કરે છે."

[૧]“ शुनां च पतितानां च
“ श्वपचां पापरोगिणाम् ।
“ वायसानां कृमीणां च
" शनकौनिंवपेद्भुवि ॥

“અતિથિયજ્ઞનાં અનધિકારી મનુષ્યોનો સહચાર મનુષ્યોમાં નથી, પણ શ્વાનવાયસાદિ જન્તુઓ સાથે જ છે; માટે તેમની તૄપ્તિ, તેમનાથી દૂર રહી, આ જંતુઓની પેઠે ભૂતયજ્ઞથી જ કરવાની છે. એ સર્વ ચેતન ભૂતોનો યજ્ઞ તેમના ઉદ્ધાર માટે કરવાનો છે ને સર્વ ભૂતો માટે દયા રાખવાનો છે; માટે આ યજ્ઞને દયાયજ્ઞ પણ ક્‌હે છે. ચેતન ભૂતોના ઉદ્ધાર માટે ઈશ્વરે સૃજેલી દયાની મર્યાદા પણ છે, જે ભૂતના સંસર્ગથી યજ્ઞના પશુને કે વેદીને કે સામગ્રીને એટલું ભય હોય કે પામર, ભૂત ઉપર દયા કરતાં મહાયજ્ઞને જ બંધ કરવો પડે અથવા યજ્ઞનાં પશુ કે વેદી ભ્રષ્ટ કે નષ્ટ કરવાં પડે – ત્યારે તે ભૂતનો ઉદ્ધાર આપણે હાથે થાય એમ નથી એ જોઈ લેવું, એને એવા ઉદ્ધાર વિના બીજા કાર્યમાં દયા કોઈ ધર્મથી કારણભૂત થતી નથી. દયાને માટે જ દયા કરવી, દયાને સાધન નહી પણ સાધ્ય ગણવી, એવો ધર્મ નથી. આ વાત ભુલવાથી સીતામાતા રાવણના હાથમાં ગયાં.


  1. ૧. શ્વાન, પતિત જન, શ્વાનાદિના ભક્ષણ ઉપર વૃત્તિ કરનાર ચાણ્ડાલાદિ જન, પાપ રોગવાળા જન, કાગડા, અને કૃમિ આટલાંને બલિ આપવુંને તે તેમનો સ્પર્શ કરીને ન આપવું પણ તેમનાથી લેવાય એમ ધીમેરહી પૃથ્વી ઉપર તે બલિનું નિવપન કરવું. મનુ.

“આ વિના બીજો ભૂતયજ્ઞ વ્યવહારયજ્ઞ છે, સર્વ યજ્ઞના સાધન માટે થોડી ઘણી પ્રવૃત્તિમાં સર્વ મનુષ્યોએ સ્થૂલ સૂક્ષ્મ શરીરનો વ્યય કરવો પડે છે અથવા એ શરીરના વ્યય વડે સંપાદિત કરેલાં ધન આદિ સાધનનો વ્યય કરવો પડે છે. પૃથ્વી પાસેથી અન્ન માગતાં, સેવક પાસેથી સેવા માગતાં, સેવ્યજન પાસેથી વેતન [૧] માગતાં, અશ્વ પાસેથી રથસેવા માગતાં, એ સર્વ યાચનાઓના બદલામાં પ્રવૃત્તિ કે વ્યય કરવો પડે છે, અને જો કાઈ યજ્ઞને માટે જ આ પ્રવૃત્તિ ને વ્યય હોય તો તે જાતે જ યજ્ઞરૂપ થાય છે. એ યજ્ઞ ફલાપેક્ષી હોય છે માટે તે સકામયજ્ઞ અથવા વ્યવહારયજ્ઞ ક્‌હેવાય છે એ યજ્ઞમાં જડચેતન સર્વ ભૂતોની સાથે વ્યવહાર થાય છે માટે તેને ભૂતયજ્ઞ કહ્યો છે. સંસારીયો સકામ યજ્ઞ કરે છે તેમના તો સર્વ યજ્ઞ એક રીતે વ્યવહારયજ્ઞ જ છે.”

“લક્ષ્ય પુરુષના ચિદંશ વિનાના અસ્તિત્વવત્ અંશ છે તે જડભૂતોમાં છે. જન્તુઓમાં પણ આ જડ અંશ છે. મનુષ્યમાં પણ છે. બુદ્ધિમાં પણ છે અને અંતઃકરણમાં પણ છે. તે સૃષ્ટિ ઉપર દૃષ્ટિ નાંખ્યાથી, તેનાં અવલોકન અને પ્રયોગ કર્યાથી, તેનાં ગુણશક્તિ શોધ્યાથી, તેનું શાસ્ત્ર બાંધ્યાથી, સર્વ સૃષ્ટિ સાથેનો તેનો સંબંધ જાણ્યાથી, અને સંક્ષેપમાં જીવસ્ફૂલિંગના ચિત્સ્વરૂપનો પ્રકાશ આ સૃષ્ટિ ઉપર પડે છે ત્યારે, તેના સત્વાંશમાં ચિદંશનાં કિરણ પડે છે, તે પદાર્થો મહાયજ્ઞમાં હોમાય છે, અને યજ્ઞરૂપે તેમનો ઉદ્ધાર થાય છે. આ યજ્ઞનું નામ વિદ્યાયજ્ઞ છે, તે અનંત છે, અને તેની મર્યાદા નથી. એ યજ્ઞ પણ ભૂતયજ્ઞ જ છે, વિદ્વાનો, શાસ્ત્રીઓ, દશનદ્રષ્ટાઓ, અને કવિજનોને આ મહાયજ્ઞ ઉપર કલ્યાણકારક પક્ષપાત છે. જે વિશ્વરૂપનાં દર્શન ઋતંભરા પ્રજ્ઞાવાળા યોગી મહાપ્રયત્ને પામી શકે છે તે દર્શનનાં વિદ્યુત્ જેવા ચમકારા વિદ્યાયજ્ઞના સાધકો પ્રત્યક્ષ કરે છે. મઠયજ્ઞની સાધના અન્ય સર્વે યજ્ઞોની સાધના માટે સાધનરૂપ છે અને સાધુજનોની સાધુતાના રક્ષણને માટે અને સંસારના સંસર્ગથી તેમને દૂર રાખવાને માટે આવશ્યક છે. મનુષ્યલોકમાં સૂક્ષ્મ શરીરની શ્રેષ્ઠતા સ્વીકારાય છે તે છતાં જીવતો નર ભદ્રા પામશે ક્‌હેવાય છે અને સૂક્ષ્મ શરીરના સર્વ પુરુષાર્થને પડતા મુકી. સ્થૂલ શરીરના આયુષ્યનું રક્ષણ કરવામાં આવે છે અને ક્‌હેવામાં આવે છે કે–


  1. ૧. ૫ગા૨.
[૧]त्यजेदेकं कुल्स्यार्थे ग्रामस्यार्थे कुलं ज्यजे‌त् ।
ग्रामं जनपदस्यार्थे ह्यात्मार्थे पॄथिवीं त्यजेत् ॥

“સંસારી જનોમાં જેમ આત્મશરીરને અર્થે પૃથ્વીનો ત્યાગ કરવો શિષ્ટ છે તેમ સાધુજનોમાં મઠયજ્ઞને અર્થે સર્વ iતર યજ્ઞનો ત્યાગ આવશ્યક હોય તો તે ધર્મ્ય ગણાય છે; કારણ મઠ વગર સાધુજનો જ નષ્ટ થાય. સકામધર્મ પાળનાર સંસારીયોને અધર્મથી કે ક્ષુદ્ર અાશયથી નહી પણ સર્વ કામ અને ધર્મને માટે શરીરની આવશ્યકતા છે માટે જ તેનું પ્રથમ રક્ષણ ઉક્ત પ્રકારે યોગ્ય છે. આપણે ત્યાં તે તેનો રક્ષણવિધિ વેદીપશુવર્ધનમાં આવી ગયો."

“મનુષ્યયજ્ઞોમાં એવો પ્રસંગ આવે કે એક યજ્ઞવિધિ સાથે અન્ય યજ્ઞવિધિનો વિરોધ આવે ત્યારે શું કરવું ? પ્રીતિયજ્ઞ, આકારક અતિથિયજ્ઞ, આમન્ત્રિતઅતિથિયજ્ઞ, અને આગન્તુકઅતિથિયજ્ઞ એટલા મનુષ્યયજ્ઞ તમને કહ્યા. પ્રીતિયજ્ઞમાં તો દમ્પતીનો અદ્વૈતભાવે યજ્ઞમાં ધર્મસહચાર છે તો કોઈ પણ યજ્ઞમાં પ્રવૃત્ત થવું ન થવું એ ઉભય દમ્પતીની સંયુકત વાસનાથી જ થવાનું; માટે આ યજ્ઞને બીજા યજ્ઞ સાથેનો વિરોધ કહીએ તો वदतो व्याघात થાય. પ્રીતિયજ્ઞનાં યજમાન દમ્પતીનાં સૂક્ષ્મ શરીરના અમરયેાગનો નાશ તો બ્રહ્મા પણ કરી શકે એમ નથી અને દમ્પતી જાતે પણ કરી શકે એમ નથી. એમને તો માત્ર સ્થૂલ શરીરનો વિયોગ કરવા કાળ આવે ને કોઈ મહાયજ્ઞને માટે તેમ કરવું યોગ્ય લાગે તો ઉભયની અદ્વૈત ઈચ્છાથી તેમ કરતાં કાંઈ બાધ નથી. આવાં દમ્પતીનું તો સર્વત્ર યજમાનત્વ અદ્વૈતરૂપે છે. માટે જ કહ્યું છે કે पश्चाद्गृहपतिः पत्नी च [૨] ॥ જે યજ્ઞ યજમાનના એક અર્ધાંગને ઇષ્ટ હોય તે બીજા અર્ધાંગને પણ હોય જ. માટે જ યજ્ઞને અંતે पश्चात् ગૃહપતિ અને પત્નીને એક વાક્યથી સ્મર્યાં. એટલુંજ નહીં પણ દમ્પતીના શુદ્ધાદ્વૈતના અધિકારથી સીતામાતાના સ્થૂલ શરીરને શ્રીરામચંદ્રે પ્રજા લોકના કલ્યાણને અર્થે વિવાસન આપ્યું અને તે માટે સીતામાતાએ એમનો દોષ ક્‌હાડ્યો નથી. એ પ્રીતિયજ્ઞના અદ્વૈતનું પરમદૃષ્ટાંત છે. ચંદ્રાવલી મૈયાનું એવું જ દૃષ્ટાંત તો તમને પ્રત્યક્ષ છે.


  1. ૧. કુળને અર્થે એક કુટુમ્બીને ત્યજવો, ગ્રામને માટે કુળ ત્યજવું લોકનેમાટે ગ્રામ ત્યજવું, ને આત્માને એટલે પોતાને માટે પૃથ્વીને ત્યજવી.( પ્રકીર્ણ.)
  2. ૨. પારસ્કકર ગૃહ્ય સૂત્ર.

“પણ પ્રીતિયજ્ઞ વિનાના અતિથિરૂપ પતિપત્નીનાં દ્વૈત છે. માટે તેમને માટે આવો અદ્વૈત આચાર થતો જ નથી. આવાં પતિપત્નીએ તો પરસ્પર દ્વૈત સ્વીકારી એક બીજાનું આતિથેય કરવાનું પ્રાપ્ત થાય છે. દૈવવશાત્ અથવા કર્મપાકવશાત્ એવા પણ પ્રસંગ આવે છે કે સંવનનપરિશીલનમાં કાંઈ અશુદ્ધિ કે અસિદ્ધિ કે અન્ય દોષ રહી જવાથી દમ્પતીના અદ્વૈતભાવમાં વિઘ્ન આવે છે. આવાં દમ્પતી પણ અદ્વૈતમાંથી સ્ખલિત થઈ ૫રસ્પર-અતિથિ રૂપ થઈ જાય છે ને તેમને શિર અતિથિધર્મ આવે છે.

“ખરેખરું ધર્મસંઘટ્ટન તો અતિથિયજ્ઞમાં આવે એમ છે અને સંસારીજનોના ગુંચવારા તેમાં જ આવે છે. લક્ષ્યધર્મસંગ્રહમાં તો સાધુજનો માટે સ્પષ્ટ તારતમ્ય ક્‌હાડેલું છે. આકારક અને આમન્ત્રિત અતિથિયોની યોગ્યતા કે અયોગ્યતા જોવાનો પ્રસંગ નથી. જેને આપણે જ્ઞાતાજ્ઞાત કર્મબળે આમન્ત્રણ કર્યું તેને પાછળથી ક્‌હેવું કે તું અયોગ્ય છે માટે ત્હારું આમન્ત્રણ નિષ્ફળ કરું છું ને તું ત્હારે માર્ગે પાછો જા - એ ઉચ્ચાર અધર્મ્ય છે. પુત્રરૂપે કે પત્નીરૂપે આમન્ત્રિત અતિથિનો સર્વથા નિર્વાહ કરવો એ જ ધર્મ છે. પુત્રનું આમન્ત્રણ કર્યું તેનાં પશુવેદીને યજ્ઞસમર્થ કર્યા પછી તે આમન્ત્રિત અતિથિ મટી જઈ કેવળ આગન્તુક અતિથિ થાય છે ને તે પછી તેની યોગ્યાયોગ્યતાના વિચાર નિર્દોષ છે. આમન્ત્રિત પત્નીનું આતિથેય તે તેની સંમતિવિના બંધ ન જ થાય. આકારક અને આગન્તુક અતિથિનો સત્કાર કરવા માટે પણ આમન્ત્રિત અતિથિના સત્કારમાં ન્યૂનતા રાખવી એ મહાન્ અધર્મ છે; તેના તો નિર્વાહમાં જ ધર્મ છે."

“આકારક પિતામાતાદિનો પુત્ર પ્રથમ અતિથિ થાય છે ને તે પછી પુત્ર યજ્ઞસમર્થ થાય ત્યારે તે પિતૃયજ્ઞ કરી શકે છે. માતાપિતાની અશરણ અવસ્થામાં તો પિતૃયજ્ઞ આવશ્યક અને અત્યાજ્ય છે. પણ અન્ય કાલે તેમ નથી. માતાપિતા સામાન્ય રીતે પુત્રના મન્દિરમાં અતિથિ નથી, પણ પુત્ર માતાપિતાના મન્દિરમાં અતિથિ છે. આતિથેયધર્મમાંથી યજમાન મુક્ત થતો નથી, પણ અતિથિ યજમાનમંદિરનો ત્યાગ કરવા સ્વતંત્ર છે. માટે આવે અન્ય કાળે પિતૃયજ્ઞ અન્ય યજ્ઞોને પ્રતિકૂલ થાય તો પુત્ર યજમાનના મન્દિરમાંથી પ્રવ્રજિત થાય તે નિર્દોષ છે, પણ તે પ્રવજ્યા આવા કોઈ યજ્ઞને અર્થે જ હોવી જોઈએ. અન્ય યજ્ઞના કાર્યની અપેક્ષા ન હોય તો પિતૃયજ્ઞ અત્યાજ્ય છે." “અન્ય આકારક અતિથિને માટે આવો ધર્મ નથી. પતિ કે પત્ની જે કોઈ આકારક અતિથિ હોય તેને મન્દિરમાં ર્‌હેવા દેઈ યજમાન જાતે પ્રવજિત થઈ શકે નહી. પિતામાતાનો તો પુત્ર જાતે આમન્ત્રિત અતિથિ છે માટે તેમની પાસેથી તે પ્રવજિત થાય, પણ જે અતિથિનો અને એનો યોગ અનામન્ત્રિત અને અનાગન્તુક થયલો છે તે અતિથિની પાસેથી તો આતિથેય પડતું મુકી યજમાનથી પ્રવજ્યા થાય જ નહી. માતૃભૂમિ અને મનુષ્યલોકનો પણ સાધુજનને આવો જ યોગ છે, અને જે સાધુ તેમનું આતિથેય કરવા, તેમનો યજમાન થવા, સમર્થ છે તેણે તો યજમાનકૃત્યમાંથી નિવૃત્ત થવાય જ નહી. આવાં આકારક અતિથિને સુસંભૃત્ દશામાં મુકાય અથવા તેમ કરવાની શક્તિ હીન થાય તો જ એમના એ યજ્ઞમાંથી નિવૃત્ત થવાય છે."

“જે અતિથિ જાતે આગન્તુક છે તેની આતિથેયતા સમાગમપર્યંત અથવા અતિથિની નિવૃતિ પર્યન્ત પ્હોંચે છે અથવા અન્યયજ્ઞકાર્યમાં એ આતિથેય વિઘ્નકર થાય ત્યારે તેમાંથી નિવૃત્ત થયું એવી મર્યાદા છે."

“વિદ્યાયજ્ઞનું ફળ મનુષ્યયજ્ઞની સમૃદ્ધિ છે માટે મનુષ્યયજ્ઞમાં વિઘ્નકર ન થાય ત્યાં સુધી એ યજ્ઞ વિહિત છે. જો વ્યવહારયજ્ઞ સર્વ યજ્ઞમાં સાધનભૂત છે અને એનું સાધનરૂપ નષ્ટ થાય તો એ યજ્ઞ પડતો મુકાય."

“દયાયજ્ઞ ભૂતમાત્રના ઉદ્ધાર માટે છે એને મનુષ્યસૃષ્ટિ ન હોય તો એ યજ્ઞ અને ઉદ્ધાર અશકય થાય, માટે મનુષ્યયજ્ઞનું પાલન કરીને જ દયાયજ્ઞ સાધવાનો છે."

“મઠયજ્ઞ, મનુષ્યયજ્ઞ, અને ભૂતયજ્ઞ, એ ત્રણ લક્ષ્ય પુરુષના મહાયજ્ઞ છે અને તેમને લક્ષ્યયજ્ઞ કહીયે છીયે. એ વિનાના બે યજ્ઞ દેવયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ છે તેને અલક્ષ્યયજ્ઞ કહ્યા છે દેવયજ્ઞમાં અલક્ષ્ય અને લક્ષ્ય પરમાત્માના અદ્વૈત સ્વરૂપનો યજ્ઞ થાય છે અને બ્રહ્મયજ્ઞમાં કેવળ અલક્ષ્ય પરમાત્માનો યજ્ઞ થાય છે, ઉભય અલક્ષ્મયજ્ઞ ઉત્તમાધિકારીઓને માટે જ છે, પણ દેવયજ્ઞમાં મધ્યમાધિકારીઓને સાક્ષી કરવામાં આવે છે."

“મનુષ્યનાં અંત:કરણાદિમાં વસતું બુદ્ધિસત્વ દેવોનું અધિષ્ઠાન છે અને તેથી દેવશબ્દનો પ્રયોગ સાત્ત્વિકબુદ્ધિસત્ત્વનું વાચક [૧] થાય છે. આ બુદ્ધિસત્વની તૃપ્તિમાં જ દેવોની તૃપ્તિ છે માટે તે ઉભયની તૃપ્ત્યર્થે માંડેલા યજ્ઞને દેવયજ્ઞ ક્‌હે છે. ચક્ષુ આદિ ઇન્દ્રિયોએ પ્રત્યક્ષ કરેલાં સત્ય તે સત્ય નથી, પણ સાત્ત્વિક બુદ્ધિસત્ત્વને જે પ્રત્યક્ષ થાય તે જ સત્ય છે, માટે શ્રુતિ ઉચ્ચારે છે કે

[૨]"सत्यमेव देवा अनृतं मनुष्या इदमहमनृता-
“त्सत्यमुपैमीति ! અને[૩] एतद्ध वै देवा
"व्रतं चरन्ति यत्सत्यम् ॥

“સાત્વિક બુદ્ધિસત્વનું જે વ્રત ચરે છે તે જ સત્ય છે, સંસારમાં જે જે સત્ય ક્‌હેવાય છે તે સર્વ શાસ્ત્રમાં સત્ય હોય છે એમ નથી. ચંદ્રનું તેજ સંસાર ચંદ્રનું જ ગણે છે, પણ શાસ્ત્ર તેને સૂર્યનું તેજ [૪]ગણે છે, માટે સંસારનું ગણેલું તે અસત્ય અને શાસ્ત્રવચન કહે છે તે સત્ય. લક્ષ્યપુરુષની કૃતિનો ભેદ શાસ્ત્રથી પમાય છે: સૂર્યચંદ્રાદિની ગતિ, અણુપરમાણુથી તે વિભુ સત્વોનો ગતિક્રમ, મનુષ્યાદિ સર્વ પ્રાણીઓના સંસાર અને તેમની વ્યવસ્થાઓનો પ્રવાહ, આદિ સર્વ ઐહિક સત્વોના સંધ અને તેમનાં યંત્ર સર્વદા ગતિમત્ હોય છે. એ સંઘ અને તેમનાં ગતિયંત્રનું યથાર્થ સ્વરૂપ લક્ષ્યદ્રષ્ટાઓ શોધે છે અને તેનાં શાસ્ત્ર રચેછે. આ પ્રમાણે પ્રત્યક્ષ થયેલા સત્યને ઋત કહે છે, ઋ ધાતુ ગતિવાચક છે અને ઋત પદાર્થોની અત્યંત ઋતિ થાય ત્યારે તે નિર્ઋતિ ક્‌હેવાય છે. આ પદાર્થો પ્રથમ અલક્ષ્ય હોય છે, પછી લક્ષ્ય થાય છે અને પછી અલક્ષ્ય થાય છે. તે જાય એટલે તેની પાછળ બીજો


  1. ૧. “ In the Upanishads deva is used in the sense of forces orfaculties. The senses are frequently called the devas, the pranas, the vitalspirits:" Max Muller's Lectures on the Origin and Growth of Religion.
  2. ર. દેવો જ સત્ય – ઋત છે; મનુષ્યો ઋત વિનાના અનૃત છે, માટે આ હુંઅનૃત છોડી સત્યને પામું છું, શતપથ બ્રાહ્મણ.
  3. ૩. આ જે સત્ય છે તે જ વ્રત દેવો ચરે છે, શતપથ.
  4. ૪. एतद्धि ब्रह्म दीप्यते यदादित्यो द्दश्यते ।× × तस्य चन्द्रमसेव तेजो गच्छतीति श्रुति: ॥ सूर्यनुं તેજ ચંદ્રમાં કેવીતે સમાય છે તે એક ઉપમાથી જણાય છે. तदोज: संप्रविष्टोहमामोद इवमारुतम् । उष्णांशुरिव शीतांशुं मृत्पात्रमिव वा पय: ॥ યોગવાસિષ્ટ: ઉત્તરનિર્વાણ પ્રકરણઃ સર્ગ ૧૩૭, શ્લોક ર૭, શ્લોક ૨૩ માં रात्राविदुंमिवार्करुक्પ્રવેશ કરતી લખી છે.
પદાર્થ ઉભો હોય. આ સર્વ ઉત્પત્તિ, સ્થિતિ અને લય વાળા અસંખ્ય

પદાર્થોનું અનન્ત સંઘચક્ર અને તેમના ગતિચક્ર સમષ્ટિ તે જ ઋત પદાર્થોની પ્રતિ વિદ્યાયજ્ઞના વિદ્વાન યજમાનો તર્ક અને અનુમાનથી એ ઋતિના અંશોને શોધી ક્‌હાડે છે અને સંસારની વ્યવસ્થાને સુદષ્ટ કરવા પ્રયત્ન કરે છે. માટે જ તે વિદ્યાના શોધકો એક રીતે યોગીના તુલ્ય જ છે, પણ વિદ્યાયજ્ઞની જ્વાલાથી વ્યક્તિયોની બુદ્ધિઓ આ ચક્રસમષ્ટિના માત્ર કોઈ કોઈ એકદેશીય અવયવોને જ પ્રત્યક્ષ કરી શકે છે અને અન્ય દેશ ઉપર બુદ્ધિ પ્હોચે ત્યારે કાંઈ વધારે ઋતાંશ પ્રત્યક્ષ થાય છે. સકલ અને સંપૂર્ણ ઋત [૧] તો યોગીને ઋતમ્ભરા પ્રજ્ઞા[૨] પ્રાપ્ત કર્યાથી જ જડે છે. યોગીના બુદ્ધિસત્વને અધ્યાત્મપ્રસાદ[૩] થાય ત્યારે તેને ભૂતાર્થવિષય જે પ્રજ્ઞાલોક તે એક ક્રમે યુગપત્ સાથે લાગો સર્વાંગે પ્રત્યક્ષ થાય છે, સર્વ દિશા અને ત્રિકાળ સાથે લાગાં પ્રત્યક્ષ થાય છે. આ દૃષ્ટિનો વિષય તે જ ઋત. બુદ્ધિસત્વ પ્રકાશસ્વભાવ છે અને સર્વાર્થદર્શનસમર્થ છે, પણ તેના


  1. ૧. The word which in the Zend corresponds to Sanskrit Rita isAsha – × × × Think only what it was to believe in a Rita, in an order of theworld. × × × × How many, I say, have found their last peace andcomfort in a contemplation of the Rita, of the order of the world, whethermanifested in the unvarying movement of the stars, or revealed in theunvarying number of the petals, and stamens, and pistils, of the smallestforget-me-not ! How many have felt that to belong to this kosmos, tothis beautiful order of nature, is something at least to rest on, somethingto trust, something to believe when everything else has failed ! × × ×What then we have learnt from the Veda is this, that the ancestors of ourrace in India did not only believe in divine powers more or less manifestto their senses, in rivers and mountains, in the sky and the Sea, in thethunder and rain, but that their senses likewise suggested to them twoof the most essential elements of all religion, the concept of the infinite,and the concept of order and law, as revealed before them, the one in thegolden sea behind the dawn, the other in the daily path of the , sun.These two precepts, which sooner or later must be taken in and mindedby every human being, were at first no more that an impulse, but theirimpulsive force would not rest till it had beaten into the minds of thefathers of our race the deep and indelible impression that 'all is right':and filled them with a hope, and more than a hope, that 'all willbe right': Max Muller's Lectures on the Origin and Growth of Religion.
  2. २–६ यदा निर्विचारस्य समधिर्वैशारद्यं जायते तदा योगिनो भवत्यध्यात्मप्रसादः । भूतार्थविषयः कमाननुरोधि स्फुटः प्रज्ञालोकः तथा चोक्तम् । प्रज्ञाप्रसादमारुह्य अशोच्य: शोच्तो जनान् । भूमिस्थानिय शैलस्य: सर्वान् प्राज्ञोनुप- श्यति । तस्मिन् समाहितचितस्य या प्रज्ञा जायते तस्या ऋतम्भरेति संज्ञा भवति । अन्वथी च सा सत्यमेव विभर्ति । इति योगसूत्रभाष्यं वैयासिकम् ॥ तत्र वाचस्पत्यम् यथा ॥ भूतार्थविषय इति नात्मविषय: । किं तु तदाधारो बुध्धिसत्वं हि प्रकाशस्वभावं सर्वाथदर्शनसमर्थमपि तमसावॄतं यत्रैव रजसोध्धिव्यते तत्रैव गॄह्याति । यदात्वभ्यासवैराग्याभ्यामपास्तरजस्तम्मलमनवद्यवैशार्द्यमुद्योतते तदा- स्थातिपतितसमस्तमानमेयसोन्न: प्रकाशानन्त्ये सति किं नाम यन्न गोचरम् ॥
  3. १-३ वैपम्यनैर्धॄण्ये नेश्वरस्य प्रसज्येते । कस्मात्सापेक्षत्यात् । सापेक्षो हीश्वरोविषमां सॄष्ठि निर्मिमीते । किमपेक्षत इति चेत्‍ । धर्माधर्मावपेक्षत इति वदाम: ।ईश्वरस्तु पर्जन्यवद्रष्ट्व्य: । यथा हि पर्जन्यो ब्रीहियवादिसॄष्टि साधारणं कारणंभवति । ब्रीहीयवादिवैषम्ये तु तत्त्द्विजगतान्येवासाधारणानि कारणानि भवन्ति ।एवमीश्वरो देवमनुष्यादिसॄष्ठि साधारणं कारणं भवति । देवमनुष्यादिवैषम्येतु तत्तज्जोवगतान्येवासाधारणानि कर्माणि कारणानि भवन्ति । एवमीश्वर:सापेक्षत्वान्न वैषम्यनैर्धॄण्याभ्यां दुष्यति । कथं पुनरवगम्यते सापेक्ष ईश्वरोनीचंमध्यमोत्तमं संसार निर्मिमीत इति । तथाहि दर्शयति श्रुति: । एषत्येवसाधु कर्म कारयति तं यमेम्यो ल्केभ्य उन्निनीपत एष उ एवासाधुक्रर्म-कारयति तं यमद्योनिनीषते ॥ इति ब्रह्मसूत्रे शंकरभाष्यम् ।
ઉપરનું તમ જેટલા રજસથી ઉઘડે એટલા જ દેશને તરત પ્રત્યક્ષ કરે છે,

અને સાત્વિક અંશની પ્રાપ્તિથી રજસ્ પણ નાશ પામે છે ત્યારે સર્વભૂતાર્થ એ બુદ્ધિસત્વ પાસે પ્રત્યક્ષ થાય છે. આ પ્રત્યક્ષ વિષય તેજ ઋતમ્ભરા પ્રજ્ઞાનું ઋત. એ ઋતને પામનાર યોગી ઋતના અધિષ્ઠાતા ઈશ્વરમાં વૈષમ્ય૧. (પાનું ૪૫૭) કે નૈર્ધૄણ્ય૨. (પાનું ૪૫૭) આદિ દોષ જોતો નથી. ઈશ્વર જે ઋતથી સાપેક્ષ છે તે ઋતધર્મમાં જ લક્ષ્યરૂપ ઈશનું વિશુદ્ધ દર્શન થાય છે.૩. (પાનું ૪૫૭) વૈરાટસ્વરૂપ શ્રીકૃષ્ણે અર્જુનને બતાવ્યું તે આ ઋત જ ! ઋત પામનાર પ્રજ્ઞા લક્ષ્ય પુરુષની સર્વ અપેક્ષાનું ને સર્વ કૃતિનું રહસ્ય સમજે છે, લક્ષ્યપુરુષના ચિદાનંદમાં અદ્વૈત પામે છે, અને ઋતના પ્રકાશનથી સંસારના ઉદ્ધારના અને સંસારના કલ્યાણના માર્ગ જાણી શકે છે. શ્રીકૃષ્ણ પરમાત્મા, શ્રી બુદ્ધ ભગવાન, આદિ અનેક યોગીશ્વરો આ ઋતમ્ભરા પ્રજ્ઞા પામ્યા હતા. આવા ઋતનું દર્શન કરવાને અને સંસારનું કલ્યાણ કરવાને યોગીલોક જે સાધે છે તે દેવયજ્ઞ, એને દેવયજ્ઞને ઋતયજ્ઞ પણ ગણ્યો છે. ઋત આમ સત્ય જ છે, પણ પરમ અલક્ષ્ય સત્યથી તે વિલક્ષણ છે. પરમ અલક્ષ્ય પરમાત્માનું નિત્ય શુદ્ધ સ્થાણુ નિરવયવ સ્વરૂપ એ જ


એક પરમ સત્ય છે. મનુષ્યને પ્રત્યક્ષ થતાં રૂપ સર્વે અનૃત અને

અસત્ય છે. વિદ્યાયજ્ઞના યજમાનને પ્રત્યક્ષ થતો ઋતાંશ એકદેશીય હોય છે માટે જ નવો ઋતાંશ પ્રાપ્ત થતાં બે અંશનો નવીનરૂપે સમુચ્ચય પ્રાપ્ત થાય છે. અને માટે જ તર્કની અપ્રતિષ્ઠા અને અનિત્યત્વ કહ્યાં છે. ઋતમ્ભર પ્રાજ્ઞને પ્રત્યક્ષ થતું ઋતસ્વરૂપ સંપૂર્ણ અને સકલ છે, પણ સાવયવ છે, એ અવયવ ચંચળ છે, અને સર્વ બ્રહ્માણ્ડાદિની ઋતિ નિત્ય[૧]છે, પણ ઋતિવિષયભૂત અવયવોના સંબંધ નિત્ય નથી – જેમ આકાશમાં તારામંડળની ગતિ નિત્ય છે પણ તેમની ગતિના અવચ્છેદ નિત્ય નથી. લક્ષ્ય રૂપના અવયવભૂત ભૂતલોકનું લક્ષ્ય ક૯યાણ ઋતના પ્રાજ્ઞ સાક્ષીઓ જ જાણી શકે છે. અન્યને તે અલક્ષ્ય છે. સર્વ લક્ષ્ય યજ્ઞોના વિધિની શુદ્ધતા ઋતયજ્ઞથીજ પ્રાપ્ત કરાય છે. લક્ષ્ય અને અલક્ષ્યના અદ્વૈતનો યોગ પણ ઋતમ્ભર પ્રાજ્ઞો જ સંપૂર્ણ કળાથી પામી શકે છે.

આ ઋતથી વિલક્ષણ પરમ નિત્ય સત્યનો યજ્ઞ તે બ્રહ્મયજ્ઞ અથવા સત્યયજ્ઞ કહ્યો છે. જેમ ઋતમ્ભરનો પ્રજ્ઞાલોક ભૂતાર્થવિષય છે તેમ આ સત્યદૃષ્ટિ આત્મવિષય છે, પરમ અલક્ષ્ય સૂક્ષ્મતમ બ્રહ્મ નિષ્કલ અને વિરજ અસિરૂપે સુવર્ણમય અને ઋતકેશમાં રહેલું છે [૨]એ બ્રહ્મરૂપ સત્યનું મુખ ઋતરૂપ સુવર્ણમય પાત્રથી ઢંકાયલું છે,[૩] તે ઋત યજ્ઞ અને સત્યયજ્ઞના સંયોગથી ઉઘાડવાનું છે. લક્ષ્ય અલક્ષ્ય પરાવર અને જીવસ્કુલિંગનો ત્રિયોગ યોગ આ ઉભય યજ્ઞોનાં યોગથી જ થાય છે. લક્ષ્ય ધર્મ અને અલક્ષ્ય સત્યનો યોગ પણ આથી જ થાય છે. મહાત્માઓ પ્રથમ સર્વે લક્ષ્ય યજ્ઞોની કર્મ-સાધના કરી એ મહાતપને અંતે ધ્યાનયોગ અને જ્ઞાનયોગનાં તપ કરે છે તેને અંતે તે તપ પૂર્ણકલાથી થઈ ર્‌હેતાં તેમાંથી ઋત અને સત્યનો ઉદય સાથે લાગો પ્રત્યક્ષ થાય છે માટે જ શ્રુતિવચન છે કે ऋतं च सत्यं चाभीद्धात्तपसोऽद्यजायत [૪]


  1. कूटस्थनित्यता पुरुषस्य । परिणामिनित्यत्या गुणानाम् । यस्मिन्परिणम्यमाने तत्त्वं न विहन्यते तन्नित्यम् । योगसूत्रे वासभाष्यम् ।
  2. ૨ ૩. ત્રીજો ભાગ પૃષ્ઠ ૧ર૦.
  3. ૨ ૩. ત્રીજો ભાગ પૃષ્ઠ ૧ર૦.
  4. ૪. જેમ બળતણનું ઈન્ધન - કાષ્ઠ-બરાબર સળગે ત્યારે તેમાંથી એક ભડકાની અનેક જ્વાળાએા થાય તેમ (યોગીનું) તપ સારી રીતે સળગ્યું ત્યારેઋત અને સત્યની બે જ્વાળાએા ધરનાર એક ભડકો એ તપની પાસેપ્રત્યક્ષ થયો.
વૃક્ષશાખામાં જેમ બબે પાંદડાં સાથે સાથે ને સામાંસામી ઉગે છે અને

તેની વચ્ચે ફલપુષ્પસમૃદ્ધિ આવે છે, તેમ તપોવૃક્ષની શાખામાં ઋત અને સત્ય સાથે સાથે ને સામાં સામાં ઉભાં ર્‌હે છે ને ફલપુષ્પને સ્થાને ધર્મ ઉદય પામે છે, તે કાળને પરિણામે સમાધિ ધર્મમેઘરૂપે ઉદય પામે છે અને જગતના કલ્યાણને માટે અનેક અમૃતધારાઓને એ મેઘ જગતના શિર ઉપર વર્ષે છે.[૧] કૃતભોગાપવર્ગ એટલે કૃતકૃત્ય અને પુરુષાર્થશૂન્ય કાર્યકારણાત્મક ગુણોના પ્રતિપ્રસવ[૨]આવા મેઘોદયથી થાય છે અને ઋતયજ્ઞ સધાય છે.

"નવીનચંદ્રજી, આ ધર્મ સનાતન છે, એ સર્વ દેશકાલને માટે છે. માત્ર એ અસાધુજનને માટે નથી. જો સાધુજનો અધિકારક્રમે મઠ્યજ્ઞથી આરંભી ચ્હડશે તો બુદ્ધિમાન્ હશે તો કાળક્રમે પઞ્ચમહાયજ્ઞ સાધી શકશે, લક્ષ્યાલક્ષ્યનો યોગ પામશે, પુનરાવૃત્તિ નહી પામે, અને પરમાનંદની સ્વાનુભૂતિ પામશે. ભગવાન બુદ્ધના દયાધર્મને સ્થાને આતિથેયધર્મની વ્યવસ્થા રચનારને સૂક્ષ્મ ઋતયજ્ઞની સાધનાના ફલોદયને કાળે આ યજ્ઞોની વ્યવસ્થાનો બોધ પ્રાપ્ત થયો છે. ઋત અને સત્યના ધર્મ અલક્ષ્ય-લક્ષ્ય-માર્ગમાંજ પ્રવર્તાવેલા છે. કેવળ યજ્ઞધર્મમાં અધ્યાત્મદ્રષ્ટિ નથી, કેવળ વ્યવહારધર્મમાં સત્યદષ્ટિ નથી, અને કેવળ દયાધર્મમાં ઋતદૃષ્ટિ નથી પણ માત્ર ગુણનિરપેક્ષ દયા જ છે, ઋત અને સત્યના અધ્યાત્મ અને સનાતન અગ્નિમાં સિદ્ધ કરેલાં આતિથેય અને યજ્ઞોની વ્યવસ્થા જ સર્વ લોકને અને સર્વ કાળને માટે છે."

“તમારા પ્રશ્નોના મુખ્ય ભાગનું સમાધાન આમાં આવી ગયું. પણ વિશેષ સાંભળો. સંસારીજનોમાં ધર્મશાસ્ત્રો અનેક છે, ને છે તેમને દેશ-


  1. यदायं ब्राह्मणंः प्रसंख्यानेऽप्यकुसीदस्ततोपि न किंचित्र्पार्थयते तत्रापिविरक्त सर्वथा विवेकख्यातिरेव भवतीति संस्कारबीजक्षयान्नास्य प्रत्ययान्तराण्युत्पद्यन्ते तदास्य धर्ममेघो नाम समाधिर्भवति ! ततः क्लेशकर्मनिवृत्तिः । क्लेशकर्मनिवृत्तौ जीवन्नेव विद्वान्‌ विमुक्तो भवति ।सर्वैः क्लेशकर्मवरणैर्विमुक्तस्य ज्ञानस्यानन्त्यं भवति । ततस्तस्य धर्ममेवस्योदयात्कृतार्थानां गुणांना परिणामक्रमः परिसमाप्यते । कृतभोगापवर्गाणां पुरुषार्थशून्यां यः प्रतिप्रसवः कार्यकारणात्मकानां गुणांनां तत्कैवल्यं स्वरूपप्रतिष्ठा ॥ योगशास्त्रे व्यासभाष्यम् ॥
  2. ર. પ્રસવ = પ્રસૂત - ફુલની કળી, પ્રતિપ્રસવ સામી ઉગેલી કળી.

“ કાળ સર્વકળાથી સ્વીકારતો નથી. પણ સનાતન ધર્મનું લક્ષણ મનુએ જ કહેલું છે કે–

“विद्वद्भिः सेवितः सद्भिर्नित्यमद्देषरागिभिः ।
"हृदयेनाभ्यनुज्ञातो यो धर्मस्तं निबोधत ॥

“આમાં દેશકાળની તો શું પણ વેદવિધિની પણ મર્યાદા રાખી નથી. વિદ્વાન અને રાગદ્વેષહીન સાધુજન જે ધર્મને કેવળ બોધ જ કરે છે એટલું નહી પણ જે ધર્મનું નિત્ય જાતે સેવન કરે છે તે જ ધર્મ શ્રેષ્ઠ કહ્યો. એ એવા સાધુજન તો મ્લેચ્છ કે શુદ્રાદિમાં પણ હોય છે અને તેવા સાધુજન જેનું નિત્ય સેવન કરે તે ધર્મ – એ ધર્મને કોઈ શાસ્ત્રની અનુજ્ઞા પણ જોઈતી નથી. ધર્મવિચારક જો જાતે ઉક્તપ્રકારનો સાધુજન હોય તો આવા આચારને પોતાના હૃદયની અનુજ્ઞા છે કે નહી એટલું જ પુછવાનું તેને ર્‌હે છે, અને તે અનુજ્ઞા મળે તે પછી કશાની અપેક્ષા નથી. ચતુર્થાશ્રમીને માટે મનુએ જે વિધિ અને શાસ્ત્ર દર્શાવ્યાં છે તે જ આવા સાધુજને સેવવાનાં છે તે એ કે –

[૧]"दृष्टिपूतं न्यसेत्पादं वस्त्रपूतं जलं पिवेत् ।
"सत्यपूतां वदेद्वाचं मनः पूतं समाचरेत् ॥

“સાધુજનોનાં મન-હૃદય સ્વયં પવિત્ર હોય છે અને તેમાં થઈને જે વિચાર અને ક્રિયાઓ નીકળે તેમની મલિનતા એમનાં મનના સ્પર્શથી જ સજાઈ પ્રથમથી મળ પેઠે નીકળી ગયલી હોય છે. પાણી, ભસ્મ, અગ્નિ આદિથી જેમ વાસણને પવિત્ર કરીએ તેમ એમના મન વડે જ વિચાર અને આચાર પવિત્ર થાય છે. આવી રીતે મનઃપૂત આચરણને જ સાધુજનો હૃદયથી અનુમત કરે છે. પ્રથમ ઉક્ત પ્રકારના સાધુજનો જે આચરણનું નિત્ય સેવન કરતા હોય અને જેને કોઈ સાધુએ પોતે મનઃપૂત કરેલું હોય એવું આચરણ તે જ ધર્મ છે અને તે વિનાના ધર્મો શાસ્ત્રોમાં લખ્યા હોય તો પણ તે માત્ર સૂચનારૂપ ગણવાના છે; કારણ સાધુજનને આજ્ઞા કરવાનો અધિકાર તેના મન વિના બીજા કોઈને નથી."

“સાધુજનો વિહારમઠમાં હોય છે તો પણ ત્યાગી છે, ત્યાગી હોય તોપણ તેને શિર પંચમહાયજ્ઞના ધર્મ છે. ત્રસરેણુક જીવનથી વિહારમઠમાં


  1. દૃષ્ટિથી શુદ્ધિ કરી પગ મુકવો, વસ્ત્રથી શુદ્ધ કરી જળ પીવું, સત્યથી શુદ્ધ કરી વાણી ઉચ્ચારવી, અને મનથી શુદ્ધ કરી આચરણ આચરવું.– મનુ.

રહી ધર્મસહચર જીવન અદ્વૈતસહચારવડે એ ધર્મ પાળવા કે બીજા બે મઠમાં કુમારીના કંકણ જેવું જીવન રાખી પાળવા તેનો નિર્ણય કરવામાં કોઈ કામકામી કે કામદ્વેષી નથી થતું. સાધુજનો સ્વભાવથી બ્રહ્મચારી ર્‌હે છે તેને ત્રસરેણુકજીવનમાં આકર્ષવા કે નહી, એ અલખ મદનાવતારના અધિકારની વાત છે. પ્રાચીનકાળમાં ચાર આશ્રમ ઉત્તરોત્તર નામથી વિહિત હતા, પણ મનુએ કહેલું છે કે યુગે યુગે યુગહ્રાસાનુરૂપ[૧] ધર્મવૈલક્ષણ્ય[૨] પ્રાપ્ત થાય છે. આ યુગમાં ચાર આશ્રમ અનુકૂળ નથી. માટે લક્ષ્યધર્મમાં આશ્રમ ક્‌હેલા છે-એક સંસારી જનોનો અને બીજો સાધુજનોનો. બ્રહ્મચર્ય અને સંન્યસ્તને સ્થાને આ મઠ છે. વાનપ્રસ્થને સ્થાને વિહારમઠ છે. અને કન્યાઓ, સ્થુલશરીરે વિધવાઓ પણ સૂક્ષ્મ શરીરે સધવાઓ, અને પ્રવ્રજિતાઓ – એ સર્વેની વ્યવસ્થા ત્રીજા મઠમાં થાય છે. એ સર્વનાં સામાન્ય લક્ષણ બે છે. તેમાં પ્રથમ લક્ષણ અહતામાં અને મમતામાં વિરક્તિ, અને બીજું લક્ષણ સ્વભાવસાધુતા છે.

“વાનપ્રસ્થને વિષયે મનુંએ ક્‌હેલું છે કે –

[૩]"गृहस्थस्तु यदा पश्येद्वलीपलितमात्मनः।
"अपत्यस्वैव चापत्यं तदारण्यं समाश्रयेत् ॥
"संत्यज्य ग्राम्यमाहारं सर्व चैव परिच्छदम् ।
"पुत्रेषु मार्यां निक्षिप्य वनं गच्छेत्सहैव वा ॥
"अप्रयत्नः सुखार्थेषु ब्रह्मचारी धराशयः ।
"शरणेप्वममश्चैव वृक्षमूलनिकेतनः ॥

  1. ૧.સત્યયુગના એક અંશનો હ્રાસ એટલે ક્ષય થતાં બીજો યુગ, તેમાંથી હ્રાસ થતાં ત્રીજો, અને તેમાંથી હ્રાસ થતાં ચોથો કલિયુગ એવી યોજના છે.
  2. ૨.ધર્મની વિલક્ષણતા; યુગે યુગે ધર્મોનું જુદાપણું.
  3. ૩.જ્યારે પોતાને શરીરે કરચલીઓ અને માથે વળીયાં જણાય અને અપત્યનું અપત્ય દૃષ્ટ થાય ત્યારે ગૃહસ્થે અરણ્યમાં જવું. સર્વ ગ્રામ્ય આહારનો અને વસ્ત્રોનો ત્યાગ કરીને, અને ભાર્યા પુત્રને સોંપી અથવા સાથેજ લેઈ વનમાં જવું. ત્યાં સુખાર્થમાં અપ્રયત્ન રહેવું, બ્રહ્મચારી ર્‌હેવું, પૃથ્વી ઉપર સુવું, નિવાસસ્થાનમાં મમતા ન રાખવી, અને વૃક્ષોનાં મૂળ આગળ સુવું. મનુ.

“અને ચતુર્થાશ્રમનેવિષયે તે ક્‌હે છે કે તૃતીયાશ્રમ પુરો કરી ચતુર્થ લેવો, અને તે લેવાનો અધિકાર અનધિકાર વિચારતાં ક્‌હે છે કે -

[૧]"ऋणानि त्रीण्यपाकृत्यं मनो मोक्षे निवेशयेत् ।
अनपाकृत्यं मोक्ष तु सेवमानो व्रजत्यधः॥

“અન્ય આશ્રમોમાંથી પણ પરભાર્યો ચતુર્થાશ્રમ લેવાનો માર્ગ જાબાલશ્રુતિ દર્શાવે છે કે–

[૨]"ब्रह्मचर्यं समाप्य गृही भवेद्रुही भूत्वा वनी भवेद्वनी भूत्वा प्रव्रजेदितरथा ब्रह्मचर्यादेव प्रव्रजेन्दृहाद्वा वनाद्वा ॥

“ગૃહસ્થને ત્યાગી થવાનો અધિકાર ત્રણ ઋણમાંથી મુક્ત થયા વિના નથી મળતો એ કહ્યું. બ્રહ્મચારીને અને વનસ્થને એ અધિકાર મેળવવાનો માર્ગ મનુ જ ક્‌હે છે કે–

[૩]"प्राजापत्यां निरुप्योष्टिं सर्ववेदसदक्षिणाम् ।
"आत्मन्यग्नीन् समारोप्य ब्राह्मणः प्रव्रजेद्रुहात् ॥
"यो दत्त्वा सर्वभूतेभ्यः प्रव्रजत्यभयं गृहात् ।
"तस्य तेजोमया लोका भवन्ति ब्रह्मवादिनः ॥

“આ સર્વ વાકયોમાં વાનપ્રસ્થ તેમ સંન્યાસને માટે અધિકાર કહેલા છે તેમાંથી ગમે તે રીતે ગમે તે દ્વારે આ યુગનો મનુષ્ય એ બેમાંથી એક આશ્રમનો અધિકારી થાય તે આપણા મઠનો અધિકારી થાય, એમાં તો નવાઈ જ નથી. પણ કેવળ બ્રહ્મચારી પણ નિરહંકાર અને નિર્મળ હોય તો અધિકારી થાય છે. પણ આમાંના કેટલાક વિષયમાં અંહીનો સંપ્રદાય ભિન્ન છે. જેમ કે ગૃહસ્થ ત્રણ ઋણમાંથી અનૃણી


  1. ૧.ત્રણ ઋણ એટલે દેવામાંથી મુકત થઈ પછી મોક્ષમાં મન કરવું એમ મુકત થયા વિના જે મોક્ષનું સેવન કરે છે તે અધોગતિ પામે છે. મનુ.
  2. ૨.બ્રહ્મચર્યને સમાપ્ત કરી ગૃહી થવું, ગૃહી થઈ વની એટલે વાનપ્રસ્થ થવું, વની થઈ પ્રવ્રજિત થવું, અથવા બ્રહ્મચર્યમાંથી, ગૃહમાંથી, કે વનમાંથી પ્રવ્રજિત થવું.
  3. ૩.સર્વ વેદોવડે દક્ષિણા સહિત પ્રાજાપત્ય યજ્ઞનું નિરૂપણ કરી અને અગ્નિઓનું આત્મામાં સમારોપણ કરી, બ્રાહ્મણે ગૃહમાંથી પ્રવ્રજિત થવું. સર્વ ભૂતોને દાન કરી દેઈ ભયવિના ગૃહમાંથી જે બ્રહ્મવાદી પ્રવ્રજિત થાય છે તે તેજોમય લોકને પામે છે: મનુ.

થઈ પછી ત્યાગી થવાનું ઉપર લખ્યું છે ને સ્વાધ્યાય, પુત્રોત્પાદન અને યજ્ઞ, એ ત્રણને ત્રણ ઋણ ગણેલાં છે. તેને સ્થાને લક્ષ્યધર્મની વ્યવસ્થામાં પુત્રોત્પાદનને ઋણ નથી ગણ્યું. અદ્વૈત થયલાં દમ્પતીની તો પુત્રવાસના હોય તો બેની હોય; તેમાં તો વાસના જાતે જ આ ઋણમાંથી મુકત કરાવવા પ્રત્યક્ષ છે તે પછી ઋણાનૃણ્યનો વિચાર બાકી ર્‌હેતો નથી. આતિથેય ધર્મ પાળનાર સંસારી દમ્પતીયોનાં પરસ્પર ઋણ તો આતિથેયધર્મથી નિર્ણીત થાય છે અને મનુષ્યયજ્ઞમાં તેનો અંતર્ભાવ છે; માટે ત્યાગના પ્રસંગમાં પુત્રોત્પાદનનો ઋણવિચાર પ્રાપ્ત થતો જ નથી. બાકીનાં બે ઋણ જે સ્વાધ્યાય અને યજ્ઞ કહ્યાં તે તો અલખદીક્ષા પછી પણ સાધવાનાં છે. માટે આ ઋણવ્યવસ્થાની સાધુજનોએ ઉપેક્ષા કરી છે.

“પણ આ મઠને માટે અધિકારી થવાને સંસારીએ ત્રણ ઋણમાંથી અનૃણી થવું જેઈએ એટલી વ્યવસ્થા સ્વીકારી લક્ષ્યધર્મમાં એ ઋણનાં લક્ષણ જુદાં બતાવ્યાં છે. હૃદયનો સાધુજન સંસારી હોય તો પણ તેને પંચયજ્ઞ વિના બીજો ધર્મ નથી, બીજું ઋણ નથી. તેમાંથી મઠયજ્ઞ, દેવયજ્ઞ, અને બ્રહ્મયજ્ઞ તો અલખદીક્ષા પછી જ ઉત્તમ રીતે સધાય એવા છે, પણ મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞનું સમર્થન કંઈક રીતે આ મઠમાં અધિક થાય છે તો કેટલીક રીતે સંસારમાં વધારે થાય છે. આકારક અતિથિયજ્ઞમાંના પિતૃયજ્ઞનો કોઈ આવશ્યક વિધિ બાકી રહી ગયો હોય અથવા આકારક પત્ની કે પતિના આતિથેયનું કોઈ કાર્ય બાકી હોય અને તે પત્ની કે પતિ મઠમાં સહચાર કરવાની વાસનાવાળાં ન હોય તો તે એટલે અતિથિયજ્ઞ ઋણ ગણી તેની પૂર્ણાહુતિ સંસારમાં રહીને જ કરવી યોગ્ય છે. તેમજ માતૃભૂમિનું કે મનુષ્યલોકનું કલ્યાણ સંસારના અને સાંસારિક ૫દાર્થોના આશ્રયથી જ થાય એમ હોય તો તે વિષયે પોતાની કલ્યાણશક્તિનો વિચાર કરી એ આકારક અતિથિયજ્ઞ પણ સંસારમાં રહીને જ કરવાનો ધર્મ છે. આમન્ત્રિત અતિથિના આતિથેયની પૂર્ણાહુતિ તો સંસારી સંસારમાં જ રહીને કરી શકે અને તેની પૂર્ણાહુતિ સુધી એ ઋણમાંથી મુક્ત થવાતું નથી. આગન્તુક અતિથિનું આતિથેય તે અન્ય યજ્ઞકાર્ય પ્રાપ્ત થતા સાથેજ સમાપ્ત થાય છે. ભૂતયજ્ઞનું ઋણ માતૃભૂમિની ને મનુષ્યલોકના યજ્ઞના ઋણનું સધર્મ છે, અને એ સર્વનાં ઋણમાંથી મુકત થવાનું શાસન એક જ પ્રકારનું છે. આ પ્રમાણે સંસારીને શિર આકારકાતિથિયજ્ઞ આમન્ત્રિતાતિથિયજ્ઞ, અને ભૂતયજ્ઞ – એ ત્રણનાં ઋણમાંથી મુક્ત થયા વિના મઠયજ્ઞનો અધિકાર પ્રાપ્ત થતો નથી, કારણ આ ત્રણે પ્રકારે અતૃણી ન થયેલાં મનુષ્યનાં સૂક્ષ્મ શરીર સાધુસંસ્કારને માટે અસિદ્ધ હોય છે એટલું જ નહી, પણ મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞને આવી રીતે અસમાપ્ત રાખવાથી મનુષ્યલોકની અને ભૂતસંઘની દુઃસ્થિતિ પ્રાપ્ત થાય છે, તેમ થવાથી લક્ષ્યપરમાત્માના પરમયજ્ઞમાં વિઘ્ન આવે છે, અને તેથી જ મનુષ્યનો ભૂતસંઘમાં અંતર્ભાવ કરી તમને કહ્યા પ્રમાણે મનુએ કહ્યું છે કે સર્વ ભૂતોને દાન કરીને જ પ્રવ્રજ્યા ઘટે છે. એ દાન તે, ઘરને તાળું વાસી નીકળ્યાથી, નથી થતું, પણ ઘરમાંની વસ્તુઓને યથાવિધિ ભૂતયજ્ઞ કર્યાથી થાય છે ! આ પ્રમાણે સંસારસ્થના આશ્રમનું પાલન સર્વ આશ્રમનો આધાર હોવાથી જ મનુ કહી ગયા છે કે–

[૧]“यथा नदीनदाः सर्वे सागरे यान्ति संस्थितिम् ।
“तथैवश्रमिणः सर्वे गृहस्थे यान्ति संस्थितिम् ॥

"લક્ષ્ય ધર્મમાં તો એટલે સુધી કહેલું છે કે મનુષ્યયજ્ઞના કોઈ મહાન સમારમ્ભને માટે આવશ્યક હોય તો સાધુજન સંસારીયોમાં સંસારીવત્ એટલો કાળ આચરણ કરે અને કન્થાદિની ઉપેક્ષા કરે તો પણ ધર્મ્ય છે. કારણ न लिङ्ग धर्मकारणम्. સાધુજનનાં સર્વ ધર્મનું રહસ્ય જે નિષ્કામ પંચમહાયજ્ઞ તે તમને સ્પષ્ટ દર્શાવ્યા. સંસારી શાસ્ત્રમાં અગ્નિ વિનાનો યજ્ઞ નથી, પણ આપણામાં તો સાધુજન સંસારનો ત્યાગ કરી આ મઠમાં આવે તે પળથી જ સર્વ અગ્નિનો સમારોપ આત્મવસ્તુમાં જ કરે છે.

[૨]"आत्मन्यग्नीन् समारोप्य जुह्वीतात्मानमात्मना ॥

“અને લક્ષ્યધર્મસંગ્રહથી અને સર્વ શાસ્ત્રોથી પણ જે સાધુજનની બુદ્ધિ આગળ ચાલે તેને માટે તે એવો ઉત્તમોત્તમાધિકાર છે કે–

[૩]“संत्यज्य सर्वशास्त्राणि संत्यज्यामुं च संग्रहाम् ।
“ऋतपूतं मनःपूतं सत्यपूतं समाचरेत् ॥

  1. ૧.નદીએા અને નદો સર્વ જેમ સાગરમાં સંસ્થિતિ પામે છે તેમ સર્વે આશ્રમીઓ ગૃહસ્થાશ્રમીમાં સંસ્થિતિ પામે છે.
  2. ૨.યજ્ઞના અગ્નિએાનું પોતાના આત્મામાં સમારેાપણ કરી, આત્મા વડે આત્માનો હોમ કરવો.
  3. ૩.(આવા અધિકારીયે) સર્વ શાસ્ત્રોનો તો શું પણ આ લક્ષ્યધર્મસંગ્રહનો પણ્ ત્યાગ કરીને ઋતપૂત, મન:પૂત અને સત્યપૂત એમ ત્રણ ગળણે ગળેલું આચરણ આચરવું.
[૧]"यत्र यत्र न्यस्रेत्पादं पश्येच्छृण्वीत वा वदेत् ।
"आत्मप्रियजमानोऽयं तत्र तत्रातिधिर्विराट् ॥

“હવે માત્ર આ યજ્ઞકર્ત્તાઓનાં દૃષ્ટાંત આપવાં રહ્યાં તે સાંભળો. આપણા ત્રિમૂર્તિ દેવોમાં પ્રથમ બ્રહ્મા; તેમણે આમન્ત્રિત અતિથિરૂપની સૃષ્ટિ ઉત્પન્ન કરી અને કર્યા જાય છે. આ સૃષ્ટિ મનુષ્યાદિ સર્વ જન્તુ સમેત છે. તે બ્રહ્મદેવનો આમન્ત્રિત અતિથિગણ છે. તેમને માટે બ્રહ્મા પુત્રયજ્ઞ કર્યા કરે છે, જેને ઉત્પન્ન કરે તેને તેજ પળથી યજ્ઞસમર્થ અને યજ્ઞસામગ્રીથી સંભૂત કરવાનો પ્રયોગ રચે છે. ગર્ભને માટે ગર્ભાશયમાં, બાળકને માટે ધાવણમાં, સંતતિને માટે માતાપિતાની પ્રીતિમાં, સંસારવૃદ્ધિને માટે યુવજનના મદનાવતારમાં, અજ્ઞ સંસારના ઉદ્‍બોધનને માટે સાધુજનોના અલખબોધનમાં, અને એવાં અસંખ્ય સ્થાનોમાં ઉત્પન્ન સૃષ્ટિના નિર્વાહ, સંસિદ્ધિ, અને ઉદ્ધાર માટે સામગ્રીઓ અને શક્તિયો બ્રહ્મદેવ ભરી રાખે છે, તે પછી તેઓ નિષ્કામ ર્‌હે છે, અને વિષ્ણુના હાથમાં સર્વ સૃષ્ટિ સોંપી દેઈ પોતે તટસ્થ ર્‌હે છે, અને અન્ય દેવોની પૂજા સર્વ કરે છે ત્યારે બ્રહ્માએ પોતાની પૂજા કરાવવાનો ઉત્સાહ કોઈનામાં સૃજ્યો નથી તો તેમનાં મન્દિર તો ક્યાંથી હોય ? સર્વદા સમસ્ત બ્રહ્માંડમાં બ્રહ્માને પુત્રયજ્ઞ આમ જ્વલમાન થઈ રહ્યો છે. એ પિતા કોઈની પાસે પિતૃયજ્ઞ કરાવતા નથી.

"વિષ્ણુના હાથમાં સૃષ્ટિ આવી એટલે તેમણે અવતારો લેઈ યજ્ઞ કરવા માંડ્યા. પ્રથમ પાંચ અવતારમાં તેમણે યજ્ઞસામગ્રી સંભૃત કરી. કચ્છપાવતારે દેવોનાં સૂક્ષ્મ શરીરને અમૃત આપી યજ્ઞપશુને સંવદ્ધિત કર્યો. મત્સ્યાવતારે યજ્ઞને માટે વેદવિધિનો ઉદ્ધાર કર્યો. નરસિંહાવતારે પિતાને હાથે મૃત્યુ પામતા પ્રલ્હાદનાં શરીરરૂપ વેદીનું પાલન કર્યું. વરાહે એ વેદીને સ્થાન આપનારી પૃથ્વીનું પાલન કર્યું. યજ્ઞસામગ્રીથી ભરેલી એ વસુંધરાનું માપ લેઈ તેનો યથેચ્છ ઉપયોગ કરવાની શક્તિ વામને દેવોને આપી."

“યજ્ઞસામગ્રી આમ અનેક અંગે તત્પર થઈ એટલે પરશુરામે વિદ્યાયજ્ઞ અને અલક્ષ્યયજ્ઞોની ઋદ્ધિમાટે ઉદ્રિક્ત ક્ષત્રિયોને નાશ કર્યો.


  1. ૧.એક આત્માગ્નિનો જ યજ્ઞ સાધનાર આ યજમાન જયાં જયાં પગ મુકે કે કંઈ સાંભળે કે કંઈ બોલે ત્યાં ત્યાં વિરાટ પોતે તેના અતિથિ થાય છે.

“આ ઋદ્ધિથી સમૃદ્ધિ થયલા ઋષિઓ પાસેથી યજ્ઞવિધિ જાણી લેઈ શ્રીરામચંદ્રજીએ સૂક્ષ્મ ધર્મોથી સંભૃત કરેલો પિતૃયજ્ઞ કર્યો, અને સીતાને માટે પ્રીતિયજ્ઞ કરવા તેને વનમાં સાથે લેઈ ગયા અને રાક્ષસરાજ સાથે યુદ્ધ કર્યાં. દશરથજીનું વચન સત્યપ્રતિજ્ઞ કર્યું. કૌશલ્યાને સાથે આવતાં રોક્યાં ત્યારે સીતાને સાથે લીધાં. અને એ જ સીતાને પ્રીતિયજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યાં આકારક અતિથિરૂપ સ્વપ્રજા તેની તૃપ્તિને માટે માતૃભૂમિયજ્ઞ કરી પોતાના અર્ધાંગ સીતાને અદ્વૈતપ્રીતિના અધિકારથી તેમાં હોમ્યાંને તેમને વનવાસ આપ્યો. તે પછી કૃષ્ણાવતારમાં શ્રીકૃષ્ણપરમાત્માએ અનેક મહાયજ્ઞ કર્યા. પિતામાતાને માટે પરાક્રમ કરી તેમને રાજ્ય આપી પિતૃયજ્ઞ કર્યો. મધુપુરીને દુષ્ટ અસુરોના ત્રાસમાંથી મુક્ત કરી સ્વભૂમિયજ્ઞ કર્યો. પાંડવોને વિજય આપી લોકનું કલ્યાણ કરી લોકયજ્ઞ કર્યો. અર્જુનને અનેક વિદ્યાઓ અનેક સ્થાનમાંથી અપાવી તેની પાસે વિદ્યાયજ્ઞ કરાવ્યા. અર્જુનને વૈરાટ સ્વરૂપ પ્રત્યક્ષ કરાવી ઋતયજ્ઞ કર્યો અને ગીતા ઉપદેશી સત્યયજ્ઞ કર્યો. આમન્ત્રિત પત્નીયજ્ઞ તો અનેક નારીઓના એ સ્વામીને ત્યાં નિત્ય થતો. તે પછી બુદ્ધાવતારે દયાયજ્ઞની જ્વાલાઓ સર્વ ભૂતળમાં સર્વ ભૂતોને માટે પ્રવર્તાવી. વિષ્ણુપરમાત્માના જે જે અવતારમાં મનુષ્યયજ્ઞ થયા તે તે અવતારમાં મહાલક્ષ્મી સાથે જ અવતરતાં, અને જન્મેજન્મ એ ઉભયનો પ્રીતિયજ્ઞ અદ્વૈતરૂપે જ્વલમાન થતો. સર્વને અંતે વિષ્ણુનું કાર્ય સમાપ્ત થતાં, સંહારકર્મથી સંસાર શ્મશાનરૂપ થતાં, તે શ્મશાનમાં શિવરૂપ પરમાત્મા એકાંતે અલક્ષ્ય સત્ય જે બ્રહ્મ તેમાં સમાધિસ્થ થઈ પરમ બ્રહ્મયજ્ઞ સાધે છે. એ સર્વ યજ્ઞોમાં યજ્ઞોની વિશ્વવ્યાપિની જ્વાલાઓરૂપે મહાશક્તિ આ ત્રણે દેવોની સાથે ધર્મસહચાર કરે છે, બ્રહ્મા સાથે વિધાત્રી કૃત્ય કરે છે, વિષ્ણુ સાથે મહાલક્ષ્મી કૃત્ય કરેછે, અને શંકર સાથે ચંડી કૃત્ય કરે છે."

“વિશ્વરૂપમાં આ પુરુષયજ્ઞ મચી રહ્યો છે. તેમાંથી સાધુજનો દૃષ્ટાંત લે છે અને પોતાના ઇષ્ટ યજ્ઞ શક્તિ અને સ્થિતિ પ્રમાણે સાધે છે. લક્ષ્યપરમાત્માના પદનખમાંથી નીકળતી સંસારગંગાના પ્રવાહમાં કોઈ જીવની સ્થિતિ મૂળ આગળ, તો કોઈની મુખ આગળ હોય છે; કોઈની સ્થિતિ પ્રવાહને તળીયે હોય છે તો બીજાની મધ્યભાગમાં હોય છે અને ત્રીજાની સ્થિતિ પ્રવાહના તરંગના શિરોભાગ ઉપર હોય છે. આ પ્રવાહના જે ભાગમાં જે જીવ પોતાની સ્થિતિ જુવે તે ભાગની અપેક્ષા પ્રમાણે તે જીવના ધર્મ રચાય છે, અને આ ધર્મ પ્રમાણેના યજ્ઞ એ જીવને પ્રાપ્ત થાય છે. આ ધર્મવિશેષને પ્રવાહપતિત ધર્મ કહ્યો છે ને યજ્ઞવિશેષને પ્રવાહોત્થ યજ્ઞ કહ્યા છે. નવીનચંદ્રજી, દૃષ્ટાંત સહિત તમને લક્ષ્ય ધર્મના આ મર્મભોગ કહ્યા, શેષ મૂળ ગ્રન્થમાંથી લેઈ શકશો, અને તમારા પ્રવાહપતિત ધર્મ અને પ્રવાહોત્થ યજ્ઞ તમારે જાતે જ શોધી લેવાના છે. આપણા મહાયજ્ઞ એ જ આપણા ધર્મ અને એજ આપણું પ્રાયશ્ચિત્ત; તેમાંથી તમારે માટે શાનું ગ્રહણ કરવું તે પ્રશ્નનો ઉત્તર તમે તમારા પોતાની હૃદયશુદ્ધિને બળે મનઃપૂત કરી લેજો. ચિરંજીવશૃંગ તમારાં સ્થૂલસૂક્ષ્મ શરીરમાંનાં વેદીપશુરૂપ ઉત્તમાવયવોનું ઉત્તમયજ્ઞ માટે આપ્યાયન કરશે. आप्यायन्तु ममाङ्गानि એ મન્ત્ર તો તમે નિત્ય સાંભળો છો. વેદી અને પશુના આપ્યાયનની સમાપ્તિ જે યજ્ઞચર્યાનું કારણ છે તે ચર્યા તમને પ્રાપ્ત હો ! નવીનચંદ્રજી, આ જ યજ્ઞચર્યા, એ જ બ્રહ્મચર્યા, આ જ ધર્મચર્યા, અને આ જ ઉત્તમ ભદ્ર છે. એ જ ઋત છે, એ જ સત્ય છે, એ જ સંપ્રસાદ છે, એ જ આત્મા છે, એ જ પરમાત્મા છે, એ જ અદ્વૈત સેતુ છે, એ જ આપણે પામીયે છીયે.

[૧]अथ य एथ संप्रसादोऽस्माच्छरारात्समुत्थाय परं ज्योतिरुपसंपद्य स्वेन रुपेणाभिनिष्पद्यत एष आत्मेति होवाचेदममृतमभयमेतद्रह्मोति तस्य ह वा एतस्य ब्रह्मणो नाम सत्यमिति ॥

"अथ य आत्मा स सेतुर्विधृतिरेषां लोकानामसंभेदाय नत्ं सेतुमहोरात्रे तरतो न जरा न मृत्युर्न शोको न सुकृतं न दुष्कृतं सर्वे पाप्मानोऽतो निर्वन्तेऽपहतपाप्मा ह्येष ब्रह्मलोकः ॥


  1. ૧*હવે જે આ સંપ્રસાદ નામનો જીવાત્મા આ શરીરમાંથી ઉત્થાન, પામી, પરમ જ્યોતિને પ્રાપ્ત થઈ, પોતાના રૂપને પામે છે. તે આત્મા એમ તેણે કહ્યું. વળી કહ્યું કે અમૃત તે એ, અભય તે એ, બ્રહ્મ તે એ, અને એ બ્રહ્મનું નામ સત્ય છે. હવે આ સર્વ લોકનો નાશ થાય નહી, માટે તેમને અર્થે આધારભૂત પુલ છે, જે આ આત્મા તે એ પુલ છે, આધાર છે. લેાક જેને રાત્રિ દિવસ ક્‌હે છે તે દ્વન્દ્વ આ પુલ સુધી પ્હોંચી શકતું નથી, વૃદ્ધાવસ્થા પણ ત્યાં સુધી પ્હોંચતી નથી, તેમજ મૃત્યુ કે શોક કે સુકૃત કે દુષ્કૃત આ પુલને પામતાં નથી. સર્વ પાપ આ પુલ આગળથી પાછાં હઠે છે, કારણ બ્રહ્મ લોકમાં પાપનોને નાશ જ છે. આ લોકને જેઓ બ્રહ્મચર્યથી શેાધે છે તેમનો જ બ્રહ્મલોક થાય છે ને તેમનો જ કામચાર થાયછે. હવે લોક જેને યજ્ઞ કહે છે તે આ બ્રહ્મચર્ય જ છે ને જે જ્ઞાતા છે, તે તને બ્રહ્મચર્ય વડેજ પ્રાપ્ત કરે છે. લોક જેને ઇષ્ટિ ક્‌હે છે તે આ બ્રહ્મચર્ય જ બ્રહ્મચર્યથીજ ઇષ્ટિ કરી જ્ઞાતા આત્માને પામે છે. અનેક યજમાનો મળી સતવસ્તુ ત્રાણ કરવા યજ્ઞ કરે છે તે યજ્ઞનું નામ સત્રાયણ કહેવાય છે – હવે લોક જેને સત્રાયણ ક્‌હે છે તે આ બ્રહ્મચર્ય જ છે. બ્રહ્મચર્ય વડે જ સદ્વતુ જે આત્મા છે તેનું જ્ઞાતા ત્રાણ કરે છે. વળી લોક જેને મૈાન ક્‌હે છે તે પણ બ્રહ્મચર્ય જ છે. બ્રહ્મચર્ય વડે જ જાણી લીધેલા આત્માનું જ્ઞાતા ધ્યાન ધરે છે – છાન્દોગ્ય ઉપનિષદ્.

“तद्य एवैतं लोकं ब्रह्मचर्येणानुविन्दन्ति तेषामेवैष ब्रह्मलोकस्तेषां सर्वेषु लोकेषु कामचारो भवति॥

"अथ यद्यज्ञ इत्याचक्षते ब्रह्मचर्येव तद्द्बचर्येण ह्येव यो ज्ञाता तं विन्दतेऽथ यदिष्टमित्याचक्षते बर्ह्मचर्यमेव तत ब्रह्मचर्येण ह्येवेष्टूवाऽऽत्मानमनुविन्दते ॥ अथ यत्सस्त्रायणमित्याचक्षते ब्रह्मचर्येव तद्द्रह्मचर्येण ह्येव सत आत्मनस्त्राणं विन्दतेऽथ यन्मौनमित्याचक्षते ब्रह्मचर्यमेव तद्द्रह्मचर्येण ह्योवाऽऽत्मानमनुविद्य मनुते॥"

“આ યજ્ઞ, આ સત્ય, આ બ્રહ્મ, આ યજ્ઞચર્યા, આ સત્યચર્યા, આ બ્રહ્મચર્ય, ઉત્તમાધિકારી સાધુજનોમાં છે, ઉત્તમાધિકારીણી સાધ્વીયેામાં છે, આ દેહમાં છે, આ મઠમાં છે, આ સર્વમાં છે – એ પરમ અલક્ષ્ય પરાવર પ્રત્યક્ષાનુભવરૂપે સર્વ ઉત્તમાધિકારીયોને પ્રાપ્ત થાવ ! ઓં શાન્તિ !”-

વિષ્ણુદાસજીએ સાધુ સાધ્વીઓને ઉંચે હાથ કરી આ આશીર્વાદ આપી મૌન ધાર્યું. બ્હાર મન્દિરમાં શંખનાદ થયો તેની સાથે સર્વ મંડળ ઉઠ્યું. સઉની આગળ વિહારપુરી અને ચંદ્રાવલી સજોડે ચાલ્યાં. તેની પાછળ સાધ્વીઓનાં જોડકાં, કુમુદને આગળ કરી, ચાલ્યાં. તેમની પાછળ ચાર પાંચ હાથને છેટે વિષ્ણુદાસ ચાલતા હતા. તેમની પાછળ સરસ્વતીચંદ્ર, અને તેની પાછળ સાધુજનોનાં જોડકાં ચાલતાં હતાં. વિહારપુરી અને ચન્દ્રાવલી કંઈક ઉંચે પણ ધીર મન્દ મધુર સ્વરે हरिमींडे સ્તોત્ર ગાતાં હતાં અને સાધ્વીઓ મધુર ઝીણે સ્વરે ઝીલતી હતી. વિષ્ણુદાસ અને સાધુઓ મનમાં ગાતા ગાતા બોલ્યાવિના ચાલતા હતા. મન્દિરની ઓસરીનું દ્વાર આવ્યું ત્યાં સર્વ ઉભાં રહ્યાં અને સ્તોત્ર પુરું કર્યું. એાસરીમાં ચાલી વાડામાંથી અદૃશ્ય થયાં ત્યાં વિષ્ણુદાસના જયની બુમો પડી અને અંતે સર્વે પાસ સાધુઓ અને સાધ્વીઓ સર્વની સંગત બુમો પડી કે “નન્દકો નન્દન એક આનન્દ દેત હય !” શંખનાદ અને ઘંટાનાદ તેમ ભળ્યા, અને પળવાર ઉપર વિષ્ણુદાસે જે સ્થાને ગમ્ભીર ઉપદેશ કર્યો


હતા ત્યાં માત્ર પૃથ્વી, વૃક્ષો, લતાઓ, શિલાઓ, ઝરા, અને પક્ષીયો ગમભીરતાની સર્વવ્યાપિની એકાકાર છાયારૂપે રહ્યાં.