સર્જક:નારાયણ વિસનજી ઠક્કુર

વિકિસ્રોતમાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

નારાયણ વિશનજી ઠક્કુરનો જન્મ ઇ.સ. ૧૮૮૪માં થયો હતો. તેઓ "ગુજરાતના વૉલ્ટર સ્કૉટ" તરીકે પણ ઓળખાય છે.

તેમણે ગુજરાતીમાં ઘણી ઐતિહાસિક નવલકથાઓ રચી છે. ઉત્તર હિન્દના વિલાસી જીવનનો પરિચય આપવા માટે સુરૂચીનો ભંગ થાય તેવા કેટલાક લેખન માટે તેમણે વિચારશીલ વર્ગની નારાજગી વ્હોરી લીધી હતી. તેઓ પ્રાયહ્ તેમની નવલકથાઓના બે નામ રાખતા.


તેઓ 'બરોડા ગેઝેટ' નામના વર્તમાન પત્રના તંત્રી પણ રહી ચૂક્યા હતા.[૧]


તેમનું અવસાન ઇ.સ. ૧૯૩૮માં થયું હતું

રચનાઓ[ફેરફાર કરો]

નવલકથાઓ[ફેરફાર કરો]

માધવી કંકણ અથવા શાહજહાનના છેલ્લા દિવસો, ચાણક્યનીતિ અથવા ચચ્ચ સુંહધી, પદ્મિની અથવા ભસ્મીભૂત ચિત્રો, ભદ્રકાળી અથવા પાવાગઢનો પ્રલય, ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન, મહારાણી મયણલ્લા અથવા ગુજરાતની માતા, નાનાસાહેબ અથવા સ્વધર્મ માટે પ્રાણાર્પણ, અનારકલી અથવા અપરાધી અકબર, અનંગભદ્રા અથવા વલ્લભીપુરનો વિનાશ, દિલ્હીની સુલતાના – રઝીયા બેગમ, કુસુમ કંટક અથવા રમણી કે રાક્ષસી, વિલાયતી વિલાસમાં ફેશનબાઇ, ચુડેલનો વાંસો.

નાટક[ફેરફાર કરો]

માધવકેતુ, માલવકેતુ, માયામોહિની, ગર્વખંડન, દગાબાજ, બેધારી તલવાર

અનુવાદ[ફેરફાર કરો]

આનંદાશ્રમ

કાવ્ય સંગ્રહ[ફેરફાર કરો]

કાવ્યકુસુમાકર

અન્ય કૃતિઓ[ફેરફાર કરો]

કૃષ્ણભક્ત બોડાણાના પદોનું સંપાદન

  1. https://books.google.co.in/books?id=mkwjDQAAQBAJ&pg=PT39&lpg=PT39&dq=%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3+%E0%AA%A0%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0&source=bl&ots=EVbYB0N-Zu&sig=MSUv9-p5t2DscCkz7WlguwCZ2Ec&hl=en&sa=X&ved=0ahUKEwjb7bWPidvQAhUIvI8KHXDkBmkQ6AEINjAE#v=onepage&q=%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3%20%E0%AA%A0%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0&f=false